ઉ.ગુ.માં
બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત
મહેસાણા,માણસા,
મહેસાણામાં શિલ્પાગેરેજની સામે ટ્રક
અને સ્કૂટર વચ્ચે થયેલા અકસ્માતમાં ભાયલ થયેલા અને છ દિવસથી જીવન-મરણ
વચ્ચે ઝોલાં ખાઇ રહેલા સ્કૂટર સવારનું આજે સારવાર દરમ્યાન મોત
નિપજતાં પોલીસે લાશનો કબજો લઇ વઘુ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા અકસ્માતમાં ગોઝારિયાથી વિજાપુર તરફ જઇ રહેલ ઇન્ડીકા કાર
વિહાર ચોકડી નજીક ઝાડ સાથે અથડાતાં કારમાં બેઠેલ મહિલાને ઇજાઓ થતાં
સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બાબતની માણસા પોલીસ
સ્ટેશને ફરિયાદ અપાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી
છે.
મહેસાણામાં ટ્રક અને સ્કૂટર અથડાતાં
સ્કૂટર ચાલકનું મોત વિહાર ચોકડી પાસે ઝાડ સાથે કાર અથડાતાં વૃદ્ધાનું
મોત
પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગત મુજબ,
મહેસાણાની સૂર્યાનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો
કરતા બારડ ગિરધરસંિહ કંકુસંિહ ગત મંગળવારના રોજ પોતાનું સ્કૂટર
લઇ મહેસાણા-રાધનપુર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓ
શિલ્પા ગેરેજની સામેથી પસાર થઇ રહ્યા હતા, તે દરમ્યાન જ એક ટ્રકચાલકે
સવારના ૯-૩૦ ના સુમારે તેઓને ટક્કર મારતાં તેઓ ફંગોળાઇને નીચે
પડ્યા હતા. જેઓને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર
અર્થે ખસેડાતાં ૧૦ દિવસથી ડોકટરો તેમને બચાવવાની કોશિષ કરી
રહ્યા હતા. પરંતુ કુદરતે આજે તમામની કોશિષો નાકામિયાબ બનાવી
ગિરધરસંિહનું પ્રાણપંખેરૂ હણી લેતાં ઘરના મોભીના મોતથી સમગ્ર
બારડ પરિવાર હિબકે ચઢ્યો હતો. જે અકસ્માત અંગેની મરનારના ભાઇ બારડ
રાવતસંિહે મહેસાણા શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં
પીએસઆઇ બી.સી. ઠાકોરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોઝારીયા ખાતે રહેતા નવીનભાઇ
ધનસુખભાઇ પટેલ પોતાની ઇન્ડીકા કારમાં પોતાની પત્ની તથા માતા-પિતાને
બેસાડી કોઇ કામસર વિજાપુર જવા તા.૨-૬-૦૬ શુક્રવારની સાંજે નીકળ્યા હતા.
ઇન્ડીકા ગાડી વિહાર ચોકડી વટાવી ચડાસણા પાટીયા પાસે પહોંચી ત્યારે
રોડ પર અચાનક કુતરુ આવી જતાં તેને બચાવવા જતાં ગાડી ચલાવી રહેલા
નવીનભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડની સાઇડે
આવેલા બાવળના ઝાડ સાથે અથડાઇ હતી. જેને કારણે ગાડીનો ખુરદો
બોલી ગયો હતો. અને અંદર બેઠેલા નવીનભાઇનાં માતા ગંગાબેન
ધનસુખભાઇને ગંભીર ઇજાઓ તેમજ તેમની પત્નીને સામાન્ય ઇજાઓ થતાં
બન્નેને સારવાર અર્થે વિજાપુર લઇ જવાયાં હતાં.
પરંતુ ગંભીર ઇજાઓના કારણે ગંગાબેનનું
મોત નિપજ્યું હતું. જેથી ગાડી ચલાવી રહેલા નવીનભાઇની પત્ની પ્રજ્ઞાબેન
નવીનભાઇ પટેલ કે જે પણ કારમાં બેઠેલ હતા તેમણે આ બાબતની માણસા પોલીસ
સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે તેમની ફરિયાદ નોંધી
કાયદેસરની કાર્યવાહી આરંભી છે.