home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ફરિયાદકામાં ધોળા દિવસે યુવતીને ઘરમાં ખેંચી જઈ બળાત્કાર

ભાવનગર,

વરતેજ પોલીસ સ્ટેશન તાબેના ફરિયાદકા ગામે ગઈકાલે સવારે કચરો નાખવા ગયેલી યુવતી પર પાડોશી યુવાને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાની વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ સળગી જવાનું કહેતા યુવતીએ પોતાના ઘરે આવી, કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે સર ટી.માં દાખલ કરવામાં આવી છે. યુવતીએ પ્રથમ અકસ્માતે સળગી ગયાનું અને બાદમાં આરોપીએ સળગી જવાનું કહ્યું હોવાનું નિવેદન ફેરવી તોળતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.

કચરો નાખીને પરત આવતા પાડોશી યુવાને ઘરની ઓસરીમાં બળાત્કાર ગુજાર્યો ઃ યુવતીએ નિવેદન ફેરવી તોળતા પોલીસ મુંઝવણમાં

બળાત્કારના આ ચર્ચાસ્પદ બનાવની વિગતો એવી છે કે ફરિયાદકા ગામના મેરાભાઈ કાનાભાઈ પઢીયાર રબારીની બાવીસ વર્ષીય પુત્રીને ગઈકાલે સવારે ૯ થી ૧૦ના ગાળામાં કચરો નાખીને પરત આવી રહી હતી ત્યારે તેના ઘરની પાડોશમાં રહેતા દિનેશ મનજી પટેલ નામના યુવાને ઘરમાં ખેંચી જઈ, ઓસરીમાં બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સળગીને મરી જજે તેવું કહેતા યુવતીએ ઘરે આવીને પોતાની જાત પર કેરોસીન છાંટી, દિવાસળી ચાંપી દેતા તેણી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી તેને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં તેણીએ સૌ પ્રથમ અકસ્માતે દાઝી ગઈ હોવાનું નિવેદન આપતા પોલીસે તે પ્રમાણે તેનું નિવેદન નોંઘ્યું હતું. પરંતુ બાદમાં યુવતીએ પોતાના પર બળાત્કાર થયો હોવાનું જણાવતા વરતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને સવારેે બનેલા આ બનાવની મોડી રાત્રે ફરિયાદ નોંધવામાં આવી હતી.

બનાવની તપાસ કરતા વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીરડાએ જણાવ્યું કે અમે યુવતીની પૂછપરછ કરતા તેણીએ એમ જણાવ્યું કે સવારે તે કચરો નાખવા પાદર ગઈ હતી. અને ત્યાંથી પરત ઘરે આવી રહી હતી. ત્યારે પાડોશમાં રહેતા યુવાન દિનેશે તેને બોલાવી હતી. જેથી તે તેની પાસે ગઈ હતી. ત્યારે દિનેશે તેનું બાવડુ પકડી, મોઢે રૂમાલ રાખી ઘરમાં ખેંચી ગયો હતો. અને ઘરની ઓસરીમાં ઈચ્છા વિરૂઘ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સળગીને મરી જજે તેવું કહેતા પોતે કેરોસીન છાંટી સળગી હતી.

બનાવ વખતે દિનેશના માતા-પિતા ખેતીના કામે બહાર હતા. જયારે યુવતીના માતા-પિતા તેના ઘરે જ હતા. દિનેશ હીરા ઘસવાનું કામ કરે છે. બનાવ પછી તે નાસી ગયો છે. તે પકડાય પછી આ બનાવમાં સત્ય શું છે ? તેનો ખ્યાલ આવી શકે, તેમ પીએસઆઈએ જણાવ્યું હતું.

Copyright   © Gujarat Samachar