home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

હાઈ ટેન્શન ગ્રાહકોને વળતર યોજના પાછી ખેંચવા સામે વિરોધ

ભાવનગર,

હાઈ ટેન્શન લાઈનના ગ્રાહકોને આજ સુધીમાં ટેરીફમાં અપાતા વળતરની યોજના પી.જી.વી.સી.એલ. કંપનીએ પાછી ખેચી લેતા ડિસ્ટ્રીકટ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને તેની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

પીજીવીસીએલને ફાયદો કરાવવા આયોગે ફેરફાર કરાવ્યો ઃ ડિસ્ટ્રીકટ સ્મોલ ઈન્ડ. એસો. દ્વારા આજે એચ.ટી. ગ્રાહકોની મિટીંગ

પાવર ફેકટર જાળવનાર પ્રત્યેક હાઈ ટેન્શન વીજ ગ્રાહકો માટે આજ દિવસ સુધી ચાલુ રહેલ વળતર આપવાની યોજના પીજીવીસીએલ દ્વારા તા.૧-૪થી તેમના નવા ટેરીફમાં પાછી ખેંચી લેવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રત્યેક વીજ ગ્રાહકને રૂા.૩૦,૦૦૦ થી રૂા.૧,૦૦,૦૦૦ સુધીનું વળતર મળવાપાત્ર થતુ હતું. તે હવે બંધ થતા એચ.ટી. ગ્રાહકો પર લાખો રૂપિયાનો બોજો પડશે. આ વધારાનો બોજો જે વીજ ગ્રાહકોને ભોગવવાનો રહેશે, તે ફકત વીજ કંપનીને ફાયદો કરી આપવા માટે ગુજરાત વિદ્યુત નિયમન આયોગ મારફતે આપવામાં આવ્યો છે.

આ વળતર પાછુ ખેંચવા સામે એસો.એ વિરોધ નોંધાવ્યો છે. તેમજ રાજયના અન્ય ઔદ્યોગિક એસો. પણ સંગઠિત બનીને વિરોધ કરે તે માટેની કાર્યવાહી સંસ્થાએ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની એક મિટીંગ આવતીકાલ તા.૬ના રોજ સાંજે ૬ કલાકે એસો.ના સભાખંડમાં રાખેલ છે.

પીજીવીસીએલ વીજ કંપની મારફતે ઓગમેન્ટેશન, ડેવલપમેન્ટ ચાર્જ, તદ્દન ગેરકાયદેસર રીતે લેવાઈ રહ્યો છે. અને જેને પરિણામે નવા ઉદ્યોગો સ્થાપનાર તેમજ લોડ વધારો માંગનાર ઉદ્યોગકારો પર બોજો પડે છે. આ અંગે પણ ચર્ચા-વિચારણા કરી ભાવી પગલાં લેવા અંગે મિટીંગમાં નકકી થશે.

Copyright   © Gujarat Samachar