home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

કવાંટ તાલુકાના કોટબી ગામે
૧૭ વર્ષની કિશોરી ઉપર ચાર યુવાનોનો બળાત્કાર

વડોદરા,

કવાંટ તાલુકાના કોટબી ગામે માસીના ઘેર લગ્નમાં ગયેલી ૧૭ વર્ષની કન્યાને ઘેર લઇ જવાના બહાને બનેવીએ ચાર હવસખોરોને સોંપી દેતા યુવતી પર ચારે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો.

લગ્નમાંથી ઘરે જઇ જવાના બહાને બનેવીએ જ હવસખોરોને સોંપી દીધી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કવાંટ તાલુકાના ખડબા ગામે છાપરાવાળા ફળીયામાં રહેતા કુડીયા ફુલજી ભીલની ૧૭ વર્ષની પુત્રી તા.૩ના રોજ કોટબી ગામે રહેતા માસીના ઘેર ગઇ હતી.

ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી તેણી રોકાઇ હતી. દરમિયાન કૌટુંબિક બનેવી કેવજી ભીખારીયા ભીલે યુવતીને જણાવેલ કે લગ્ન પુરા થઇ ગયા છે. ચાલ આપણે ઘેર જઇએ તને ઘેર છોડી દઇશ.

દરમિયાન બંને ચાલતા ચાલતા કોટંબી ગામે જતા હતા, ત્યારે ગામની સીમમાં મોડીરાત્રે પોણા બે વાગે સવજી કાલસીયા ભીલ, રાણીયા સાકરીયા ભીલ, બચુ ફુગરીયા ભીલ અને ભુદરીયા ફુગરીયા ભીલ મળતા કેવજીએ જણાવેલ કે હું યુવતીને પકડી લાવ્યો છું ત્યારબાદ સવજી, રાણીયા, બચુ અને ભુદરીયાએ યુવતીને ઘેરી લીધી હતી. ત્યારબાદ ચારે હવસખોરોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. હવસ સંતોષાઇ જતા પાંચેય શખ્સો ભાગી ગયા હતા.

મોડી રાત્રે યુવતી માસીના ઘેર પરત ગઇ હતી અને સમગ્ર હકીકતની જાણ કરતા બીજા દિવસે યુવતીએ બનેવી અને બળાત્કાર ગુજારનાર ચાર યુવાનો સામે કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar