home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

અમદાવાદ સહિત ૭ મહાનગરોની નવી જંત્રી તૈયાર
જંત્રીના દરોમાં ૧૦૦થી ૩૦૦ ટકાનો તોતંિગ વધારો ઝીંકાશે

ગાંધીનગર,

ગુજરાતની ૭ મહાનગરપાલિકાઓ - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં જમીનની કંિમતમાં ૧૦૦થી ૩૦૦ ટકાનો વધારો સૂચવતા નવા જંત્રી તૈયાર થઈ ચૂક્યા છે અને એ પ્રસિદ્ધ કરવા માટે મહેસુલ વિભાગે રાજ્ય સરકારની મંજૂરી માગી છે. જો કે, આ નવા જંત્રી અમલમાં મૂકવા બાબતે મોદી સરકાર ભારે દ્વિધામાં છે કેમ કે આગલે બારણેથી કેન્દ્ર સરકારની સૂચના મુજબ સ્ટેમ્પ ડ્યુટીના રૅટ ઘટાડી પાછલે બારણેથી જમીનના ભાવમાં જબરજસ્ત વધારો ઝીંકતા નવા જંત્રી લાગુ કરાઈ રહ્યા હોવાનો જલદ આક્ષેપ થઈ રહ્યો છે અને એને કારણે જ નિર્ણયમાં વિલંબ સર્જાયો છે.

નવી જંત્રી પ્રસિદ્ધ કરવા મહેસૂલ વિભાગે મંજૂરી માંગી ઃ વાંધા રજૂ કરવા ૧૫ દિવસ અપાશે

રાજ્યના મહેસુલ વિભાગના અગ્ર સચિવ વિલાસીનીબહેન રામચંદ્રનનો આ સંદર્ભે સંપર્ક કરતાં તેમણે કબૂલ્યું હતું કે, મહેસૂલ વિભાગને નિસબત છે ત્યાં સુધી રાજ્યની ૭ મહાનગરપાલિકાઓના વિસ્તારમાં જમીનની કંિમત દર્શાવતા પ્રવર્તમાન જંત્રીના જુદા જુદા દરોમાં ફેરફાર સૂચવતા નવા જંત્રીના મુસદ્દા તૈયાર કરી સરકારને સોંપી દેવાયા છે અને એ પ્રસિદ્ધ કરવા માટે સરકારની અનુમતિ માગવામાં આવી છે, હવે નવા જંત્રી ક્યારથી અમલમાં મૂકવા તેનો નિર્ણય સરકારે લેવાનો છે. અલબત્ત, એ બાબત સ્પષ્ટ છે કે, આ વખતે નવા જંત્રી પ્રસિદ્ધ કર્યા બાદ તેને આખરી કરતા પહેલાં લોકોને વાંધા-સૂચનો રજૂ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવો, એવું નક્કી કરાયું હોવાનું વિલાસિનીબહેને જણાવ્યું હતું. છેલ્લે ૧૯૯૯માં જંત્રી રિવાઇઝ્‌ડ થયા થયા ત્યારે આમ જનતા પાસેથી વાંધા-વિરોધ મગાયા વગર સીધેસીધા નવા દરો લાગુ કરી દેવાયા હતા. આ વખતે મહાનગરોમાં જમીનોનું મૂલ્યાંકન વઘુ આઘુનિક અને વૈજ્ઞાનિક ઢબે કરાયું હોવાનું ઉલ્લેખતાં મહેસુલ વિભાગના અગ્રસચિવ વિલાસિનીબહેન કહે છે કે, અગાઉ અત્યાર સુધી સરવે નંબર મુજબ જમીનના રેટ નક્કી થતા હતા, પરંતુ આ વખતે હાઉસંિગ બોર્ડના સ્ટાફની મદદ લઈ ઝીણવટભર્યું ઝોનંિગ અને મેપંિગ કરી રહેણાંક, કમર્શિયલ- દુકાનો તથા ઑફિસો, ઔદ્યોગિક તેમજ ખુલ્લી જમીનો- એમ ચાર જુદી જુદી કેટેગરીમાં વિભાજન થયું છે અને ત્યારબાદ અમદાવાદની જાણીતી સંસ્થા સેન્ટર ફોર એન્વાર્યમેન્ટલ પ્લાનંિગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ) મારફત ‘વેલ્યુ ઝોન’ નક્કી કરી યાને લેન્ડયુઝ પેટર્ન નક્કી કરી જમીનની કંિમત આંકવામાં આવી છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને કારણે જંત્રીના દર અને પ્રવર્તમાન બજાર કંિમત વચ્ચે હવે ઝાઝો ફેર રહેશે નહીં તેમ વિલાસિનીબહેને ટાંક્યું હતું.

રાજ્યમાં ત્રણ તબક્કે નવા જંત્રી લાગુ થવાનું નક્કી થયું છે તે મુજબ પ્રથમ તબક્કે મહાનગરો માટેની કવાયત પૂરી થઈ છે અને હવે રાજ્યની ૧૫૧ નગરપાલિકા વિસ્તારમાં જંત્રીના દર સુધારવાની પ્રક્રિયા હાથ ઉપર લેવાઈ છે જે બેે મહિનામાં પૂર્ણ થશે, ત્યારબાદ ગ્રામીણ વિસ્તારોમાં જંત્રી રિવાઇઝ્‌ડ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

Copyright   © Gujarat Samachar