home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

રેલવેનો લોકોને નુકસાનકર્તા નિર્ણય સ્થગિત
કચ્છ એકસપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ બનતાં અટકી

ભુજઃ

કચ્છીઓના જોરદાર વિરોધ બાદ મુંબઇ- ભુજ વચ્ચે દોડતી કચ્છ એકસપ્રેસ ટ્રેનને સુપર ફાસ્ટનો દરજજો નહીં આપવાનો રેલવેએ નિર્ણય લીધો છે. ટ્રેન સુપરફાસ્ટ નહીં બનતાં હવે ભાડું પણ યથાવત રખાશે.

ટ્રેનનું ભાડું પણ હવે નહીં વધે

આગામી પહેલી જુલાઇથી પ.રેલવેની લાંબા અંતરની ટ્રેનોનું નવું સમયપત્રક અમલી બનવાનું છે તેમાં કચ્છ એકસપ્રેસને સુપર ફાસ્ટ ટ્રેનનો દરજજો આપવા રેલવે બોર્ડ વિચારણા કરી રહ્યું હતું અને એટલે છેલ્લાં ૧ માસથી ટ્રેનનું ૧લી જુલાઇ અને એ પછીનું આરક્ષણ બંધ થઇ ગયું હતું.

ટ્રેનને સુપર ફાસ્ટનો દરજ્જો અપાયા બાદ પણ તેના રનંિગ સમયમાં માત્ર ૧૫થી ૨૦ મિનિટનો જ ઘટાડો થતો હતો તે સામે ટિકિટના દરમાં રૂા. ૨૦ અને ૩૦ તથા બિનઆરક્ષિત ટિકિટ દીઠ રૂા. ૧૦નો વધારો થતો હતો આમ આ ટ્રેનને સુપર ફાસ્ટનો દરજ્જો અપાતા કચ્છીઓને ફાયદા કરતાં નુકસાન વધારે જતું હતું.

આ સામે કચ્છીઓએ જોરદાર વિરોધ કરી જો ટ્રેનના દોડાવવાના સમયમાં ઓછામાં ઓછા બેથી અઢી કલાકનો ઘટાડો થાય તો જ તેને સુપર ફાસ્ટનો દરજ્જો આપવા રજૂઆતો કરી પરંતુ ટ્રેનનો સમય ઘટાડવાની રેલવેની તૈયારી નહોતી. આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી તથા રેલવે બોર્ડને રજૂઆત કરી આ અંગે યોગ્ય નહીં થાય તો વિરોધ કરવાની ચિમકી આપતા અંતે રેલવે મંત્રાલયે ટ્રેનને સુપર ફાસ્ટનો દરજ્જો ન આપવાનો નિર્ણય લીધો છે.

Copyright   © Gujarat Samachar