|
બ્યુટી
અને મસાજ પાર્લરના નામે થતાં શરીરના સોદા
વડોદરા,
ફતેગંજ, સમા અને નિઝામપુરા વિસ્તારમાં
કેટલાક બ્યુટીપાર્લર અને મસાજ સેન્ટરમાં દેહવિક્રયની પ્રવૃતિઓ ફરી
ધમધમી ઉઠતા સુંવાળો સાથ મેળવનાર વ્યક્તિઓ ગેલમાં આવી ગઇ
છે.
ફતેગંજ, સમા, નિઝામપુરા સહિત અનેક
વિસ્તારોમાં ચાલતા દેહવિક્રયના ધંધા
આ અંગેની વિગત એવી છે કે ભુતકાળમાં
ઝડપાયેલા એક વેશ્યા દલાલની ભાગીદાર ગણાતી એક સ્વરૂપવાન યુવતીએ
ફરી અસામાજીક પ્રવૃતિઓ શરૂ કરી દીધી છે. આ યુવતીને કેટલાક
ખાખી વર્દીધારી તેમજ ગુંડાતત્વોનું પણ પીઠબળ મળી રહેતા તેણીને
છુટ્ટો દોર મળી ગયો છે.
આ ઉપરાંત ચાણક્યપુરી વિસ્તારમાં એક
યુવતીએ પોતાના ઘરને જ અસામાજીક પ્રવૃતિનું કેન્દ્ર બનાવી દેતા આસપાસના
રહીશો પણ ત્રાસી ગયા છે. અગાઉ સમા અને નિઝામપુરા વિસ્તારમાંથી પોલીસે
કુટણખાનાઓ ઝડપી પાડ્યા હતા. પરંતુ પાછળથી પરિસ્થિતિ જૈસે થે થતી હતી.
કેટલાક સંજોગોમાં પાડોશીને ગંધ
ના આવે તે રીતે ઘરમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોય
છે. જ્યારે કેટલીક વ્યક્તિઓ જાહેરમાં જાણીતા પોઇન્ટ પર ઉભી રહી બિભત્સ
ઇશારાઓ કરી લલચાવવાનો પ્રયત્ન કરતી હોય છે. ફતેગંજ સર્કલ નજીક સાંજના
સમયે અનેક યુવતીઓ ઉભી રહે છે. જેમના બિભત્સ ઇશારાથી અનેકની લાગણીઓ
દુભાય છે. આ ઉપરાંત હવે નિઝામપુરામાં એક કોમ્પલેક્ષ નજીક તેમજ
રેસકોર્સ ડેપો નજીક પણ રૂપલલનાઓ માટે નવા પીકઅપ પોઇન્ટ શરૂ થયા છે.
સંસ્કારી નગરી વડોદરામાં ચાલી રહેલી અસંસ્કારી પ્રવૃતિઓ અટકાવવા
માટે પોલીસને રજુઆત કરવામાં આવતી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી
નથી. એક સંસ્થા દ્વારા મસાજ સેન્ટર અને બ્યુટીપાર્લરના ઓથા હેઠળ ચાલતી
પ્રવૃતિઓ અટકાવી અસામાજીક તત્વોને જેર કરવાની પોલીસ સત્તાવાળાઓ
સમક્ષ માગણી પણ કરવામાં આવી છે.
|