home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

નખત્રાણાના મંગવાણા, જિયાપર પંથકમાં ખેતી ઉપર પાણીનું સંકટ

ભુજઃ

નખત્રાણા તાલુકાના મંગવાણા અને જિયાપર પંથકમાં ખેતી પર જળ સંકટ તોળાતા ખેતીવાડી વેરાન બની રહી છે. વાડીઓના પાણી એટલી હદે ખરાબ બની ગયા છે કે ઘાસચારો પણ ઉગી શકતો નથી. આમ પાણીના અભાવે આ પંથકના ખેડૂતો ખોટનો ધંધો કરવાને બદલે ખેતીવાડીનો સંકેલો કરવા લાગ્યા છે.

પાણી પિયત યોગ્ય ન હોવાથી ઘાસચારો પણ ઉગતો નથી

આ પંથકમાં સતત ઓછા વરસાદ અને પાણીના સ્તર ઉંડા ઉતરતા તથા પાણીની ગુણવત્તા કથળતા વાડીઓ વેરાન થવા લાગી છે. આ પંથકમાં પાંચેક વર્ષથી ખેતીવાડીનું કોકડું ગુંચવાયું છે. પરિણામે નિરાશ બનેલા ખેડૂતો હવે જોખમ ઉઠાવવાને બદલે ખેતીવાડીનો જ સંકેલો કરવાનુ મુનાસીબ માની રહ્યા છે.

તળમાં પાણી રહ્યું નથી, ખેતી માટે જરૂરી ટ્રેકટર, ડીઝલ, દવા, ખાતર વગેરે મોંઘા ભાવે ખરીદવા પડે છે. ઉપરથી વીજળીના ભારણે ખેડૂતોની કમ્મર ભાંગી નાંખી છે. ખેતીવાડી ભાંગતા ગામડાઓમાં વેપાર- ધંધા પણ ડામાડોળ સ્થિતિમાં મૂકાઇ ગયા છે. મહેનત અને ખર્ચ પ્રમાણે વળતર ન મળતાં ખેડૂતો કરજમાં દબાતા જાય છે.

માધાપર, જિયાપર, મંગવાણા, પલિવાડ, આણંદપર વગેરે ગામોમાં ખેતીનો વ્યવસાય મોંઘો સાબિત થઇ રહ્યો છે. અગાઉ વાડીઓને લીધે આ પંથકમાં લીલોતરી જોવા મળતી હવે તેના બદલે ખાલી જમીન જોવા મળે છે. સુખપર (રોહા)થી વેસલપર સુધીની ડુંગરાળ પટ્ટીને બાદ કરતાં રોહા પંથકમાં વરસાદની ખેંચની અસર સ્પષ્ટ વર્તાય છે.

Copyright   © Gujarat Samachar