home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

વિવેક ગોયલ પ્રકરણમાં ખરેખર કેટલું ચૂકવણું થયું ?
પૈસાની તકરારમાં અપહરણ થયું કે અન્ય વિવાદ તેનું રહસ્ય

અમદાવાદ,

નવરંગપુરા ગુલબાઇટેકરા પટેલ સોસાયટી ખાતે રહેતા વિવેક ગોયલના અપહરણની ઘટનામાં પાંચ લાખની જ ચુકવણી થઇ હોવાનું પોલીસ માની રહી છે. જ્યારે કે ફરીયાદમાં તેમણે એમ કહ્યુ હતું કે પહેલા દોઢ લાખ અને પછી તેમના પિતાએ સીજી રોડ પર પાંચ લાખ અપહરણકારોને આપ્યા હતા.

ખુદ ફરીયાદીના નિવેદનમાં છતો થતો વિરોધાભાસ દોઢ લાખ રૂપિયા ખરેખર કોને આપવાનાં હતા?

આધારભુત વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડનો ધંધો કરતાં યુવાન વેપારી વિવેક યશપાલ ગોયલ ગઇકાલે ઘરેથી બપોરે અઢી વાગે નીકળ્યા હતા. આ પછી કોફીબારમાં કોફી પીને જોધપુર ચાર રસ્તા પાસેથી શરણમ તરફ જતાં હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યુ હતું અને પછી સરખેજ નવી બની રહેલી બિલ્ડીગમાં લઇ જઇને તેની પાસેના દોઢ લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેના પિતાને ફોન કરીને સીજી રોડ પર પાંચ લાખની ડીલીવરી આપી હતી. પરંતુ તપાસ દરમ્યાન એવી વિગતો જાણવા મળી હતી કે ખરી વાત તો એ છે કે આ કેસમાં આરોપી આયુશ ક્રિષ્ણનાથ તિવારીના ભાઇ પિયુશ તિવારીને વિવેક ગોયલ પહેલેથી જ ઓળખતો હતો. તેણે સ્વૈચ્છિક સંસ્થાના નામે નહીં પરંતુ જમીનની લે-વેચના ધંધા માટે સુરેશ ભરવાડ તેમજ દીવાનસંિહ રણજીતસંિહ ચાવડા તેમજ અન્ય લોકો પાસેથી પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ કોઇ કારણોસર આ રકમ તે પાછી આપી શક્યો ન હતો અને થોડા વખત પહેલા તે બેંગલોર જતો રહ્યો હતો.

આથી સંજય ભરવાડ તેમજ અન્ય લેણદારોને એમ થયુ હતું કે હવે આપણા રૂપિયા આવશે નહીં. આથી તેણે પિયુષને ફોન કર્યો હતો. ત્યારે પીયુષે કહ્યુ હતું કે વિવેકથી તમે રૂપિયા લઇ લેજો. જેના ભાગરૂપે વિવેક પાસે ઉઘરાણી કરવામાં આવી હતી. તે ફરીયાદમાં એમ કહે છે કે મારી પાસે તે દિવસે ધંધાના દોઢ લાખ રૂપિયા હતા પરંતુ ક્યાં આપવાના અને ક્યાંથી લઇને નીકળ્યો હતો તે અંગે સ્પષ્ટતા કરતો નથી. આરોપીઓની ઘનીષ્ટ તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે પાંચ લાખ રૂપિયા અમે વિવેક પાસેથી લીધા હતા તે અમે જમા કારાવી દીધા છે. પરંતુ દાગીના અને બીજા દોઢ લાખ રૂપિયા અમે લીધા નથી. આમ પોલીસ આ મુદ્દાને લઇને વઘુ તપાસ કરી રહી છે. વઘુમાં એક વાત એ પણ શંકા ઉપજાવી રહી છે કે સંજય ભરવાડને પોલીસે સરખેજ પોલીસની મદદથી તે દિવસે રાત્રે જ ઉંઘતા તેના ઘરેથી જ ઝડપી લીધો હતો અને પાંચ પૈકી અઢી લાખ રૂપિયા તેની પાસે ઘરેથી જ પોલીસ કબ્જે લીધા હતા. ત્યારે માત્ર રૂપિયા પડાવવાના ઇરાદે જ જો વિવેક ગોયલનું અપહરણ થયુ હોય તો તે આ રીતે ઘરેથી પોલીસને મળી આવ્યો તે વિરોધાભાસી બાબત છે. આ કેસમાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવુ જોઇએ.

Copyright   © Gujarat Samachar