home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

રાજકોટનાં આજી ડેમ ચોકડી પાસે ભારતનગરમાં બનેલી કરૂણ દુર્ઘટના
લોખંડના તોતીંગ દરવાજા નીચે દબાઈ જતા બે બાળકોનાં મોત

રાજકોટ,

આજી ડેમ ચોકડી પાસે ગંજીવાડા નજીકના ભારતનગર મફતીયાપરામાં આવેલા ટાઈલ્સના કારખાનામાંથી બહાર આવી રહેલા ડમ્પરની ટ્રોલી કારખાનાનાં ડેલા ઉપર રહેલા બીમ સાથે અથડાતા તેના ટેકે ઉભેલો લોખંડનો તોતીંગ વજનદાર દરવાજો ફસકી ગયો હતો અને બહારની દિશામાં ધસી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા બે માસુમ બાળકો તેની નીચે દબાઈને મોતની ગોદમાં સમાઈ ગયા હતા. આ કરૂણ અને અરેરાટી સર્જનાર ઘટનાથી આ વિસ્તારનાં શ્રમજીવી પરિવારોમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. બી ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો દાખલ કર્યો હતો.

ટાઈલ્સના કારખાનામાંથી બહાર નિકળતા ડમ્પરની ટ્રોલી બીમ સાથે અથડાતા તેના ટેકે ઉભેલો દરવાજો ફસકી ત્યાંથી પસાર થતા બે બાળકો પર ખાબક્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ભારતનગર મફતીયાપરામાં મોટા ભાગના શ્રમજીવી પરિવારો રહે છે. આ વિસ્તારમાં આવેલ સહજાનંદ ટાઈલ્સ નામનાં કારખાનામાંથી આજે સવારે નવેક વાગ્યે માલ ખાલી કરીને બહાર નીકળી રહેલા ડમ્પરના ચાલકે બેદરકારી દાખવી ટ્રોલી અંદર બેસાડી ન હતી જેથી કારખાનાનાં મુખ્ય દરવાજામાંથી બહાર નિકળતી વખતે ટ્રોલી દરવાજાની ઉપર આવેલ વજનદાર બીમ સાથે અથડાતા તેનાં ટેકે ઉભેલો લોખંડનો દરવાજો ફસકી ગયો હતો અને બહારની દિશામાં ખાબક્યો હતો. બરાબર આ સમયે ત્યાંથી ભાગ લઈને પરત ઘરે જઈ રહેલા જયપાલ લાખાભાઈ પરસાડીયા (૬) અને કિશન લખમણ ગમારા (૮) ઉપર અંદાજે બસ્સો કિલો વજનનો આઠ બાય છ ફૂટનો આ તોતીંગ દરવાજો પડતા બંને માસુમ બાળકો તેની નીચે દબાઈ ગયા હતા.

તેમની ચિસો સાંભળી આસપાસના રહીશો ત્યાં દોડી આવ્યા હતા અને મહામહેનતે દરવાજો હટાવી તેની નીચેથી બંને બાળકોને લોહી નંિગળતી હાલતમાં બહાર કાઢયા હતા પરંતુ બંનેના કુમળા શરીર પર આટલો વજનદાર દરવાજો પડયો હોવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમનાં મૃતદેહો જ પહોંચ્યા હતા.

ઘટના સ્થળે હાજર મૃતક જયપાલનાં પિતા લાખાભાઈએ જણાવ્યું કે, ડમ્પર ચાલકની બેદરકારીને કારણે જ અમારા બાળકોનાં મોત થયા છે. ડમ્પર ચાલક નશામાં ઘૂત બની વાહન ચલાવવાની ટેવવાળો છે. અમારા વિસ્તારમાંથી હમેશા માતેલા સાંઢની જેમ વાહન લઈ નિકળતો. આજે સવારે ડમ્પર ચાલક માલ ખાલી કર્યા બાદ કોઈનો મોબાઈલ ફોન આવતા વાતોમાં મશગુલ બની ગયો હતો અને તેની ટ્રોલી અંદર બેસાડવાનું ભૂલી ગયો હતો. જેથી આ દૂર્ઘટના સર્જાઈ હતી. આસપાસનાં રહીશોએ પણ ડમ્પર ચાલક સામે આક્રોશ દર્શાવ્યો હતો અને એમ પણ કહ્યું કે, ટાઈલ્સના કારખાનામાં દરવાજો બરાબર ફીટ કરાયો ન હતો. બીમના ટેકે અને ઈંટોનું ચણતર કામ કરી તેને ગોઠવી દેવાયો હતો. બે માસ પહેલા પણ આ દરવાજો ધસી પડયો હતો. સદનસીબે તે વખતે કોઈ આસપાસ નહીં હોવાથી જાનહાની થઈ ન હતી. ત્યારે જ જો ગંભીરતા સમજી દરવાજાને બરાબર ફીટ કરી દેવાયો હોત તો આજની દુર્ઘટના બની ન હોત.

આજે સવારે આ દૂર્ઘટના બન્યા બાદ કારખાનાનો ‘‘મોતનો દરવાજો’’ બહારની દિશામાં અને બીમ સીધો ડમ્પરની કેબીન પર ખાબકતા કેબીનનો ભાગ પણ દબાઈ ગયો હતો. બાદમાં ક્રેઈનની મદદથી બીમને ડમ્પરની કેબીન પર ઉપડાવાયું હતું. બી ડિવીઝન પોલીસે મૃતક બાળકનાં પિતા લાખાભાઈની ફરિયાદ પરથી ડમ્પર નંબર જીજેક્યુ ૭૫૧૩નાં ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવી બે બાળકોનાં મોત નિપજાવવા અંગે ગુનો દાખલ કર્યો હતો. બનાવ બાદ ડમ્પર ચાલક નાસી જતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.

Copyright   © Gujarat Samachar