કંસારા ફાર્મસી કોલેજના ૬૦ વિદ્યાર્થીઓનું ભાવિ અઘ્ધરતાલ
વડોદરા,
નવી કોલેજોને મંજૂરી આપવામાં કોઈ
સમય મર્યાદાના પાલનનો અભાવ તથા સરકારી તંત્રની જડતાના કારણે વડોદરા
નજીકની પ્રશાંત એન્ડ મિત્તલ કંસારા ફાર્મસી કોલેજમાં બી.ફાર્મના ગયાં
વર્ષે પ્રવેશ લેનારા ૬૦ વિદ્યાર્થીઓનું ભાવિ અઘ્ધરતાલ બની ગયું છે.
મંજૂરી મોડી મળી ઃ જોઈન્ટ કમિટી
દ્વારા પ્રવેશોના અભાવે એનરોલમેન્ટ બાકી ઃ કાનૂની લડતનો અંત ના
આવે ત્યાં સુધી ભાવિ અનિર્ણીત
આ વિદ્યાર્થીઓના પ્રવેશ સેન્ટ્રલ એડમિશન
કમિટી દ્વારા નહીં થયાનું કારણ બતાવી ગુજરાત યુનિવર્સિટીએ એનરોલમેન્ટ
આપવાનો ઈન્કાર કરી દેતાં વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે કોલેજને એસાઈલરીએ
મંજૂરી છેક છેલ્લી ઘડીએ આપી તે પછી તરત જ જોઈન્ટ એડમિશન કમિટીને જાણ
કરાઈ હતી.છતાં કમિટીએ સમયમર્યાદામાં જવાબ આપ્યો નહીં અને પ્રવેશ
પ્રક્રીયા આટોપી લીધી હતી. આ ઘટનાક્રમની પૂરેપૂરી માહિતી સાતે જ
વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ અપાયો હતો અને ભવિષ્યમાં આ મુદ્દે અદાલતી
વિવાદ પણ થઈ શકે છે એમ તેમને જણાવાયું હતું.
યુનિવર્સિટીએ એનરોલમેન્ટનો ઈન્કાર
કરતાં આ મુદ્દે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. પણ, હાઈકોર્ટે
ગઈતા. ૩૧મીએ અરજી ફગાવી દીધી હતી. આથી, વિદ્યાર્થીઓ તા.
પહેલીથી શરૂ થતી પરીક્ષા આપી શક્યા ન હતા અને તેમનું વર્ષ બગડ્યું હતું.
કોલેજ સંચાલકો હવે આ ચુકાદા સામે અપીલ દાખલ કરવાનું વિચારે
છે. સંચાલકોએ વિદ્યાર્થીઓને જણાવ્યા મુજબ તેઓ આ મુદ્દે છેક સુધી
કાનુની લડત આવશે પણ, આ લડતનો અંતના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું
ભાવિ અનિર્ણીત જ રહેવાનું છે એ નક્કી છે. જોકે, વર્ષ ૨૦૦૬-૦૭ માટે આ
કોલેજને ૬૦ બેઠક ભરવાની મંજૂરી મળી ચુકી છે. વાઘોડીયા નજીક પીપળીયા
ખાતે પીએમ કે ફાર્મસી કોલેજ મૂળ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઈ
હતી. પણ, બે વર્ષ અગાઉ ઈન્સ્પેક્શન દરમિયાન આ કોલેજોમાં યોગ્ય
ધારાધોરણ નહીં જળવાતાં હોવાનું જણાતાં તે બંધ કરી
દેવાઈ હતી અને તેના વિદ્યાર્થીઓને અન્યત્ર સમાવી લેવાયા હતાં.
જોકે, ૨૦૦૫-૦૬નાં શૈક્ષણીક વર્ષથી આ
કોલેજને ફરી બી.ફાર્મના કોર્સ માટે મંજુરી અપાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીએ
૧૦/૩/૨૦૦૫ના જોડાણ આપ્યું હતું. એ પછી એઆઈસીટીએ ૨૦૦૫-૦૬નાં શૈક્ષણીક
વર્ષ માટે ૬૦ બેઠકોની મંજૂરી છેક ૨૮-૧૦-૨૦૦૫ના આપી હતી. કોલેજ એ
જ દિવસે જોઈન્ટ એડમિશન કમિટીને પત્ર પાઠવી તેમને વિદ્યાર્થીઓ ફાળવવા
અથવા મેરીટ યાદી મોકલવા જણાવ્યું હતું જેથી તેઓ પ્રવેશ જાહેરાત
આપી શકે.આ પત્ર જોઈન્ટ એડમિશન કમિટીને તા. ૨૯મી ઓક્ટોબરે મળી ગયાના
પુરાવા છે. છતાં કમિટીએ તત્કાળ કોઈ કાર્યવાહી કરવાને બદલે છેક
૧૪મી નવેમ્બરે કોલેજને જાણ કરી હતી કે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તો
તે કોલેજની જવાબદારી રહેશે. પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને ડિસેમ્બર
માસમાં ગુજરાત યુનિવર્સિટીએ એનરોલમેન્ટ આપવાનો ઈન્કાર કરી દીધો
હતો. આથી, કોલેજે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. હાઈકોર્ટે ગઈ
તા. ૩૧મીએ કોલેજની અરજી ફગાવી દીધી હતી. હવે, સંચાલકો
દ્વારા વિદ્યાર્થીઓને આ મુદ્દે કાનુની લડત ચાલુ રાખવામાં આવશે એમ જણાવાયું
છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમની તરફેણમાં નિર્ણય થવાની આશા રાખી રહ્યા
છે. પણ હાલ તેમના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે એ હકીકત છે. ચોક્કસ
શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજને મંજૂરી ૩૧ મે કે ૩૦ એપ્રિલ અથવા ૩૧
માર્ચ સુધીમાં મળી જવી જોઈએ તો જ પ્રવેશ વગેરે સરળતાથી થઈ શકે
પણ આ કિસ્સામાં એઆઈસીટીઈએ છેક ઓક્ટોબરના અંતે મંજૂરી આપી હતી.
એ પછી જોઈન્ટ એડમિશન કમિટી દ્વારા તત્કાલ નિર્ણય લેવાને બદલે વિલંબ
થયો હતો અને છેવટે કોલેજે જાતે પ્રવેશ આપી દીધો હતો.
હવે આ આંટીધૂંટીના કારણે સોનેરી કારકિર્દીના વિદ્યાર્થીઓના સપનાં
હાલતો ધૂળધાણી બનતા લાગી રહ્યા છે.
|