કભી
કભી
બીજા
ગ્લાસ પર આંગળાનાં નિશાન આખરે કોનાં હતાં ?
હાર્ડવેરની દુકાન
ધરાવતા બિજેન્દ્રસંિહને કોઈનીયે સાથે કોઈ દુશ્મની નહોતી
૧૪ વર્ષની જયોતિ
અને નાનકડા પ્રદીપનું ખૂન કોણે કર્યું
બિજેન્દ્રસંિહ સિસોદીયાનું લગ્ન
નિશા સાથે થયું હતું.
લગ્ન બાદ તેઓ ધંધા-રોજગારીની
તલાશમાં દિલ્હી રહેવા જતાં રહ્યાં હતાં. દિલ્હીમાં તેણે હાર્ડવેરની
દુકાન શરૂ કરી. દરમિયાન નિશા બે બાળકોની માતા બની. પહેલાં
પુત્રી જન્મી, જેનું નામ જ્યોતિ અને ત્યારબાદ પુત્ર, જેનું નામ પ્રદીપ
રાખવામાં આવ્યું.
બાળકો ધીમે ધીમે મોટાં
થવા લાગ્યાં. જ્યોતિ હવે નવમા ધોરણમાં આવી એ દરમિયાન જ
કોઈ બીમારીથી તેની મા નિશાનું મૃત્યુ થઈ ગયું.
આ વાતને કેટલોક સમય વીતી ગયો.
જ્યોતિ હવે સોળ વર્ષની થઈ ગઈ હતી.
બિજેન્દ્રસંિહ હવે બાળકોનો ઉછેર કરતો હતો. પ્રદીપ હજી ચોથા ધોરણમાં
જ ભણતો હતો. દિવસે તે દુકાન પર જતો અને સાંજે ઘેર આવી
જતો. પુત્રી જ્યોતિ હવે રસોઈ બનાવતાં શીખી ગઈ હતી.
એક દિવસ સાંજે દુકાનનું
કામ પતાવીને તે ઘેર આવ્યો ત્યારે એણે જોયું તો ઘરને તાળું મારેલું
હતું. બિજેન્દ્રસંિહે પડોસીઓને પૂછ્યું ઃ ‘‘જ્યોતિ અને
પ્રદીપ ક્યાં ગયા છે?’’
પડોસીએ કહ્યું ઃ ‘‘અમે
તેમને સવારથી જોયાં જ નથી.’’
કેટલીયે વાર સુધી પુછપરછ કર્યા
બાદ રાત પડવા આવી ત્યાં સુધી જ્યોતિ ઘેર ના આવતાં બિજેન્દ્રસંિહે
પડોસીઓની મદદથી ઘરનું બારણું તોડી નાંખ્યું. બારણું તોડ્યા
બાદ લાઈટ કરી. આછી રોશનીમાં અંદરનું દ્રશ્ય જોઈ સહુ કોઈ
સ્તબ્ધ બની ગયા. ડ્રોઈંગરૂમમાં જ જ્યોતિ અને પ્રદીપ લોહીલુહાણ
હાલતમાં પડ્યાં હતાં. બેઉનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ
સહુ ચોંકી ગયાં. બિજેન્દ્રસંિહ પણ માથું પછાડી રડવા લાગ્યો. પડોસીએ
તેને શાંત કરવા કોશિષ કરી.
પોલિસને જાણ કરવામાં આવી.
પોલિસે પંચનામું કરી બેઉ લાશો પોસ્ટમોર્ટમ
માટે મોકલી આપી. તિક્ષ્ણ હથિયારથી નાનકડા ભાઈ-બહેનની કોઈએ હત્યા કરી
નાંખી હતી. પોલિસે તપાસ શરૂ કરી કે બિજેન્દ્રસંિહને કોની કોની સાથે
વેર હતું. પોલિસે એ પણ તપાસ કરી કે, જ્યોતિ અત્યંત રૂપાળી ટીન એજ
ગર્લ હતી. તેને મળવા કોઈ આવતું જતું હતું ખરું ? શું તે કોઈના પ્રેમમાં
હતી? ઘરમાંથી કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નહોતી તેથી એક વાત તો નક્કી
કે કોઈ ચોર કે લુંટારાઓએ આ હત્યાઓ કરી નથી. તો શું કોઈએ
સ્વરૂપવાન જ્યોતિ પર બળાત્કાર કરવાની કોશિષ કરી હશે? અને પ્રદીપ
જોઈ ગયો હશે? પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આવી ગયો. તેમાં ગળું
કાપીને હત્યા કરાયાનું બહાર આવ્યું પરંતુ બળાત્કારનાં કોઈ ચિહનો જણાયાં
નહીં.
પોલિસ માટે આ ઘટના એક ‘રહસ્ય’
બની ગયું.
ઘટના સ્થળના પ્રાથમિક નિરીક્ષણ બાદ
પોલિસ એવા નતીજા પર પહોંચી કે આ ખૂન નજીકની જ કોઈ જાણભેદુ વ્યક્તિએ
કર્યું હોવું જોઈએ. નિરીક્ષણમાં એ વસ્તુ પણ જોવા મળી કે ડાઈનીંગ ટેબલ
પર પાણીના અડધા ભરેલા બે ગ્લાસ હતા. એક પ્લેટમાં બે બ્રેડ પકોડાં
અડધાં ખાધેલાં હતાં. પોલિસ એવી ફલશ્રુતિ પર પહોંચી કે આ
હત્યામાં એક નહીં પરંતુ બે વ્યક્તિઓ સામેલ છે. પાણીના અડધા ભરેલા
બન્ને ગ્લાસ અને પ્લેટ કબજે લઈ ફીંગરપ્રીંટ એક્સપર્ટને વઘુ તપાસ માટે મોકલી
દેવામાં આવ્યાં.
બિજેન્દ્રસંિહ જે ગામમાંથી આવતો હતો
ત્યાં જઈને પોલિસે તેના દુશ્મનોની તલાશ કરી. ગામડામાં પણ કોઈ
મિલ્કત કે ખેતરોનો ઝગડો નહોતો. જ્યોતિ જે સ્કુલમાં ભણતી હતી તે
સ્કુલમાં પણ તપાસ કરવામાં આવી. પરંતુ જ્યોતિ કોઈનાય પ્રેમમાં નહોતી.
એવી જ રીતે કોઈ એની પાછળ પડ્યું હોય તેવું પણ કાંઈ પ્રાપ્ત થયું નહીં.
પોલિસે હવે જ્યોતિ અને પ્રદીપના
પિતા બિજેન્દ્રસંિહની પણ આકરી પુછપરછ શરૂ કરી, હત્યાકાંડના દિવસે
તે ક્યાં હતો? તે પ્રશ્નના જવાબમાં બિજેન્દ્રસંિહે કહ્યું કે એ દિવસે
સવારે ૯ વાગે તે દુકાન પર ચાલ્યો ગયો હતો અને છેક સાંજે જ ઘેર
આવ્યો ત્યારે બારણું બંધ હતું. આખો દિવસ તે દુકાન
પર જ હતો. વચ્ચે એક કલાક તે નજીકમાં આવેલી સ્કુટર રીપેરીંગવાળાની દુકાને
સ્કુટર રીપેરીંગ માટે ગયો હતો. એટલી વાર દુકાન બંધ રાખી
હતી.
પોલિસે સ્કુટર રીપેર કરનારને પૂછ્યું
તો એણે કહ્યું કે, ‘‘મેં તો બે જ મિનિટમાં સ્કુટર રીપેર
કરી આપ્યું હતું. માત્ર પ્લગ જ સાફ કરવાનો હતો.’’
આસપાસની દુકાનવાળાઓએ કહ્યું
કે બિજેન્દ્રસંિહની દુકાન એક કલાક માટે નહીં પરંતુ પાંચથી છ કલાક
સુધી બંધ રહી હતી. પોલિસને લાગ્યું કે બિજેન્દ્રસંિહ બઘું જ
સાચું બોલતો નથી.
પોલિસે હવે બિજેન્દ્રસંિહના દોસ્તોની
તલાશ શરૂ કરી. તેનો ભગવાનદાસ નામનો એક દોસ્ત હતો જેની
સાથે તે રોજ રાત્રે દારૂ પીતો. અઠવાડિયામાં એકાદ વખત મુરઘી
મંગાવીને બેઉ પાર્ટી કરતા.
પોલિસે હવે ભગવાનદાસને પોલિસ
સ્ટેશને બોલાવ્યો. એ દરમિયાન બિજેન્દ્રસંિહના ઘરમાંથી મળેલા ફીંગરપ્રીંટને
બિજેન્દ્રસંિહનાં જ અસલ ફીંગરપ્રીંટ સાથે સરખાવ્યાં તો બેઉ ફીંગર પ્રીંટ એકબીજાને
મળતાં આવ્યાં. મતલબ કે એક ગ્લાસ પર તો બિજેન્દ્રસંિહનાં જ ફીંગર પ્રીંટ હતાં
પરંતુ બીજા ગ્લાસ પર કોનાં ? પોલિસે બિજેન્દ્રસંિહના દારૂડીયા મિત્ર
ભગવાનદાસનાં ફીંગર પ્રીંટ લીધાં પરંતુ તેનાં આંગળાની છાપ બીજા
ગ્લાસનાં ફીંગરપ્રીંટ સાથે મળતાં નહોતાં.
પોલિસને ખ્યાલ આવી ગયો હતો કે આ
હત્યાકાંડમાં બિજેન્દ્રસંિહ તો કાંઈક જાણે જ છે પરંતુ બીજી વ્યક્તિ કોણ છે
તે રહસ્ય હજી ઉકેલાતું નહોતું. પોલિસને અચાનક ખ્યાલ આવ્યો કે બિજેન્દ્રસંિહના
દુશ્મનોને શોધવાના બદલે હવે તેની અત્યંત નજીકની વ્યક્તિની
જ ખોજ કરવી જોઈએ. પોલિસે હવે બિજેન્દ્રસંિહનો મોબાઈલ કબજે કર્યો.
તેના છેલ્લાં બે મહિનાની પ્રીંટ આઉટ કઢાવી. પોલિસ એ તપાસ કરવા માંગતી
હતી કે બિજેન્દ્રસંિહ સહુથી વઘુ કોની સાથે સંપર્કમાં હતો? તે પ્રીંટ આઉટમાંથી
એક નંબર મળ્યો પરંતુ કોઈ ગામડામાંથી ખરીદવામાં આવેલા કાર્ડનો
હતો.
પોલિસ ગામડે પહોંચી ગઈ.
તપાસ કરતાં ખબર પડી કે આ કાર્ડ સંગીતા
નામની એક છોકરીએ ખરીદ્યું હતું. જોગાનુજોગ સંગીતા તે બિજેન્દ્રસંિહની
મૃત પત્ની નિશાના સગાં ભાઈની પુત્રી હતી. એટલે કે સંગીતા બિજેન્દ્રસંિહના
મોટા સાળાની પુત્રી હતી. સંગીતા હજુ માંડ ૨૦ વર્ષની જ હતી. પોલિસે
સંગીતાને પોલિસ સ્ટેશન પર આવવા કહ્યું અને તે ઘુ્રજી ગઈ. પોલિસે લાલ
આંખ કરીને પૂછ્યું ઃ ‘‘તું રોજ બિજેન્દ્રસંિહને ફોન
કેમ કરતી હતી?’’
અને તે ફટાફટ બોલવા લાગીઃ ‘‘સાહેબ,
હું એક વાર ફોઈના ઘેર ગઈ હતી. ગઈ તો હતી ભત્રીજી તરીકે પરંતુ ફુઆએ
મને ઔરતનો દરજ્જો આપી દીધો હતો. મને તે ગમતા હતા.
મારા જીવનનો તેઓ પહેલો પ્યાર હતા. ધીમે ધીમે નિશા ફોઈને
પણ ખ્યાલ આવી ગયો હતો કે, હું તેમને ગમું છું. નિશા ફોઈ એક વાર
બીમાર પડ્યાં હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં તે રાત્રે
ઘરમાં હું એકલી હતી. જ્યોતિ ને પ્રદીપ તો તેમના રૂમમાં સુઈ ગયા
હતા. બસ તે રાત્રે જ તેમણે મને પહેલીવાર તેમની ઔરત બનાવી દીધી
હતી. બિજેન્દ્ર શરાબના શોખીન છે અને નશામાં જ તેમણે મને ખેંચી લીધી
હતી. મને પણ એ ગમ્યું હતું અને ધીમે ધીમે મને પણ એમની ટેવ
પડી ગઈ હતી. પંદર દિવસ સુધી નિશા ફોઈ હોસ્પિટલમાં
રહ્યાં અને એ પંદરે પંદર દિવસ હું બિજેન્દ્રસંિહની પત્ની
બનીને રહી.’’
સંગીતા બોલતી જ રહીઃ ‘‘નિશાના
ઘેર આવી ગયા બાદ પણ એમને મને ઘેર જવા દીધી નહીં. પરંતુ
ધીમે ધીમે ઘરમાં અમારા બન્નેના સંબંધોની નિશાને ખબર
પડી ગઈ હતી. થોડા મહિના બાદ નિશા સાજાં ના થયાં અને મૃત્યુ પામ્યાં
ત્યારબાદ તેઓ મને વારંવાર ઘેર બોલાવતા હતા. હું રાત્રે તેમના
જ કમરામાં સુઈ જતી પરંતુ તેમની મોટી પુત્રી જ્યોતિથી આ સહન થતું નહોતું.
તેઓ મારી સાથે વિધિવત લગ્ન કરવા માગતાં હતા પરંતુ જ્યોતિ હવે
સમજદાર થઈ ગઈ હતી. તેણે પૂરી તાકાતથી આ લગ્નનો વિરોધ કર્યો.
બસ એ દિવસથી જ મારા પ્રેમમાં અંધ બનેલા બિજેન્દ્રસંિહે જ્યોતિનો
કાંટો હટાવવા નિર્ણય કરી લીધો. મેં ના પાડી પરંતુ તેઓ માન્યા
નહીં. એક યોજના બનાવી લીધી. એ દિવસે ઘરમાં કાંઈ કામ છે
તેમ કહીને જ્યોતિને તેમણે સ્કુલે જવાની ના પાડી દીધી. એકલો
પ્રદીપ જ સ્કુલમાં ગયો. બપોરે સખ્ત ગરમી હતી. સોસાયટી વેરાન બની
ગઈ હતી. હું સીધી દુકાને પહોંચી. સ્કુટર રીપેર કરાવી અમે
બેઉ ઘેર પહોંચ્યા. એકલી જ્યોતિ જ ઘરમાં હતી. તેણે બ્રેડ પકોડા બનાવ્યાં
હતાં. મેં અને બિજેન્દ્રસંિહે બ્રેડ પકોડાં ખાધાં. પાણી પીઘું અને
લાગ જોઈ એમણે જ્યોતિના ગળામાં ચાકુ હુલાવી દીઘું. તે ઢળી પડી.
એટલીવારમાં ડોર બેલ વાગ્યો. હું ગભરાઈ ગઈ. ભૂલથી બારણાની સ્ટોપર
અંદરથી બંધ કરવાની રહી ગઈ હતી. પ્રદીપ સ્કુલમાં બીમાર
પડી જવાથી અચાનક જ ઘેર આવી ગયો હતો. તેણે જ્યોતિને તરફડતી જોઈ લીધી.
એમના હાથમાં ચાકુ હતું. એમણે કહ્યું ઃ ‘‘આ છોકરાને
પણ પતાવી દે નહીંતર વાત ઉઘાડી થઈ જશે.’’ મેં પ્રદીપને પકડી
રાખ્યો અને એમણે પ્રદીપને પણ ચાકુથી ઘાયલ કરી પતાવી દીધો.’’
સંગીતા બઘું જ કડકડાટ બોલી ગઈ.
પોલિસ સ્તબ્ધ બની ગઈ. એક પિતા
પોતાની જ ભત્રીજાના પ્રેમમાં પડે અને માત્ર ઐયાશી ખાતર જ પોતાની પુત્રી
અને પુત્રની હત્યા કરી નાંખે તે વાત કોઈથી માની શકાય તેમ નહોતી, છતાં
પણ આ વાત એક હકીકત તો હતી જ.
પોલિસે સંગીતા અને બિજેન્દ્રસંિહની ધરપકડ
કરી. બીજા ગ્લાસ પરથી પણ સંગીતાનાં જ આંગળાનાં નિશાન મળી આવ્યાં.
- દેવેન્દ્ર પટેલ
|