home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

વિવાદના કારણે વિડીયો પાર્લરોને તડાકો
રાજકોટમાં ‘ફના’ની પાઇરેટેડ વિડીયો સી.ડી.નું ઘૂમ વેચાણ

રાજકોટ,

‘ફના’ની સી.ડી. છે?- રાજકોટના વિડીયો પાર્લરોમાં બે-ચાર દિવસ પહેલાં આ પ્રશ્નનો સીધો જ જવાબ આપતાં- ‘ના’- નથી! પણ, હવે એ ગ્રાહકની સામુ જૂએ છે, થોડી ચકાસણી કરે છે ને પછી હળવેકથી કહે છે- ભાડે નહીં મળે- વેચાતી જોઇતી હોય તો કહો... અને બહુ જૂજ ગ્રાહકો સિવાય કોઇ ઇન્કાર કરતું નથી.

વિરોધ થવાની બીકે દુકાનદારો રૂા. ૨૦માં ભાડે આપવાને બદલે સીઘુ રૂા. ૮૦માં વેચાણ કરી નાખે છે

ગુજરાતમાં ભાજપ યુવા મોરચાએ નર્મદા ડેમ વિરોધી અભિયાનમાં જોડાવા બદલ આમિરખાનની ફિલ્મોના બહિષ્કારની ધમકી આપતાં યશ રાજ બેનરની ફિલ્મ ‘ફના’ બીજા સપ્તાહે પણ એક પણ થિયેટરમાં રજૂ થઇ નથી. ગુજરાતની પ્રજા માટે નર્મદા ડેમ જીવાદોરી છે અને આમીરખાનની કોમેન્ટસથી લોકો ખફા છે- પરંતુ ફિલ્મોની દિવાનગી પણ ગુજરાતમાં જોરદાર છે.

ફિલ્મો હોય કે સિરીયલો... તેની સફળતા માટે ગુજરાત બહુ મહત્વ ધરાવે છે. ‘ફના’ રિલીઝ થઇ એ જ દિવસથી વિડીયો સી.ડી. પાર્લરોમાં ‘ફના’ની સી.ડી. માટે જબરદસ્ત ડિમાન્ડ નીકળી હતી, પરંતુ સત્તાધારી પક્ષના ફરમાન સામે કોઇ પાર્લરોએ ફનાની સી.ડી. માટે હંિમત કરી ન હતી પરંતુ હવે દિવસો વિતવાની સાથે પહેલાં મુંબઇમાં અને હવે પાઇરસી સિન્ડીકેટે ફનાનું પાઇરેટેડ વર્ઝન ગુજરાતમાં ધુસાડી દીઘું છે.

છેલ્લાં બે-ચાર દિવસથી કોમ્પ્યુટર ઉપર બનતી પાઇરેટેડ સી.ડી.માં રાત ને દિવસ ‘ફના’ની ધડાધડ કોપી થઇ રહી છે. એક પાર્લરના માલિકે નામ ન છાપવાની શરતે કહ્યું કે આમીર અને કાજોલની આ ફિલ્મ આમ પણ આકર્ષક તો હતી જ, તેમાં વળી વિવાદના કારણે જોરદાર પબ્લિસીટી થઇ જતાં હવે લોકો માંગીએ તે ભાવે ‘ફના’ની સી.ડી. ખરીદી રહ્યા છે.

Copyright   © Gujarat Samachar