home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ભેંસાણ રોડ પર હત્યાનો ભેદ ઉકેલાયો
પત્ની સાથે આડાસંબંધનો ઠપકો આપતા રમેશની હત્યા કરાવાઇ

સુરત,

અઠવાડિયા અગાઉ ભેંસાણ રોડ પર સુરત મહાનગરપાલિકાના કર્મચારીની થયેલી હત્યામાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનુ ંબહાર આવ્યું છે. પત્ની સાથે આડો સંબંધ ધરાવનાર ગામના જ યુવાનને ટપારવા જતા, ઉશ્કેરાયેલા યુવાને રૂા. ૩૦,૦૦૦ માં સોપારી આપીને મનપાના કર્મચારીનું કાસળ કાઢી નાંખતા ચકચાર મચી જવા પામી છે.

પાલિકાની કર્મચારીની હત્યા માટે ગામના જ ભરત પટેલ અને કલ્પેશ કંડમે રૂા. ૩૦ હજારમાં સુરેશ પવારને સોપારી આપી હતી

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીની અટક કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભેંસાણ ગામમાં રહેતા અને મનપામાં નોકરી કરતા રમેશભાઇ ઝીણાભાઇ પટેલ ગત ૨૧ મી મે ના રોજ કાકાભાઇ દિલીપભાઇ મંગુભાઇ પટેલ સાથે મોટર સાયકલ ઉપર બેસીને દાંડી રોડથી ભેંસાણ ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઇસમોએ લોખંડના સળીયા વડે રમેશને માથાના ભાગે માર મારતા તથા દિલીપભાઇના જમણા હાથે સળીયાના ફટકા મારતા ફ્રેક્ચર થઇ ગયુ હતુ. આ બનાવમાં રમેશ પટેલનું મોત થઇ ગયુ હતુ. પોલીસે બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ફરિયાદી દિલીપ પટેલની પણ પુછપરછ કરવા છતાં તેણે પણ ચુપકીદી સેવી લીધી હતી. આથી રાંદેર પોલીસ સ્ટેશનના પો.ઇ. આર.એસ.પટેલ ભેંસાણ ગામમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન રમેશ પટેલની પત્નીનો ગામના પરિણિત યુવતિ ભરતભાઇ ડાહ્યાભાઇ પટેલ સાથે આડાસંબંધ હોવાની વિગતો જાણવા મળી હતી. આથી પોલીસે ભરત પટેલની અટક કરી પુછપરછ શરૂ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. હત્યા થઇ તેના બે મહિના અગાઉ જ રમેશભાઇ પટેલે ભરતને આડા સંબંધ વિશે ઠપકાર્યો હતો. અને કહ્યું હતુ કે મારી પત્નીને મળવાનું છોડી દે, નહીંતર તારા હાથ ટાંટીયા તોડી નાંખીશુ. આથી ગભરાયેલા ભરત પટેલે આ વાત કાકાભાઇ કલ્પેશ કંડમને કરી હતી. કલ્પેશ કંડમ મોટરસાયકલ પર ભરતને બેસાડીને ધાસ્તીપુરામાં રહેતા સુરેશ પવાર પાસે લઇ ગયેલો. અને રમેશને મારી નાંખવાની સોપારી આપેલી. આ સોપારીના રૂા. ૫૦,૦૦૦ આપવાનું કહ્યુ હતુ. પરંતુ ભરતે આટલા રૂપિયા નહીં હોવાનું જણાવતા રૂા. ૩૦,૦૦૦ માં પતાવટ થઇ હતી.

સોપારી મળ્યા બાદ ૨૧ મી ના રોજ સુરેશ પવાર મિત્ર નાસીર મહમ્મદ સાથે હિરો હોન્ડા મોટરસાયકલ પર બેસીને ેભેંસાણ ગામની સીમમાં ગયો હતો. અને ભરત અને કલ્પેશ કંડમે બતાવેલ રમેશ પટેલ પર હુમલો કરીને ભાગી છુટ્યા હતા. પોલીસે આ ગુનામાં ભરત ડાહ્યા પટેલ, કલ્પેશ કંડમ, સુરેશ પવાર અને નાસીર મહમ્મદની અટક કરી હત્યામાં વપરાયેલ બુલેટ મોટરસાયકલ, હોન્ડા સ્લીક તથા કાવાસાકી બજાજ તેમજ ત્રણ મોબાઇલફોન કબ્જે લીધા છે. આ હત્યાનો ભેદ ઉકેલવામાં રાંદેર પો.ઇ.શ્રી આર.એસ.પટેલ, સર્વેલન્સ સ્ટાફના હે.કો. અહમદ અલી સૈયદ, પો.કો. નરેશભાઇ પટેલ, અરવંિદ ચૌધરીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Copyright   © Gujarat Samachar