home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

જિ.પં.ના દસ રોજમદારોને ડી.ડી.ઓ.એ મૌખિક છૂટા કર્યા

ભાવનગર,

જિલ્લા પંચાયતના દસ રોજમદારોને જીલ્લા વિકાસ અધિકારીએ આજરોજ છૂટા કરવાનો મૌખિક ઓર્ડર આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

રાજ્ય સરકારના પરિપત્રના અનુસંધાને છૂટા કરાયા અને હવે તેમને પુન ઃ સ્થાપિત પણ કરાશે

જિલ્લા પંચાયતમાં વર્ષોથી રોજમદાર તરીકે કામ કરતાં દસ જેટલા કર્મચારીઓને આજે ડી.ડી.ઓ. એ એકાએક છૂટા કરી દેવાનો મૌખિક ઓર્ડર છોડતાં સન્નાટો છવાય ગયો છે. જે દસ કર્મચારીઓને છૂટા કરવાનું સૂરસૂરિયું છોડાયું છે તેમાં પથિકાશ્રમના ૩ કર્મચારીઓ અને બાકીના જીલ્લા પંચાયતમાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા સાતેક કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ વર્ષોથી ફિક્સ પગારે કામ કરી રહ્યા છે.

અનિવાર્ય સંજોગો સિવાય હવે પછી નવી ભરતી ન કરવી અને જો સંજોગોવશાત ભરતી કરવી પડે તો નાણા વિભાગની પૂર્વમંજૂરી લેવી, રાજ્ય સરકારનો આ પરિપત્ર આવ્યો છે. તે અનુસંધાને આ રોજમદારોને જીલ્લા વિકાસ અધિકારીએ છૂટા કરવાનો મૌખિક ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. વઘુમાં આ રોજમદારોને છૂટા કરવાનું કહી દીધા બાદ હવે આ કર્મચારીઓને સ્વભંડોળના ખર્ચે પાછા લઈને પુન ઃ સ્થાપિત કરવાની પણ વિચારણા થઈ રહી છે.

Copyright   © Gujarat Samachar