home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

વોર્ડ ઓફિસોમાં યોજાતા લોક દરબારો બંધ કરવા માગ
પાલિકામાં ટેકનિકલ સ્ટાફની અછતથી કામગીરીમાં અસર

વડોદરા,

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં.૧૨માં પાણી, ગટર, ડ્રેનેજના કામો નહીં થતા તેના વિરોધમાં સ્થાનિક મહિલાઓએ તોડફોડ કરી, અધિકારીઓની હાય હાય બોલાવી બે દિવસ અગાઉ ધમાલ મચાવી હતી. આ બનાવને સાંકળી લઇ પાલિકાના અધિકારીઓએટેકનિકલ સ્ટાફની તંગીને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે, તેવો રોષ ઠાલવીને તાકીદે ટેકનિકલ સ્ટાફની ભરતી કરી આવી સ્થિતિનું વારંવાર નિર્માણ થતું રોકવા રજૂઆત કરી હતી.

કમિશનર અને સિટી ઇજનેર સમક્ષ રજૂઆત જરૂર પડ્યે હડતાળ પર ઊતરી જવાની ચીમકી

પાલિકાના અધિકારીઓ, વોર્ડ ઓફિસરો, ઇજનેરો વગેરે આજે કમિશનરને મળ્યા હતા અને હાલમાં ટેકનિકલ સ્ટાફની જે તંગી છે, તેનાથી પડતી મુશ્કેલીઓથી વાકેફ કર્યા હતા. અત્રે એ નોંધનીય છે કે પાલિકામાં ઘણા વખતથી ટેકનિકલ સ્ટાફની અછત છે. જો કે સરકારે વીસ ટકા ભરતી કાપ સુચવ્યો છે. આમ છતાં જેટલી મંજુર જગ્યાઓ છે, તેમાં વીસ ટકા કાપને અનુસરવામાં આવે તો પણ જે જગ્યાઓ બાકી રહે છે, તેટલી ભરવામાં શો વાંધો હોઇ શકે તેવી રજુઆત કરવામાં આવી હતી. કમિશનરે આવતીકાલે સાંજે આ સંદર્ભે બેઠક યોજી ચર્ચા કરવાની ખાતરી આપી હતી.

આ પછી અધિકારીઓ અને ઇજનેરો સીટી એન્જિનિયરને મળ્યા હતા અને ટેકનિકલ સ્ટાફના વાંકે પડતી મુશ્કેલીઓની રજૂઆતો કરી હતી. વોર્ડ ઓફિસોમાં યોજાતા લોક દરબારો બંધ કરી દેવાનું પણ સૂચન કર્યુ હતુ. લોક દરબારોના કોર્પોરેટરો દ્વારા સ્થાનિક લોકો પર પ્રભાવ પાડવા માટે આક્રમક બનીને ઉશ્કેરણી માટે માહોલ સર્જે છે, તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ સ્ટાફની અછત હોવા અંગે કમિશનર સાથેની બેઠકમાં રજૂઆતો થતી રહી છે, છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. ચોમાસુ માથે છે અને કામગીરી વધશે, ત્યારે જો સ્ટાફની નિયુક્તિ કરવામાં નહીં આવે તો હડતાળનું અંતિમ શસ્ત્ર ઉગામવાની ચીમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Copyright   © Gujarat Samachar