પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો અસહ્ય મોંઘવારી વધારશે
અમદાવાદ,
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કરવામાં
આવેલા વધારાની પહેલી અસર ટ્રાન્સપોર્ટના દર પર પડવાની શક્યતાને
કારણે શાકભાજી, અનાજ, સિમેન્ટ સહિતની સામગ્રીના ભાવમાં પાંચથી સાત ટકાનો
વધારો આવી જવાની શક્યતા રહેલી છે. કેન્દ્ર સરકારનું આ પગલું
ઓઈલ કંપનીઓની ખોટ ઘટાડશે, પરન્તુ સામાન્ય પ્રજાના પર મોટો ખર્ચબોજ
વધારનારું સાબિત થશે. દરમિયાન, જુના ભાવે પેટ્રોલ ભરાવી
લેવા પેટ્રોલ પંપો પર વાહનચાલકોની કતારો જોવા મળી હતી.
જુના ભાવે પેટ્રોલ ભરાવી લેવા
પેટ્રોલ પંપો પર વાહનચાલકોની કતારો ઃ ટ્રાન્સપોર્ટરોએ વેટના
દરમાં ઘટાડો કરવા કરેલી માંગ
કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ
રૂા. ૪નો અને ડિઝલના ભાવમાં લિટરદીઠ રૂા. ૨નો વધારો કરવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સામે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતા
૨૬ ટકાના અને ડિઝલ પર લેવામાં આવતા ૨૪ ટકા વેટના દરમાં ઘટાડો
કરવાની ટ્રાન્સપોર્ટર્સ એસોસિશિયેશનના હિતેન વસંતે માગણી કરી છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વેટનો
દર ૨૬ ટકા અને ૨૪ ટકા જેટલો ઊંચો છે. આટલો ઊંચો દર
દેશના અન્ય કોઈ જ રાજ્યમાં નથી. આ દરમાં રાજ્ય સરકાર ઘટાડો
કરે તો ગુજરાતની બહાર ડિઝલનો વેપારી ખેંચાઈ જતો અટકશે. બીજી તરફ
તેને કારણે સ્થાનિક ટ્રક ઓપરેટરોને પણ તેનો ફાયદો થશે. સરકારનું
આ પગલું મોંઘવારીને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ બનશે.
ડિઝલના દરમાં કરાયેલા રૂા. બેના
વધારાની સૌથી પહેલી અને સીધી અસર દૂધ અને શાકભાજીના
ભાવ પર પડતી જોવા મળશે. આ વધારાને પરિણામે શાકભાજીના ભાવ ઊંચકાઈ
જવાની દહેશત છે. બીજી તરફ દૂધનું પરિવહન કરવા માટેનો
ખર્ચ પણ ઊંચો જશે. તેની અસર પણ તેના ભાવ પર પડવાની સંભાવના રહેલી
છે.
સામાન્ય પ્રજાની માફક વેપાર-ઉદ્યોગ પર
પણ તેની અસર પડવાની સંભાવના રહેલી છે. ક્રૂડમાંથી જ તૈયાર કરવામાં
આવતા લાઈટ ડિઝલ ઓઈલ અને ફર્નેશ ઑઇલના ભાવ ઊંચા જતાં ટેક્સટાઈલ
અને કેમિકલ ઉદ્યોગ પર તેની અસર પડશે. ફર્નેશ ઓઈલનો વધારે પડતો
ઉપયોગ ટેક્સટાઈલમાં પ્રોસેસંિગનું કામ કરતાં એકમો કરે છે. ડાઈંગ
પ્રિન્ટંિગના માટે ઉપયોગમાં લેવાતા બોઈલરને ચલાવવા માટે એલડીઓ
ને ફર્નેશ ઓઈલનો ઉપયોગ કરાય છે. તેવી જરીતે કેમિકલ ફેક્ટરીઓમાં
નવા રસાયણો તૈયાર કરવા માટે હાઈપ્રેશર બિલ્ટઅપ કરવા માટે કોલસાને
બદલે એલડીઓ અને ફર્નેશ ઓઈલનો ઉપયોગ કરવો પડે છે. તેને
કારણે કેમિકલનું ઉત્પાદન મોંધું થશે. પરન્તુ બીજી તરફ ચીન આંતરરાષ્ટ્રીય
કેમિકલ બજારના ભાવ તોડી રહ્યું હોવાથી કેમિકલના ઉત્પાદકો તેમના
પ્રોડક્ટ્સના ભાવ વધારી શકશે નહિ. પરિણામે તેમના માર્જિનમાં ઘટાડો
થશે. તેથી કેમિકલના ઉત્પાદકોની કઠણાઈમાં વધારો થશે.