|
શ્વેતક્રાંતિનાં
જનકની કારકિર્દીનો અંત
ડૉ.વર્ગીસ કુરીયનનું ઇરમાનાં ચૅરમેન પદેથી રાજીનામું
અમદાવાદ,
સ્વેતક્રાંતિનાં જનક મનાતા ડૉ.વર્ગીસ કુરીયને
આજે મુંબઇની પત્રકાર પરિષદમાં આણંદની ઇન્સ્ટિટયૂટ ઑફ રૂરલ
મેનેજમેન્ટ ( ઇરમા )નાં ચૅરમેન પદેથી રાજીનામું આપ્યાની ઘોષણા
કરી હતી. ઇરમાનાં ચૅરમેન પદેથી રાજીનામુ આપતા તેમણે જણાવ્યુ કે,
‘ મે ઘણા વર્ષો સુધી આ કામગીરીને નિભાવી છે. પરંતુ હવે
નવી પેઢીને આ સંસ્થાનું સુકાન સોંપાવુ જોઇએ.’ ૮ મી જૂને તેઓ ઇરમાનાં
બોર્ડ ઑફ ડિરેકટર્સની મીટીંગમાં વિધિવત રાજીનામુ આપશે. ડૉ. કુરીયનનાં
આ રાજીનામા સાથે ગુજરાતની શ્વેતક્રાંતિનાં જનક ગણાતા મહારથીની કારકિર્દીનો
અંત આવ્યો છે.
અમૂલ, એનડીડીબી અને ઇરમા જેવી સંસ્થાઓ
સ્થાપવામાં ડૉ.વર્ગીસ કુરીયનનો સંિહફાળો
જન્મે મલયાલી અને વ્યવસાયે એન્જિનિયર
કુરીયન વર્ગીસે ૫૭ વર્ષ પહેલા આણંદને પોતાની કર્મભૂમિ બનાવીને
ગુજરાતનાં ખેડૂતોને મીલ્ક-રીવોલ્યુશન થકી ખમતીધર કર્યા હતા. ગુજરાત
સહિત ભારતને મીલ્ક કૉ-ઑપરેટિવ અને ફૅડરેશનનું માળખુ આપનાર ડૉ.
કુરીયનો આ રાજીનામા સાથે ૩૩ વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે.
ઇરમાનાં નવા ચૅરમેન તરીકે આઇ.આઇ.એમ.નાં
ડિરેકટર પ્રોફેસર બકુલ ઘોળકિઆ અને એન.આઇ.ડી.નાં ચૅરમેન અને હસમુખ
શાહનાં નામો ચર્ચાઇ રહ્યા છે.
જો કે, અંતિમ નિર્ણય ઇરમા સોસાયટીએ
નિમેલી સર્ચ કમીટી લેશે. ત્યાં સુધી એનડીડીબીનાં ચૅરમેન ડૉ.અમૃતા
પટેલ ચાર્જ સંભાળે તેવી શક્યતાઓ છે, તેવુ સંબંધિત સૂત્રોએ જણાવ્યુ
હતુ.
|