home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

પેટ્રોમેકસના અજવાળે જુગાર રમતા અઢાર પકડાયા

ગઢડા (સ્વામીના.)

ગઢડા તાલુકાના ઈતરિયા ગામે પેટ્રોમેકસના અજવાળે જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અઢાર શખસોને તિનપતિનો જુગાર રમતા પકડી પાડયા હતા.

ગઢડા તાલુકાના ઈતરિયા ગામનો બનાવ ઃ રોકડ,વાહન સહિત રૂા.૭૯ હજારનો મુદ્દામાલ કબજે

જુગારના દરોડાની વિગત એવી છે કે તાલુકાના ઈતરિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગઢડાના પીએસઆઈ હુદા, સ્ટાફના અનિરૂઘ્ધસંિહ, મહેન્દ્રભાઈ અને લાલુભા ઈતરિયા ગામે રાત્રે દોઢ વાગ્યે દરોડો પાડયો હતો.

જુગાર રમવામાં અંધારૂ નડે નહીં તે માટે જુગારીઓએ ત્રણ પેટ્રોમેકસ સળગાવ્યા હતા. અને તેના અજવાળે જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂા.૧૫,૫૭૫ની રોકડ તથા બે હોન્ડા, ત્રણ પેટ્રોમેકસ અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂા.૭૯,૧૭૫નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસે હંિમત ખીમજી, સવજી વશરામ, હંિમત માવજી, શીવા કરમશી, જગા વશરામ, વિનોદ રાણા, જેસા વેલા, બચુ શાર્દુળ, ગોરધન મોહન, ખીમજી મોહન, મનીશ માધા, પ્રવિણ ઉર્ફે ટીણો જેસા, ખીમજી મનજી, વિજય જગા, ડાયા શામજી, ભરત તળશી, અમરશી માવજી અને ઘોઘા વીરજીની ધરપકડ કરી હતી. તમામ શખસો ખેતીકામ, હીરા અને મજૂરી સાથે સંકળાયેલા છે.

Copyright   © Gujarat Samachar