home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

માન ન માન મેં તેરા...
કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓની વ્હારે નેતા દોડ્યા

ભાવનગર,

શહેરની મોટાભાગની કોલેજોમાં પ્રથમવર્ષ બી.એ., બી.કોમ. માં પ્રવેશ અટકી પડતાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. પ્રવેશ પ્રશ્ને તા.૭ જૂનની કુલપતિને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અન્યથા આંદોલન કરવામાં આવશે. પ્રવેશને લઈને હવે કહેવાતા વિદ્યાર્થી નેતાઓ મેદાનમાં ઉતરી પડયા છે અને વિદ્યાર્થીઓ આ આંટીધૂંટીમાં અટવાય ગયા છે.

પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને અસલ માર્કશીટ અને સર્ટીફિકેટ સાથે બોલાવ્યા અને નવા કુલપતિને આંદોલનની ચીમકી આપી

શામળદાસ, વળિયા, એમ.જે.કોમર્સ કાપડિયા કોલેજમાં પ્રવેશ બંધ થઈ જતાં પરિસ્થિતી વણસી છે. અમુક તમુક વિદ્યાર્થી નેતાઓ આ દિવસોની રાહ જોઈને જ બેઠા હોય છે. અને વિદ્યાર્થીઓનો પોતે પ્રવેશ મળી જશે તેવા શબ્દોની મોહજાળમાં અટવાય છે. સવાલ એ છે કે આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઊંચું આવતાંવેંત સરકારે કોલેજોને ગ્રાન્ટેબલ વર્ગો ખોલવાની મંજૂરી આપશે તેવી ખાત્રી આપી હતી. હકીકતે દર વર્ષે પ્રવેશ સમસ્યા ઊભી થાય છે અને ઉકેલાય પણ જાય છે.

આ વખતે પ્રવેશનો પ્રશ્ન જરા વઘુ પેચીદો બન્યો છે. આ બાબતથી ભાવનગર યુનિવર્સિટીના સત્તાવાહકો જાગૃત અગાઉથી હતા. છતાં પ્રવેશ સમસ્યા ગૂંચવાય તેવાં સુધીની રાહમાં રહ્યા હોય તેમ લાગે છે. સ્ટુડન્ટન્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહામંત્રી આ અંગે ચંિતા અનુભવી રહ્યા છે !!! અને પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પોતાની અસલ માર્કશીટ તથા અસલ સર્ટીફિકેટ સાથે પોતાને કાર્યાલય રૂબરૂ સંપર્ક કરવાનું જણાવે છે !!! ભાવનગર યુનિવર્સિટીને કાયમી કુલપતિ ૯ મહિના પછી મળ્યા છે. અને તા.૭ જૂનના રોજ વિધીવત ચાર્જ સંભાળી રહ્યા છે અને રોજ દિવસે ખેલ નાખવાનો પ્રયાસ કરાયો છે. એસ.એફ.આઈ. દ્વારા તા.૭ જૂન સુધીની સમયમર્યાદા અપાઈ છે અને ત્યારબાદ આંદોલન થશે.

Copyright   © Gujarat Samachar