home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

જમાલપુર, રાયખડમા પ્રદૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ

અમદાવાદ,

શહેરના કોટ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જમાલપુર, રાયખડ, કાલુપુરમાં દરરોજ કમળો અને ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા છે. આજે જમાલપુરમાં કમળાના ૧૦થી વઘુ કેસ નોધાયા હતા. રાયખડ અને જમાલપુર સહિતના વિસ્તારોમાં ખાનગી તબીબોની પ્રેક્ટીસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.

કોટ વિસ્તારમાં ઝાડા-ઉલટી, કમળાના વધતા કેસ રોગચાળો કાબૂમાં લેવા પગલાં ભરવા તાકીદ

લગભગ એક મહિનાથી રાયખડ, જમાલપુર, કાલુપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે જેના કારણે આ વિસ્તારના રહીશો પેટના દર્દો, કમળો, ઝાડા-ઉલટી વગેરે જેવા રોગચાળાનો ભોગ બની રહ્યા છે. આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા પગલાં લેવામા આવતા ન હોવાની સ્થાનિક કાઉન્સિલરોએ ફરિયાદ કરી છે.

જગન્નાથજી મંદિર નજીક તૈયાર કરાયેલા વોટર ડીસ્ટ્રીબ્યશન સ્ટેશનમાંથી બહેરામપુરા વિસ્તારને જોડાણ આપી દેવાને કારણે પાણીનું પ્રેશર ઘટવાને કારણે પાણીમાં પોલ્યુશન આવી રહ્યું છે. જેના કારણે રાયખડ અને જમાલપુરના રહીશોને રોગચાળાનો ભોગ બનવું પડ્યું હોવા અંગે મ્યુનિસિપલ કમિશનર અનિલ મુકીમ સમક્ષ રજુઆત કરાઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઈને તેમણે મઘ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર અને હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આવતીકાલે મ્યુનિસિપલ અધિકારીઓને સાથે રાખીને આ વિસ્તારોમાં રાઉન્ડ લેવામાં આવશે. રોગચાળાને અંકુશમાં લેવા માટે તત્કાળ પગલાં ભરવાની તેમણે તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.

Copyright   © Gujarat Samachar