ફિલ્મી ગપસપ...!
અમિતાભના વાહન ઉપરની
‘લાલબત્તી’ અને ‘પોલિસ’ શબ્દ હટાવાયો
ભારતમાં આજે સંખ્યાબંધ
બિઝનેસમેનો, ફિલ્મ સ્ટારો અને સરકારી ઓફિસરો દ્વારા પોતાના ખાનગી
વાહનો ઉપર ‘સંકેતક’નો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશનોનું
ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પરમ દિવસે જ બોલીવુડ સુપરસ્ટાર
અમિતાભ બચ્ચનના એક વાહન ઉપર ‘લાલબત્તી’વાળુ સંકેતક અને વિન્ડસ્ક્રીનની
નીચે પોલિસ લખેલું જોવા મળ્યું હતું. જો કે અમિતાભની વિરૂદ્ધ કોઈ કાયદાકીય
કાર્યવાહી તો હાથ ધરવામાં નથી આવી પરંતુ પોલિસે વાહન ઉપર ‘લાલબત્તી’
અને પેલો ‘પોલિસ’ શબ્દ હટાવી નાંખવાનો ઓર્ડર કર્યો હતો
જેનો તરત જ અમલ પણ અમિતાભે કરી નાંખ્યો છે ! ડિયર બીગ-બી, ક્યાંક તારી
‘સરકાર’ની રીલીઝ પછી તું પોતાને સાચેસાચ ‘સરકાર’ તો નથી
સમજવા માંડ્યો ને ?
શું એમ. એફ. હુસૈન દુબાઈ ભાગી ગયો છે ?
મશહૂર ચર્ચાસ્પદ
પેન્ટર એમ. એફ. હુસૈન અત્યારે ક્યાં ગાયબ થઈ ગયો છે. એની જાણ જ નથી,
કારણ કે છેલ્લા બે મહિનામાં મોટી સંખ્યામાં આર્ટ શૉ, હરાજીઓ અને આર્ટ
ઓપનંિગ્સ થતી રહી છે અને હુસેનના એક નાટકનું મંચન પણ થયું છે, પરંતુ
હુસૈનની કોઈ જગ્યાએ ભાળ નથી. કારણ ? ‘અંદરખાને’ એવું જાણવા
મળ્યું છે કે, પોતાના નગ્ન પેન્ટીંગ્સ વિરૂદ્ધ દેશમાં ઉઠેલા ભારે આક્રોશને
કારણે તે દુબઈમાં જઈને બેસી ગયો છે ? અને હજી ઘણાં લાંબા સમય
સુધી તેનો હિન્દુસ્તાન પાછા ફરવાનો ઇરાદો પણ નથી !
હુસૈનનો એક ફ્રેન્ડ એવું બોલ્યો કે, હુસૈને ધમકીઓથી ડરીને
નહીં, પરંતુ લોકો દ્વારા તેના પેન્ટંિગોનું રાજનીતિકરણ કરવાના લીધે
દુઃખી છે. ડિયર હુસૈન, તું કળાના નામે ભારતીયોની ભાવના સાથે
‘ગિલ્લી દંડા’ રમીશ તો તો આવું જ થાય ને ?!
કેટરીનાની મહત્ત્વાકાંક્ષા આભને આંબે છે
તનનું પ્રદર્શન કરી વાહિયાત
ફિલ્મોથી કારકિર્દી શરૂ કરનાર કેટરીનાને સફળતા મેળવ્યે માંડ ચાર
દિવસ જ થયા છે પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા ભલભલી હિરોઈનોને
પાછળ મૂકી દે એવી છે. ના, આ મહત્ત્વાકાંક્ષા સાથે સલ્લુ મિયાને
કોઈ સંબંધ નથી. કેટરીનાને હવે આર્ટ ફિલ્મો કરવાનો શોખ જાગ્યો
છે. હજુ હંિદી બોલવાના ફાંફા છે અને આ ગોરી મેડમને આર્ટ ફિલ્મો
કરવાનો ચસકો ચઢ્યો છે. જો કે નિર્માતાઓ તેને આર્ટ ફિલ્મમાં લેવાની
હંિમત કરશે ખરા? આ પ્રશ્નો મોટો વિવાદ માગી લે એવોે છે એમ
નથી લાગતું? પ્રશ્નોની ઝડી વર્ષાવવા કરતા કેટરીનાના પ્રકરણ પણ પૂર્ણવિરામ
મૂકીએ તો? જો કે છેવટે એક પ્રશ્ન પૂછતા જાતને રોકી શકાતી નથી. કેટરીનામાં
કયું આર્ટ ભરપૂર છે! અભિનય કે પછી....
|