home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

દોઢ માસથી ગામના તળાવમાં ધામા નાખનારા
મગરને અંતે નલિયા ટીંબા ગામના લોકોએ પાંજરે પૂર્યો

ભુજઃ

રાપર તાલુકાના નલિયા ટીંબા-૨ ગામના નાનકડા એવા તળાવને કયાંકથી આવી ચડેલા ૮થી ૯ ફૂટ લાંબા મહાકાય મગરે છેલ્લાં દોઢ માસથી કાયદેસરનું નિવાસસ્થાન બનાવ્યું હતું પરંતુ મગરે તાજેતરમાં મધરાતે ગામમાં પ્રવેશ કરતાં ગામલોકોએ આખી રાતની જહેમત બાદ તેને પાંજરામાં પૂરી દીધો હતો.

મગરે મધરાતે ગામમાં પ્રવેશ કરતાં તેને પકડીને કોચરી ડેમમાં છોડવામાં આવ્યો

છેલ્લાં દોઢ માસથી ગામના નાકે આવેલા તળાવમાં રહેતો મગર કૂતરાના આહારનો શોખીન હોવાથી તથા તળાવમાં પાણી ખૂટવા લાગતાં તા. ૨ના રોજ મધરાત્રે ગામમાં પ્રવેશ કરતાં આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં જંગલ ખાતાને જાણ કરાઇ હતી.

જંગલ ખાતાના અધિકારીના માર્ગદર્શન તળે કર્મચારીઓ તથા ગામ લોકોએ આખી રાત જહેમત લઇ અંતે ગાડા અને વીજળીના થાંભલા સાથે મગરને બાંધી દીધો હતો. બાદમાં મગરને પાંજરાના હવાલે કરવામાં આવ્યો હતો. જીવતા મગરને બાદમાં ચિત્રોડથી ૩-૪ કિ.મી.ના અંતરે આવેલા કોચરી ડેમ કે જયાં મગરોની વસાહત છે ત્યાં છોડવામાં આવ્યો હતો. તળાવમાં ધામા નાખનાર મગર અંતે ઝડપાઇ જતાં ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Copyright   © Gujarat Samachar