ગુજરાત
સરકારની મંજૂરી મળતાં હવે કેન્દ્ર સરકાર દ્વારા
અમદાવાદમાં રૂા.૧૦૦ કરોડના ખર્ચે ટેક્સ્ટાઇલ પ્લાઝા સ્થપાશે
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં એનટીસીની
જહાંગીર મિલની જમીન ઉપર રૂા. ૧૦૦ કરોડના ખર્ચે ટેક્સ્ટાઇલ પ્લાઝા સ્થાપવાની
યોજના હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહી છે. ગુજરાત
સરકારે આ માટે જરૂરી મંજૂરી આપી દીધી છે અને હવે મોટા
ભાગે આવતા અઠવાડિયાથી પ્લાઝાનું બાંધકામ શરૂ થશે એવી જાહેરાત
કેન્દ્રીય કાપડ પ્રધાન શંકરસંિહ વાઘેલાએ સોમવારે અહીં પત્રકાર પરિષદમાં
કરી હતી.
યુપીએ શાસનમાં ટેક્સ્ટાઇલ નિકાસ
ક્ષેત્રે ભારતે ચીનને પછાડ્યું ઃ શંકરસંિહ વાઘેલા
તેમણે આ સંદર્ભે વઘુમાં એમ
પણ જણાવ્યું હતું કે, આ સૂચિત ટેક્સ્ટાઇલ પ્લાઝામાં ટેક્સ્ટાઇલ તેમજ હેન્ડલૂમ
અને હેન્ડીક્રાફ્ટ્સની ચીજોના વેચાણ માટે સ્ટોર્સ ઉભા થશે અને આ સમગ્ર
પ્રોજેક્ટમાં આશરે ૧૫ હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે. આ
સાથે એમણે એમ પણ કહ્યું કે, દેશમાં કુલ ૨૫ ટેક્સ્ટાઇલ પાર્ક સ્થાપવાની
યોજના પૈકી ગુજરાતમાં પ્રથમ તબક્કે સુરત અને કચ્છ ખાતે ટેક્સ્ટાઇલ પાર્ક
ફાળવાયા છે અને અન્ય ત્રણ પાર્ક- જે પૈકી અમદાવાદમાં બે અને
સુરતમાં વઘુ એક ફાળવવાનું વિચારાધિન છે. લગભગ ૧૦૦ કરોડનું
મૂડીરોકાણ ધરાવતા આકાર પામનારા પ્રત્યેક ટેક્સ્ટાઇલ પાર્ક માટે
કેન્દ્રનું કાપડ મંત્રાલય રૂા. ૪૦ કરોડની સબસિડી ચૂકવશે.
યુપીએ સરકારના બે વર્ષના શાસનમાં
દેશના ટેક્સ્ટાઇલ ક્ષેત્રનો ‘સનસેટ’માંથી ‘સનરાઇઝ’ થયો
છે અને હવે પાછલા ત્રણ મહિનામાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રે નિકાસની બાબતમાં
ભારત ચીન કરતાં ય આગળ નીકળી ગયું છે તેમ ઉલ્લેખતા શંકરસંિહે આંકડા
આપી જણાવ્યું હતું કે, ટેક્સ્ટાઇલ ક્ષેત્રે ચીનના ૧૦ ટકાના નિકાસદરને
ઓવરટેક કરી ભારતે ૧૩ ટકા નિકાસદર હાંસલ કર્યો છે. છેલ્લા બે
વર્ષમાં દેશમાં આ ટેક્સ્ટાઇલ ક્ષે૬ે વઘુ આશરે ૨૦ લાખ લોકોને
રોજગારી અપાઈ હોવાનો પણ એમણે ભારપૂર્વક દાવો કર્યો હતો.
શંકરસંિહે એમના મંત્રાલય હેઠળ છેલ્લા
બે વર્ષ દરમિયાન થયેલી પ્રગતિનો ચિતાર આપતાં વઘુમાં એવી પણ
માહિતી આપી હતી કે નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફેશન ડિઝાઇન-નિફ્ટમાં ભણીને
બહાર આવનારા વિદ્યાર્થીઓને અત્યાર સુધી કેવળ સર્ટિફિકેટ અપાતા
હતા પરંતુ હવે ગત સંસદના સત્રમાં નિફ્ટને લગતું વિધેયક
પસાર થઈ જતાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે.