home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

પ્રસાદ ખાધો અને બેહોશ થયેલા સોનીની બેગ ગાયબ

અમદાવાદ,

માણેકચોકમાં સોનાના દાગીનાનો વેપાર કરતા વેપારીને ગઇકાલે ઇસ્કોન મંદિરમાં દર્શન કરવા દરમ્યાન કોઇ ગઠીયાએ પ્રસાદમાં ઘેનની દવા આપી રોકડ અને સોના ચાંદીના દાગીના ભરેલી બેગ તફડાવી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

ઇસ્કોન મંદિર નજીકની ચોંકાવારી ઘટનાઃ કોઇ ગેંગના કરતૂતની શંકા

પોલીસના જણાવ્યા મુજબ ઘુમા નારાયણ કૃપા બંગ્લોઝ ખાતે રહેતા રાજેન્દ્રકુમાર ગોવંિદભાઇ પટેલ માણેકચોકમાં સોનાના દાગીનાનો વેપાર કરે છે. ગઇકાલે સવારે નવ વાગ્યાના સુમારેપોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાની કાર લઇ ઘરેથી નીકળ્યા બાદ ઇસ્કોન મંદિર પાસે પોતાની કાર પાર્ક કરી મંદિરમાં દર્શના કરવા માટે ગયા હતા. આ વિસ્તારમાં ગઠીયાઓ ફરતા હોવાનો ખ્યાલ હોવાથી તેમણે રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૫.૩૪ લાખની મતા ભરેલી બેગ પણ સાથે લીધી હતી. મદિરમાં દર્શન કરી કાર પાસે આવ્યા તે દરમ્યાન તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને અચાનક બેહોશ થઇ ગયા હતા. ૧૦ મિનિટ બાદ તે ભાનમાં આવ્યા ત્યારે તેમની રોકડ અને દાગીના ભરેલી બેગ તેમજ મોબાઇલ ફોન ગૂમ હતા. આ અંગે તેમણે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી. રાજેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે તેમણે મંદિરમાં પ્રસાદ લીધા બાદ ચક્કર આવ્યા હતા. જેથી પોલીસ ચોક્કસપણે માની રહી છે કે મંદિરમાં પ્રસાદમાં બેહોશ કરવાની દવા નાખી વિશ્વાસમાં લઇ ચોરી કરતી ગેંગના સભ્યો દ્વારા આ પરાક્રમ કરવામાં આવ્યું છે. આ અંગે વઘુ તપાસ જારી રાખવામાં આવી છે.

Copyright   © Gujarat Samachar