home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં
ડેપ્યુટી કમિશ્નર ગામીત પાસેથી રિક્રુટમેન્ટનો ચાર્જ ખેંચી લીધો

સુરત,

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (પર્સોનલ એન્ડ ઈન્કવાયરી) પાસેથી રિક્રુટમેન્ટનો ચાર્જ લઈ લેવાનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. આવા અણધાર્યા નિર્ણયના કારણે અધિકારી વર્તુળમાં ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું છે. આવનારા દિવસોમાં ખાતાની વહેચણી થાય તેમાં અધિકારીઓમાં ચાલતું રાજકારણમાં ગરમાટો આવે તેવી ચર્ચા ચાલી રહી છે. પાલિકામાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની ફરિયાદના કારણે આ પગલાં લેવામાં આવ્યા હોવાની પણ ચર્ચા જોરશોરમાં થઈ રહી છે.

અધિકારીઓમાં ચાલતું રાજકારણ કે ભ્રષ્ટાચારની થયેલી ફરિયાદના કારણે આવો નિર્ણય કરવામાં આવ્યો હોવાની ચર્ચા

સુરત મહાનગરપાલિકામાં આઠ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રીસથી વઘુ ગામોને સમાવવા માટે કવાયત ચાલી રહી છે. આવા સંજોગોમાં પાલિકામાં ભરતી થાય તે સ્વાભાવિક છે. પરંતુ આવા સંજોગોમાં પાલિકામામાં મહેકમ વિભાગનો હવાલો સંભાળતાં ડે. કમિ. સી.જે ગામીત પાસેથી રિક્રુટમેન્ટનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે.

ડે. કમિશનર ગામીત પાસેથી ચાર્જ લઈ ડે. કમિ. (સ્પે.) પ્રદિપસંિહ ઝાલાને સોંપવામાં આવ્યો છે. આજે અચાનક કરવામાં આવેલા આ ઓર્ડરના કારણે પાલિકમાં ભારે ચર્ચા થઈ રહી છે. પાલિકાના અનેક અધિકારીઓ પર એક કરતાં વઘુ ખાતાઓનો બોજ છે. આ બોજ હળવો કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં શહેરનું હદ વિસ્તરણ કરવામાં આવશે તેમાં પણ કામગીરી વધશે તેથી ગામીતના માથેથી જવાબદારી ઓછી કરવા માટે પગલું ભરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક કારણ બતાવવામાં આવી રહ્યું છે.

પરંતુ પાલિકામા ંજે ચર્ચાઓ થઈ રહી છે તેમાં એક ચર્ચા એવી છે કે પાલિકામાં થતી ભરતીમાં અંગે અનેક ફરિયાદો ઉઠી હતી. મ્યુનિસિપલ કમિશનરની રાજ્યના મંત્રીઓ સુધી ફરિયાદ પહોંચી હતી, જેના કારણે ગામીત પાસેથી રિક્રુટમેન્ટનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. તો બીજી એક ચર્ચા એવી છે કે, આગામી દિવસોમાં ભરતીની શક્યતા જોઈ મલાઈદાર ખાતુ મેળવવા માટે લાઈન લગાવનારા અધિકારીઓએ ફરિયાદ ઉભી કરાવી હતી.

સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ થયાં બાદ અધિકારીઓના માથે નવી જવાબદારીઓ પણ નાંખવામાં આવશે. તેમાં અધિકારીઓને ખાતાની વહેચણી કરવામાં આવશે પરંતુ સૌથી મલાઈદાર અને પ્રતિષ્ઠીત એવા ખાતા મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનરની કૃપા હોવું જરૂરી છે. તેથી મ્યુનિસિપલ કમિશનરની નજીક મનાતા અધિકારીઓએ પોતાને મનગમતા ખાતા મેળવવા પ્રયાસ શરૂ કરી દીધો છે. જેના પરિણામે આજે આવો અણધાર્યો ઓર્ડર કરી દીધો હોવાનું કહેવાય છે. આમ, પાલિકાના અધિકારીઓમાં ચાલતું આંતરિક રાજકારણ કે પછી ભ્રષ્ટાચારની ફરિયાદ કે પછી કામના ભારણના આધારે ખાતાની વહેચણી કરવામાં આવી હોવાનું પાલિકામાં ચર્ચાઈ રહ્યું છે.

Copyright   © Gujarat Samachar