ધો. ૧૧ના પ્રવેશમાં અનામત ક્વોટાના વિદ્યાર્થીઓને અન્યાય
સુરત,
શહેર અને જિલ્લાની ઉચ્ચતર માઘ્યમિક શાળાના
ધોરણ-૧૧માં હાલમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરીનો પ્રારંભ થઇ ચૂક્યો
છે. ત્યારે શાળાના સંચાલકો દ્વારા સરકારી ધારા-ધોરણ મુજબ
અનામત કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બેઠકો ફાળવવામાં ગેરરીતિઓ
આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.
અનામત બેઠકો ફાળવવામાં કેટલીક
શાળાઓમાં ગોબાચારી થતી હોવાની રજૂઆત
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
દ્વારા બહાર પાડેલા પરિપત્ર મુજબ વિજ્ઞાન પ્રવાહના વર્ગ દીઠ ૬૬ વિદ્યાર્થીઓ
સમાવવાના છે. જે પૈકી ૪૦ વિદ્યાર્થીઓ જે તે શાળાના વિદ્યાર્થીઓને મેરીટ
મુજબ પ્રવેશ અપાશે તથા અન્ય શાળાના વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ અપાશે
તથા અન્ય શાળાના ૧૦ છાત્રોને સમાવવાના રહેશે. દરેક શાળાના પ્રત્યેક
વર્ગમાં અનામત છાત્રો માટે ૧૬ બેઠકો ફાળવવામાં આવશે. શાળાઓના
વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ અપાશે. પરિપત્ર
હોવા છતાં શહેરની કેટલીક નામાંકિત શાળાઓમાં અનુસુચિત જાતિ, જનજાતિ
અને ઓબીસીના વિદ્યાર્થીઓને ફોર્મ ઓછી ટકાવારીના બહાના હેઠળ આપવામાં
આવતા નથી અને આ રીતે તેઓને પ્રવેશ માટેની તક સુદ્ધાં ઝૂંટવી લેવામાં
આવી છે.
તદ્દઉપરાંત સુરત શહેર અને જિલ્લાની વિજ્ઞાન
પ્રવાહની કુલ ૫૨૮૦ પૈકી ૧૪૪૦ બેઠકો અનુસુચિત જાતિ, જનજાતિ અને ઓબીસીને
ઓછી ફાળવણી થઇ છે. ઉપરોક્ત બાબતે આજે અનામત સમર્થન સમિતિના કન્વીનર
ડૉ. અર્જુન પટેલે અને અન્ય કાર્યકરોએ જિલ્લા કલેકટર શ્રીમતી વત્સલા વાસુદેવાને
આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે ધોરણ ૧૧ની પ્રવેશ પ્રક્રિયા
પારદર્શક બને તે હેતુથી જે તે શાળાઓમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓ,
તેઓની ટકાવારી, પ્રવેશ કેટેગરી, ઓપન ક્વોટામાં ફાળવવામાં આવેલ
બેઠકો, તેઓની ટકાવારી, અનામત ક્વોટામાં ફાળવેલ બેઠકો તમામ બાબતો
જાહેર જનતાની જાણ માટે વર્તમાનપત્રો કે નોટીસ બોર્ડ પર મૂકવી જોઇએ.
સાથે જ શાળાના સંચાલકો દ્વારા અનામત કક્ષાના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવા
બાબતે જે ગેરરીતીઓ આચરવામાં આવે છે તે અટકાવવા માંગ કરી હતી.
જિલ્લા કલેકટરે પ્રવેશ પ્રક્રિયા બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ
કરવાનો હુકમ કર્યો હતો.