home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર > સમાચાર
કોમોડિટીઝ

કોમોડિટીઝ

બિનલોહ ધાતુના ભાવમાં વેગ પકડતો ઘટાડો

મુંબઈ ધાતુ બજારમાં આજે વિવિધ પ્રમુખ ધાતુઓમાં સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બજારના સમાચારો નરમાઈ બતાવી રહ્યા હતા અને તેના પગલે મુંબઈ બજારમાં આજે વેચવાલી વધી હતી સામે ઘટતી બજારે નવી લેવાલી ધીમી રહી હતી, મુંબઈમાં આજે કોપર વાયર બારમાં ભાવો કિવ.દીઠ વધુ રૂ.૫૦૦ ઘટી રૂ.૪૦૩૦૦ રહ્યા હતા. સ્ક્રેપ વિભાગમાં કોપર અને બ્રાસમાં ભાવો આજે કિવ.દીઠ જાતવાર વધુ રૂ.૩૦૦થી ૧૦૦૦ તૂટી ગયા હતા. લંડન એક્સચેન્જમાં આજે કોપરના ત્રણ મહિનાના ભાવો ૭૮૮૫ થી ઘટી ૭૬૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા, જો કે ત્યાં કોપરનો સ્ટોક આજે ૭૫૦ ટન ઘટયો હતો. દરમિયાન, મુંબઈમાં આજે ટીનના ભાવો કિવ.ના રૂ.૨૦૦ ઘટી રૂ.૪૭૮૦૦ રહ્યા હતા જયારે નિકલના ભાવો રૂ.૫૦૦ ઘટી રૂ.૧૧૦૦૦૦ રહ્યા હતા. જસત રૂ.૧૦૦ ઘટી રૂ.૧૮૪૦૦ અને સીસાના ભાવો રૂ.૧૦૦ ઘટી રૂ.૬૫૦૦ રહ્યા હતા. એલ્યુમિનિયમ ઈન્ગોટ રૂ.૧૪૧૦૦ અને સ્ક્રેપ રૂ.૧૦૫૦૦ આસપાસ જો કે જળવાઈ રહ્યા હતા.

સોનું બિસ્કીટમાં રૂા. ૧૦૦૦નો ઘટાડો

મુંબઈ સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે સોમવારે મોડી સાંજે રૂ.૧૧૨૦૦૦ રહ્યા હતા તે આજે રૂ.૧૦૦૦ તૂટી રૂ.૧૧૧૦૦૦ રહ્યા હતા, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૬૪૨.૫૦થી ૬૪૩ ડોલર વાળા તૂટી ૬૩૩.૫૦થી ૬૩૪ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૧૨.૩૦થી ૧૨.૩૫ વાળા ઘટી ૧૧.૮૫થી ૧૧.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે વિશ્વ બજાર પાછળ સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૂ.૯૫૮૦ વાળા રૂ.૯૪૮૫ ખુલી રૂ.૯૪૬૦ અને ૯૯.૯૦ના રૂ.૯૬૨૫ વાળા રૂ.૯૫૩૫ ખુલી રૂ.૯૫૧૫ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો આજે કિલોના રૂ.૧૮૬૬૫ વાળા રૂ.૧૮૩૮૦ ખુલી રૂ.૧૮૨૮૦ રહ્યા હતા.

મુંબઈ એરંડા વાયદા બજારમાં આજે શરૂઆતમાં ભાવોમાં ઘટાડો આગળ વઘ્યો હતો પરંતુ પાછળથી ભાવો ઉછળ્યા હતા જયારે હાજર એરંડા નરમ રહ્યા હતા, મુંબઈ એરંડા ઓગસ્ટ વાયદો રૂ.૧૫૨૯ વાળો આજે રૂ.૧૫૨૨ ખુલી રૂ.૧૫૧૮ રહ્યા પછી ઉછળી રૂ.૧૫૩૨ રહ્યા હતા. હાજર એરંડા રૂ.૧૪૭૦ વાળા રૂ.૧૪૬૫ રહ્યા હતા. દિવેલના હાજર ભાવો આજે ૧૦ કિલોના રૂ.૧થી ૨ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૂ.૩૨૩, બીએસએસના રૂ.૩૩૩ અને એફએસજી કંડલાના રૂ.૩૧૨ રહ્યા હતા. દરમિયાન, ભાભર વાયદો છેલ્લે રૂ.૨૯૨.૧૦થી ૨૯૨.૨૦ રહ્યાના સમાચારો હતા.

ચણા, અડદ, ગવારસીડમાં ઉછાળો

નેશનલ મલ્ટી કોમોડિટી એક્સ્ચેંજમાં ૮૯,૦૬૬ લોટના કામકાજ અને રૂા. ૧૦૯૯ કરોડનું આજે વોલ્યુમ થયું હતું. મરીમાં રૂા. ૬ થી ૧૦૦નો ઘટાડો, રબરમાં રૂા. ૫૨૨ થી ૬૨૩નું ગાબડું પડ્યું હતું. ચણામાં રૂા. ૧૪ થી ૨૦નો સુધારો, ગવારસીડમાં રૂા. ૭૦ થી ૯૪નો ઉછાળો, અને અડદમાં રૂા. ૬૩ થી ૭૫નો ઉછાળો જોવા મળ્યો હતો.

એમસીએક્સ પર ૮૨,૧૭૯ સોદામાં રૂ.૫,૩૫૨.૮૭ કરોડનું વોલ્યુમ થયું હતું, જેમાં સોના-ચાંદીનું વોલ્યુમ જ રૂ.૩,૯૪૫.૪૧ કરોડ જેટલું હતું. વૈશ્વિક બજારો ઉપર અમેરિકાના સંભવિત વ્યાજ દર વધારાની અસર હતી. આજે મઘ્યમ દાણાની ખાંડ, જીરું, રિફાઈન્ડ સોયાતેલ, મેન્થા તેલ, મસૂર, સોપારીમાં વેપાર વઘ્યા હતા. મકાઈ, કાળા મરી, પીળા વટાણા, એરંડા, રાઈસબ્રાન તેલમાં પરચૂરણ કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલમાં ગઈકાલ કરતાં કામકાજ ઓછાં હતાં. તુવેર, અડદમાં નીરસ વલણ હતું.એક્સચેન્જે ૫ જૂન, ૨૦૦૬ના રોજ પાકેલા સોનું અને સોનું-મિની વાયદાના કોન્ટ્રેક્ટસના પાકતી તારીખનો પ્રત્યેકનો ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૯,૫૯૮ નિર્ધારિત કર્યેે હતો અને તે સાથે જ સોનું ડિસેમ્બર-૨૦૦૬ અને સોનું-મિની સપ્ટેમ્બર-૨૦૦૬ કોન્ટ્રેક્ટસ વાયદાનાં કામકાજો માટે આજથી ખૂલ્લા મૂક્યા હતા.

Copyright   © Gujarat Samachar