કોટ વિસ્તારમાં વકરેલો પાણીજન્ય રોગચાળો
અમદાવાદ,મંગળવાર
શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક
સમયથી પ્રદુષિત પાણી આવતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી
રહી છે અને કમળા તેમજ ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં વધારો
થઇ રહ્યો છે. આજે જમાલપુર, રાયખડ, કાલુપુર વગેરે જેવા વિસ્તારોમાં
કમળાના લગભગ ૭૦થી વઘુ કેસો નોંધાયા છે. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં
પણ રોગચાળો ફેલાયલો હોવાનું જાણવા મળે છે.
જમાલપુરમાં ૨૪, રાયખડમાં ૩૦ કમળાના
કેસો, પ્રદૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ
શહેરના કોટ વિસ્તારમાં પાણીની લાઇનો
અને ડ્રેનેજલાઇનોના લીંકેજ તેમજ અન્ય કારણોસર પ્રદુષિત પાણી આવતુ
હોવાની લગભગ એક મહિનાથી ફરિયાદો મળી રહી છે. આમછતાં મ્યુનિસિપલ
તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાના કારણે જમાલપુર, રાયખડ, કાળુપુર, દરિયાપુર
જેવા વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આજે જમાલપુરમાં
કમળાના ૨૪ કેસો નોંધાયા છે જયારે રાયખડમાં ૩૦ લોકોને કમળો
થયો હોવાનું જાણવા મળે છે. જમાલપુર નજીક આવેલી ચેપીરોગની હોસ્પિટલ
તેમજ છીપા વેલ્ફે હોસ્પિટલ અને વી.એસ.માં દર્દીઓને દાખલ
કરવામાં આવ્યા છે. શહેરના અન્ય વિસ્તરોમાં પણ કમળો - ઝાડા ઉલટીના
કેસો નોંધાયા છે મ્યુનિસિપલ હોસ્પિટલો ઉપરાંત કેટલાક લોકો
ખાનગી પ્રેકટીશનરો પાસે પણ સારવાર લઇ રહ્યા છે. પાણી જન્ય રોગચાળા
માટે જવાબદાર એવી બરફની ફેક્ટરીઓ સીલ કરવી જોઇએ તેમજ જયુસ
સેન્ટરો, કેરીનો રસ વેચનારાઓ વગેર સ્થળે ચેકંિગ કરવા સહિતના પગલા
લેવાની માંગણી ઉઠવા પામી છે. ઉપરાંત જમાલપુર વિસ્તારમાં શરૂઆતમાં
ઘરોના નળોમાં શરૂઆતમાં પ્રદુષિત પાણી આવે છે પછી ચોખ્ખુ પાણી
આવે છે ત્યારબાદ છેલ્લી ફરીવાર પ્રદુષિત પાણી આવતુ હોવાની
ફરિયાદ સ્થાનિક રહીશોએ કરી છે.