જેના ઉપર બળાત્કાર કર્યો એને જ જીવનસંગિની બનાવી
મહેસાણા,
વાસનામાં અંધ બની અને ક્ષણભરના
આવેશમાં આવી જઈ નોંધાતા બળાત્કારના કિસ્સાઓનો ભોગ બનતી
મહિલાઓને સમાજમાં બદનામી સિવાય કંઈ મળતું નથી. તો સામે પક્ષે
બળાત્કારી પુરૂષોને પણ કાનૂનનો કોરડો ઝીલવો પડે છે. ક્ષણભરના
ઉન્માદમાં પણ આ ભૂલોનું પરિણામ પુરૂષ અને મહિલા બન્નેને જીવનભર
બદનામીના અંચળા હેઠળ રહેવું પડતું હોય છે. પરંતુ ઊંઝા તાલુકાના
એક ગામમાં બનેલા આ જ પ્રકારના બળાત્કારના કિસ્સામાં બળાત્કારી પરિણીત
યુવાને બળાત્કાર જેવા હેવાનીયતભર્યા ભરેલા પગલાના પ્રાયશ્ચિત રૂપે બળાત્કારનો
ભોગ બનનાર અપરિણીત યુવતીને અપનાવી જીવનભરનો સાથ નિભાવવા દર્શાવેલી
તૈયારીમાં યુવતીએ હા પાડતાં બન્નેએ કરેલા લગ્ને સમાજમાં એક નવો
જ ચીલો ચાતર્યો છે. નોંધનીય છે કે, બળાત્કારનો કેસ મહેસાણા
કોર્ટમાં ચાલવા પર હતો. ત્યારે જ બન્નેએ લગ્ન કરી લઈ કોર્ટના પણ હાથ
બાંધી દીધા છે.
કામલીની યુવતી પર બળાત્કાર ગુજારવાના
કેસમાં યુવાનનું અનોખું પ્રાયશ્ચિત
ફિલ્મી ઢબે નોંધાયેલા ઊંઝા તાલુકાના
કામલીના ચકચારી પ્રકરણની વિગતો મુજબ, કામલીની હેતલ રમેશભાઈ દેવીપૂજક
(નામ બદલેલ છે)નાં લગ્ન પાંચેક વર્ષ પૂર્વે ખેરાલુ તાલુકાના મઢરાસણના
પરંતુ હાલમાં મહેસાણા રહેતા દેવીપૂજક યુવાન સાથે થતાં બન્ને
લગ્નજીવનના સોનેરી સ્વપ્નો સેવતા હતા. આ દરમ્યાન જ હેતલ દોઢેક
વર્ષ પૂર્વે મહેસાણાથી કામલી જઈ રહી હતી, તે સમયે જ તે ઊંઝા બસ સ્ટેન્ડ
પર ઉભી હતી. ત્યારે સફેદ જીપ લઈને આવેલો દરબારનો યુવક
તેને કામલી લઈ જવાને બદલે અંજાર ઉઠાવી ગયો હતો અને જ્યાંથી
સુરેન્દ્રનગર અને અમદાવાદ દોઢ વર્ષ સુધી ફેરવે
રાખી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમ્યાન જ દેવીપૂજક
પરિણીતાને અમદાવાદથી ભાગી છૂટવાની તક મળતાં તે ભાગીને
કામલી પોતાનાં માતા-પિતા જોડે આવી ગઈ હતી. જ્યાં આવીને તેણે પોતાની
સાથે ઘટેલી તમામ ઘટનાઓની આપવીતી પોતાના માતા-પિતાને જણાવતાં
તેઓ હેતલને લઈને ઊંઝા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં હેતલે ઉપરોક્ત
દરબાર યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ મહિનાઓ બાદ મહેસાણા સેશન્સ કોર્ટમાં પુરાવા પર આવ્યો
તે સમયે કોર્ટમાં ભેગા થયેલા યુવક-યુવતીમાંથી યુવકે પોતાની ભૂલના
પ્રાયશ્ચિતના ફળરૂપે યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી,
યુવતીના ભવિષ્યને ઘ્યાને લઈ એડવોકેટ સુરેશભાઈ એમ. બારોટ અને ગીતાબેન
પટેલે બળાત્કારનો ભોગ બનનાર પરિણીતા અને યુવક વચ્ચે સમાધાન
કરાવી લગ્ન કરાવતાં બળાત્કારના પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે.