home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

મોબાઈલ સાથે ટકરાતા રોડ ડીવાઈડર કુદી જીપ ટ્રક સાથે અથડાઈ
કંડલા પોર્ટના પાંચ શ્રમિકોના વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ

ગાંધીધામ

કંડલા પોર્ટ પર નાઈટ ડયુટી માટે જઈ રહેલાં પાંચ શ્રમિકોના મધરાત્રે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ નિપજતા શોક છવાયો છે. સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી ટાટા મોબાઈલ સાથે અથડાયા બાદ જીપ રોડ ડિવાઈડર કૂદી બીજા માર્ગે આવતા ટૂક સાથે ટકરાઈ પડતા જીપમાં બેઠેલી ૧૧ વ્યકિતઓ પૈકી પાંચના મૃત્યુ નિપજયા હતા અને છ વ્યકિતને ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પામેલી બે વ્યકિતને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

નાઈટ ડયુટીમાં જતી વેળા મધરાત્રે સર્જાયેલા અકસ્માતથી હાઈવે મરણચીસોથી ગાજયોઃ છને ઈજાઃ બે ગંભીરઃ ઈજાગ્રસ્ત રાજકોટની હોસ્પિટલમાં

ગાંધીધામના ગોપાલપુરી નજીક ડોક લેબર બોર્ડ કોલોની અને અક્ષય કોલોનીમાં રહેતા શ્રમિકો રાત્રી દરમ્યાન લોડીંગ-અનલોડીંગના કામ અર્થે નાઈટડયુટીમાં જવા જીજે ૧૨-પી ૩૩૧૮ નંબરની જીપમાં જવા નિકળ્યા હતા. જીપ એફ.સી.આઈ. કોલોની નજીક પહોંચી ત્યારે રોંગ સાઈડમાં આવતી જીજે ૧-બી.પી. ૮૧૦૦ નંબરની ટાટા મોબાઈલ સાથે ટકકર સર્જાતા જીપ રોડ ડિવાઈડર ક્રોસ કરી બીજા રસ્તા પર સામેથી આવતા જીજે ૨૪-યુ ૨૧૬૮ નંબરના ટ્રક સાથે ટકરાઈ પડતા રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં સુમસામ હાઈવે મરણચીસોથી ગાજી ઉઠયો હતો.

આ અકસ્માતમાં, શ્રીકાન્ત દુધનાથ બીન્દુ (ઉ.વ.૫૬), ભગીરથ લક્ષ્મણ અડનાલા (ઉ.વ.૫૨) રામજી ઘનદેવ નિસાર (ઉ.વ.૫૨), રામજી ધનદેવ નિસાર (ઉ.વ.૪૬) રામસંિહ મોહનીલાલ ઠાકુર (ઉ.વ.૫૩) અને રામકિશન છબીલાલ કેવટ (ઉ.વ.૨૮)ના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા.

અન્ય ૬ને ઈજાઓ થઈ હતી તે પૈકી ૩ને સામાન્ય ઈજાઓ હતી- ત્રણને ગંભીર ઈજાઓ થતા કંડલાપોર્ટની હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા હતા ત્યાંથી વઘુ સારવાર અર્થે કંડલા પોર્ટના ડોકટરોની ટીમ સાથે રાજકોટ રીફર કરાયા હતા.

ગંભીર ઈજા પામેલા રાજપતિ લાલજી બંિદ (ઉ.વ.૨૩) અને જી. સત્યનારાયણ (ઉ.વ.૪૫)ને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લવાયા છે. જયારે, વઘુ ઈજા પામેલા શ્રી નિવાસ મોહનરાવ (ઉ.વ.૧૮)ને કચ્છમાં જ સારવાર અપાઈ રહી છે. અકસ્માતની ઘટના અંગે જીપ અને ટાટા મોબાઈલના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાયાનું પી.એસ.આઈ. પરમારે જણાવ્યું હતું.

અકસ્માતની જાણ થતા યુનિયનના આગેવાનો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા. એક સાથે પાંચ શ્રમિકોના આકસ્મિક મૃત્યુની ઘટનાથી કંડલા પોર્ટ અને ડોક લેબર બોર્ડ-કોલોનીમાં શોક છવાયો છે.

Copyright   © Gujarat Samachar