home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

જૂનાગઢમાં ઈગ્લીશ મિડીયમનાં વિદ્યાર્થીનો છાત્રાલયમાં આપઘાત

જૂનાગઢ

જૂનાગઢમાં ધો-૧૨ના ઈગ્લશ મીડીયમનાં વિદ્યાર્થીએ રહસ્યમય રીતે છાત્રાલયના બાથરૂમમાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. માળીયાનાં લાઠોદ્રા ગામનો વિદ્યાર્થી નાનુ કાળુભાઈ લાખાણી (ઉ.વ.૧૭) જૂનાગઢની ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સીસોદીયાકુમાર છાત્રાલયમાં રહીને સ્વામિ વિવેકાનંદ હાઈસ્કૂલમાં ધો. ૧૧ પાસ થઈ ત્યાં જ ધો. ૧૨ કોમર્સ ઈગ્લીસ મીડીયમમાં અભ્યાસ કરતો હતો.

બે દિવસ ગામડે વતનમાં ગયા પછી પરત ફરીને તુરંત છાત્રાલયનાં બાથરૂમમાં જઈ ઝેરી ટીકડાઓ ખાઈ પિતાને ફોન કર્યો

શની-રવિની રજામાં ગામડે ગયાં પછી આજે સવારે ગામડેથી આવીને સવારે ૯-૪૫ વાગે બાથરૂમમાં જઈ ઘઉંમાં નાંખવાના ત્રણ ટીકડા ખાઈ લીધા હતા.

ધો. ૧૦માં ૭૬ ટકા માર્કસ મેળવનાર આ વિદ્યાર્થીએ ટીકડા ખાધા બાદ તુરંત જ છાત્રાલયની બહાર લાલ ડબલામાંથી તેના પિતાને ફોન કરી તેણે ઝેરી ટીકડા ખાઈ લીધાનું જણાવ્યું હતું. ત્યાર પછી છાત્રાલયના ગૃહપતિને પણ જાણ કરી હતી.

ગૃહપતિના જણાવ્યા પ્રમાણે નાનુએ પોતે જીંદગીથી કંટાળી ગયાનું જણાવ્યું હતું. પરંતુ કયાં કારણોસર કંટાળી ગયો છે તે જણાવ્યું ન હતું. તેના ગુ્રપના વિદ્યાર્થીઓને પણ જાણ કરી ન હતી. આપઘાતની તૈયારી સાથે આવ્યો હોય તેમ વિદ્યાર્થીએ ગામડેથી આવ્યા બાદ તુરત જ બાથરૂમમાં જઈ આ પગલું ભર્યું હતું. મરનાર વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર તેમને ઘરે કોઈ તકલીફ નહોતી બે દિવસની રજામાં આવ્યો ત્યારે પણ ડીપ્રેશનમાં ન હતો છતાં જૂનાગઢ પહોંચતા વેંત આપઘાત કરવા પાછળનું કારણ મળતુ નથી. આ બનાવની તપાસ બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar