સંક્ષિપ્ત સમાચાર
દિલ્હી-મુંબઇથી અમદાવાદ
આવતી ત્રણ ફલાઇટ મોડી
અમદાવાદ,
દિલ્હી અને મુંબઇથી અમદાવાદ
આવતી ત્રણ ફલાઇટ તેના નિર્ધારીત સમય કરતા ૫૦ મીનીટથી લગભગ બે
કલાક સુધી મોડી આવી હતી. આજે સવારે ૭.૪૦ વાગ્યે દિલ્હીથી
અમદાવાદ આવી બેંગ્લોર જતી ફલાઇટ ૫૦ મીનીટ બાદ ૮.૩૦
વાગ્યે આવી હતી. જયારે રાત્રે ૭.૪૦ વાગ્યે દિલ્હીથી અત્રે આવી
પરત ફરતી ફલાઇટ એક કલાક પચાસ મીનીટ મોડી હોવાનુ એરપોર્ટના સૂત્રોએ
જણાવ્યુ હતું. ગઇકાલે રાત્રે મુંબઇથી અત્રે આવી પરત ફરતી ફલાઇટ એક
કલાક ચાલીસ મીનીટ મોડી આવી હતી.
રેલવેમાં બીજાની ટિકિટ પર મુસાફરી
કરતા ૨૬ ઝડપાયા
અમદાવાદ,
ઉનાળાના વેેેકેશનમાં રેલવેમાં એડવાન્સ
રીઝર્વેશન મેળવવા માટે પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા ભૂતિયા નામ
અને સરનામા પકડી પાડવા માટે અમદાવાદ ડિવિઝન દ્વારા ચેકંિગ
હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૫૩ શંકાસ્પદ ફોર્મ ચેકીંગ
માટે પસંદ કરવામાં આવ્યા હતા અને પ્રવાસીઓના આ ફોર્મ અને ટિકિટોની
ખરાઇ કરવા માટે પુરાવાઓ સાથે ડીઆરએમ કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં
આવ્યુ હતુ. જમાં કેટલાક મુસાફરોએ રૂબરૂમાં પોતાની ટિકિટ હોવાના
પુરાવાઓ રજૂ કર્યા હતા. જયારે ૩૨ જેટલા ટિકિટના પુરાવાઓ આપવા
માટે કોઇ ઉપસ્થિત રહ્યુ નહોતુ.ં આ ટિકિટનું ટ્રેનમાં ચેકંિગ કરવામાં
આવતાં કુલ ૨૬ જેટલા મુસાફરો બીજાના નામે બુક કરાવેલી ટિકિટ પર પ્રવાસ
કરતાં હોવાનું બહાર આવ્યુ હતુ.
માતા સાથે દાઝી ગયેલી પુત્રીનું
મૃત્યુ
અમદાવાદ,
શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા
મુકુદજીવન એપાર્ટમેન્ટમાં રહેતા શારદા કુમારવેલ મુદ્દલીયાર
અને તેમની ૧૫ વર્ષની પુત્રી સુકન્યા ચાર દિવસ પહેલા ગંભીર રીતે
દાઝી ગયા હતા. જેમાં શારદાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે
તેમની પુત્રી સુકન્યાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
વાસણા બંધના દરવાજા ૩૦
જુન સુધીમાં રિપેર થશે
અમદાવાદ,
વાસણા બેરેજના ૩૦ દરવાજા ખુલતા
નથી તે શિર્ષક હેઠળ ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા સમાચારને અમદાવાદ
સંિચાઈ યોજના વર્તુળે રદીયો આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે.
તા. ૨૫ એપ્રિલ ૨૦૦૬થી મ્યુ. કોર્પોરેશન સાથે ચર્ચા કરી નદીમાં
પાણી બંધ કરી મરામતને આનુષાંગિક કામ ચાલુ કરવામાં આવ્યું
છે અને તા. ૩૦ જુન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જેથી સંચાલનની
મુશ્કેલી નિવારી શકાય. તા. ૩૦ જુન સુધીમાં ૨૩ દરવાજમાંથી
૬.૭૦ લાખ ક્યુસેક પાણીનો નિકાલ થઈ શકશે.
સંિચાઈ વિભાગની આ સ્પષ્ટતા પછી આજે
પણ વાસણા બેરેજ ખાતે દરવાજાઓનું રિપેરીંગ શરૂ થયું નથી. મશીનરી
નદીના પટમાં બંધ પાસે લઈ જવાની હોઈ વરસાદના કારણે
રિપેરીંગ શક્ય બનશે નહીં.
ડીગ્રી ડીપ્લોમાં એન્જિનિયરીંગ માટે
૧૦મી સુધી ફોર્મ સ્વીકારાશે
અમદાવાદ,
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડીગ્રી
ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના
વિદ્યાર્થીઓ માટે ફોર્મ સ્વીકારવાનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યુ
છે.પરંતુ ઘણા વિદ્યાર્થીઓ અંગત કારણોસર ફોર્મ ભરી શકયા નથી તેવી
ફરિયાદો અને રજૂઆતો આવી હોવાથી અગાઉ પ્રવેશ ફોર્મ ભરવાનું
ચુકી ગયા હોય તેમના માટે તા.૧૦મી જૂન સુધી ફોર્મ સ્વીકારવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. જોઇન્ટ એડમીશન કમિટી, એલ.ડી.એન્જિનિયરીંગ
કોલેજમાં સવારે ૧૧ થી ૫ દરમ્યાન જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં
રહી ગયા છે તેમના ફોર્મ સ્વીકારવામાં આવશે.
મ્યુનિ. કાઉન્સિલરોના પગારમાં વધારો
અમલી
અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
કાઉન્સિલરોના પગાર અને ભથ્થાંમાં મે મહિનાથી વધારો કરાયો છે.
તા.૧ મેથી તા. ૧૮ મે સુધીના સમયગાળા માટે જૂના પગાર-ભથ્થાં મુજબ
જ્યારે તા.૧૯ મેથી તા.૩૧ મે સુધીના સમયગાળા માટે નવા પગાર મુજબ
ચૂકવણી કરવામાં આવી છે. આમ, મે મહિના માટે તમામ કાઉન્સિલરોને રૂા.૩૦૦૦થી
રૂા.૩૪૦૦નો પગાર મળ્યો છે. અત્યાર સુધી કોર્પોરેટરોને રૂા.૧૭૫૦નો
પગાર અને ભથ્થું મળતું હતું તે હવે વધીને રૂા.૫૫૦૦ જેટલું થશે.
કાઉન્સિલરોને મળતો પગાર બેન્કમાં સીધે સીધો જમા કરવામાં
આવશે. જોકે, લગભગ ૫૦ ટકા કોર્પોરેટરોએ તેમના બેન્ક ખાતાન વિગતો
આપી ન હોવાને કારણે મે મહિનાનો પગાર મેન્યુઅલી ચૂકવવામાં આવ્યો
હોવાનું જાણવા મળે છે.
રશિયા મોકલવાની લાલચ આપી ૨.૪૦
લાખની ઠગાઇ
અમદાવાદ,
સુભાષબ્રીજ મનમોહન એપાર્ટમેન્ટમાં
રહેતા કીરણભાઇ અમૃતલાલ ગજ્જરે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
છે કે રાજસ્થાન જયપુર ખાતે રહેતા અજય પુરણમલ જલુથરીયા અને શંકર જલુથરીયાએ
તેમને તેમજ તેમના અન્ય ચાર મિત્રોને રશીયા મોકલી ત્યાં સારા પગાર
વાળી નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઇ તા. ૨.૨.૦૫ના રોજ રૂા.૨.૪૦
લાખ લઇ ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેમ છતાયં તેમને તેમને રશીયા
મોકલ્યા ન હતા. તેમજ પૈસા પરત આપ્યા ન હતા. આ અંગે પોલીસે જરૂરી
તપાસ હાથ ધરી છે.
બગોદરા પાસે ટેમ્પો અકસ્માતમાં
એકનું મોત
અમદાવાદ,
અમદાવાદ જીલ્લાના બગોદરા
પાસે તારાપુર પાટીયા પાસે આજે બપોરે ચારેક વાગે એક મેટાડોરના
ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સામેથી આવી
રહેલા આઇસરને ઘડાકાભેર અથડાવી દેતાં તેના ચાલક ભરતભાઇ અમરશીભાઇ
રાવળનું મૃત્યુ નીપજ્યુ હતું. આથી બગોદરા પોલીસે આ અંગે મેટાડોરના
ચાલક વિરૂઘ્ધ ફરીયાદ દાખલ કરીને વઘુ તપાસ હાથ ધરી
છે.
ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા
યુવક પર હુમલો
અમદાવાદ,
નરોડા ખાતે રહેતા યુવકને નોકરી
છોડવાની બાબતે તેમજ નોકરી દરમ્યાન કરેલા ઉપાડ પૈકીના નાણાં
પરત કરવાના મુદ્દે ફાઇનાન્સ કપંનીના સંચાલકોએ માર મારી ગંભીર ઇજાઓ
પહોંચાડી હોવાનો બનાવ નવરંગપુરા પોલીસ દફતરે નોધવામાં
આવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ નરોડા સ્વીટ હોમ સોસાયટીમાં
રહેતો જીગ્નેશ શંકરભાઇ પટેલ નવરગપુરામાં આવેલી સતર તાલુકા હોસ્ટેલ
પાસે આવેલી લાખાણી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે તેણે
૩૦ હજારનો ઉપાડ લીધો હતો. જે પૈકી તેણે ૧૪ હજાર ચુકવી દીધા
હતા. જો કે ત્યારબાદ તેણે નોકરી છોડી દીધી હતી.
જેથી ફાઇનાન્સ કંપનીના ભરતભાઇ અમરતભાઇ દેસાઇએ તેને જણાવ્યું
હતું કે તે ફરીથી નોકરી શરૂ કરી બાકીના ૧૬ હજાર ચુકવી આપે અથવા તો
નાણાં નક્કી કરવામાં આવેલા સમયમાં પરત કરી આપે. જેથી જીગ્નેશ પટેલ
નોકરીમાં પરત ગયો હતો. જ્યાં ભરત દેસાઇ અને તિરથ દેસાઇએ
તેને માર મારી ધમકી આપી હતી કે બાકીના નાણાં ચુકવી આપે. ગઇકાલે
તેઓ ફરીથ આવ્યા હતા.જ્યાં જીગ્નેશને ફરીથી માર મારી ધમકી આપતા
તેણે નવરંગપુરા પોલીસ મથકે ફાઇનાન્સ કંપનીના સંચાલક વિરૂઘ્ધ ફરિયાદ
નોંધાવી હતી.
મ્યુનિ.કોર્પો.દ્વારા ૨૪ તીર્થંકર
ઉદ્યાનનું આયોજન
અમદાવાદ,
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે
જૈન ધર્મના ૨૪ તીર્થંકરના જ્ઞાન પ્રાપ્તિ વૃક્ષો આધારિત તીર્થંકર
ઉદ્યાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.આજે વિશ્વ પર્યાવરણ દિનની
ઉજવણી પ્રસંગે મેયર અમિતભાઇ શાહે શાહીબાગ વિસ્તારમાં મ્યુનિસિપલ પ્લોટમાં
વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. રાજસ્થાન હોસ્પિટલ
સામેના મ્યુનિસિપલ પ્લોટમાં ૨૪ તીર્થંકરોના જ્ઞાનપ્રાપ્તિ વૃક્ષો ઉગાડવાનું
આયોજન કરવામાં આવ્યુ છે. શાસ્ત્રોમાં પ્રભુપ્રાપ્તિ, વિધિ વિધાન,
પૂજા અર્ચના માટે વૃક્ષો ઉછેરવાનું મહત્વ છે. ઉપરાંત પર્યાવરણના સંતુલન
માટે પણ વૃક્ષા રોપણ આવશ્યક છે.
શાળાઓમાં એન.ઓ.સી. માટે કેમ્પ
અમદાવાદ,
અમદાવાદ શહેર અને ગ્રામ્ય
વિસ્તારમાં આવેલી શાળાઓને એન.ઓ.સી.આપવા માટે એક કેમ્પનું આયોજન
કરવામાં આવ્યુ છે. જેમાં લધુમતી શાળાઓ માટે ગર્વમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ,
રાયખડમાં સવારે ૯ થી ૨ અને શહેરની તમામ બિનલધુમતિ તેમજ ગ્રામ્ય વિસ્તારની
તમામ બિન લધુમતિ શાળાઓ માટેનો એન.ઓ.સી. કેમ્પ તા.૭મીએ સવારે
૯ થી ૨ દરમ્યાન આજ સ્થળે યોજવામાં આવશે. જે તે વિષયના ફાજલ
કર્મચારીઓ ઉપલબ્ધ હશે તો તેને પ્રથમ તક આપવામાં આવશે તેમજ
રિકોલ થવા માંગતા જે તે વિષયના શિક્ષકો હશે તો તેઓને પણ પ્રથમ
તક આપવામાં આવશે.
જે શાળાઓએ એન.ઓ.સી.ની દરખાસ્ત
કરી છે તેઓ અને જેઓને દરખાસ્ત કરવાની હોય તેમણે દરખાસ્ત
સાથે હાજર રહેવાનું રહેશે. નિયત સમયે શાળાના આચાર્ય અને મેનેજીંગ
ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવ્યુ છે.
પોલીટેકનીકના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન
અંગે સૂચના
અમદાવાદ,
શહેરની સરકારી પોલીટેકનીકમાં રેગ્યુલર,પાર્ટ
ટાઇમ અને ડી.એલ.એમ. અભ્યાસક્રમનું નવું સત્ર આગામી તા.૮મીથી શરૂ થશે.
જેમાં રેગ્યુલર અને પાર્ટટાઇમના વિદ્યાર્થીઓની ફી તા.૮મીથી ૨૩મી દરમ્યાન
સ્વીકારવામાં આવશે. જયારે ડી.એલ.ના વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન તથા ફી
તા.૧૯મી અને ૨૦મીએ ભરવા એક યાદીમાં જણાવ્યું છે.