માનકુવા- ભારાસર માર્ગ પર ડામર થયો ને ૬૦ દિ’માં ગાબડા
ભુજઃ
માનકૂવા અને ભારાસર વચ્ચેના માર્ગનું
૧૫ વર્ષોથી સમારકામ થયું ન હતું અને માર્ગ તદ્દન ઘુળિયો બની જતાં લોકોને
મુશ્કેલી પડી હતી. આ રોડ પર રજૂઆતો બાદ ડામર કામ થયું પરંતુ
હજુ તો ચોમાસું આવ્યું નથી ત્યાં જ ગાબડા પડી જતાં વાહન ચાલકો મુશ્કેલી
અનુભવી રહ્યા છે.
માર્ગના કામની ગુણવત્તા ચકાસણી
માટે રજૂઆત
માનકુવા- ભારાસર માર્ગ બિસ્માર હોવાથી
વારંવારની રજૂઆતો બાદ માર્ગ પર અંતે ડામર કામ થતાં લોકોએ
હાશકારો અનુભવ્યો. પરંતુ આ હાશ લાંબી ન ટકી. કામ થયાને ૬૦ દિવસમાં
જ રોડ પર ફરી ગાબડા પડવા લાગ્યા.
માનકુવા- ભારાસર રોડ ફકત દેખાવ
પૂરતો જ બનાવી અને કામમાં ગેરરીતિ આચરતા વાહન ચાલકો હેરાન થઇ રહ્યા
છે. હજુ તો ચોમાસુ આવવાનું બાકી છે ત્યાં જ અનેક જગ્યાએ ગાબડા પડી
ગયા હતા.
આ માર્ગ અંદાજે રૂા. ૧૫ લાખ ખર્ચીને
નવો બનાવવામાં આવ્યો પરંતુ માર્ગ ફરી બિસ્માર બનતાં ખર્ચ પાણીમાં જતાં
માર્ગના કાર્યની ગુણવત્તા ચકાસણી કરી યોગ્ય પગલાં ભરી આવા તકલાદી
કામો થતાં અટકાવવા રજૂઆત કરાઇ છે.
|