home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
નર્મદામાં ડૂબી ગયેલા સગા બે ભાઈ સહિત
ત્રણ યુવાનોની અંતિમયાત્રા નીકળતાં અંકલેશ્વરમાં શોક

અંકલેશ્વર,

અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપીયા ગામે રવિવારની રજા માણવા ગયા બાદ નર્મદા નદીમાં ડુબી ગયેલા બે સગાભાઈ સહિત ત્રણ આશાસ્પદ યુવાનોની અંતિમયાત્રા એક સાથે નીકળતાં સમગ્ર ચૌટાબજાર વિસ્તાર હિબકે ચડ્યું હતું.

પરિવારના આધાર છીનવાઈ જતાં પરિવારો હતપ્રભ

અંકલેશ્વરના ચૌટા બજારના કસાર ફળીયા તથા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા નવ જેટલા યુવાનો સરફુદ્દીન ખાલપીયા ગામ નજીક રવિવારની રજા માણવા ગયા હતા. નર્મદા નદીમાં ન્હાવા પડેલા સાગર બાબુ પટેલને બચાવવા પડેલો નાનો ભાઈ શૈલેષ અને તેનો મિત્ર ચંિતન સોલંકી ઉંડા પાણીમાં ડુબી જતાં મોત થયું હતું.

મૃત્યુ પામનાર સાગર અને શૈલેષ બંને સગાભાઈ છે અને તેઓ પરિવારનો આધાર હતા અને તે આધારને નર્મદા નદીએ છીનવી લીધો હતો. જ્યારે ચંિતન જેવા આશાસ્પદ યુવાનના મોતથી પરીવારજનોને ઘેરો આઘાત લાગ્યો છે.

આજે સવારે ચૌટાબજારના કસાર ફળીયામાંથી બે સગા ભાઈ સાગરઅને શૈલેષ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના ચંિતનની અંતિમ યાત્રા પણ એક સાથે નિકળતાં હજારો લોકો જોડાયા હતા. ત્રણેના પરીવારજનોના હૈયાફાટ રૂદનથી લોકોના હૃદય કાંપી ઉઠ્યાં હતાં.

Copyright   © Gujarat Samachar