સેન્સેક્સમાં
વઘુ ૨૫૬ પોઈન્ટનું ગાબડું
શેરબજારોમાં આજે મોડેથી
વેચવાલીનું દબાણ આવતા સેન્સીટીવ આંકે ૧૦,૦૦૦ પોઈંટનું બોટમ
તોડતા મોરલ ખરાબ થયું હતું. સેન્સેક્ષ ૨૫૬ પોઈંટ લૂડકીને ૯૯૫૭.૩૨
મથાળે બંધ થયો હતો. તે જ રીતે, નિફટી આંકે પણ ૩૦૦૦ પોઈંટનું
બોટમ તોડ્યું હતું. આ આંક ૭૯.૩૫ પોઈંટના ઘટાડે ૨૯૩૭.૩૦ પોઈંટ
થયો હતો.
સેન્સેક્ષ વધઘટે
સુધરીને બપોરે ૧૦,૧૯૨.૭૩ થયો હતો, પરંતુ ૨.૩૦ વાગે આ મથાળેથી
વેચવાલીનું દબાણ આવ્યું હતું. વોલ્યુમ પાંખુ હતું, તેથી ભાવમાં
અને સૂચકાંકોમાં મોટા ગાબડા પડ્યા હતા. ગયા ફેબુ્રઆરી માસ પછીનો
આ સૌથી મોટો ઘટાડો હતો.
પેટ્રોલ-ડિઝલના ભાવ
વધારાની મિશ્રઅધર પડી હતી. કેરોસીન અને રાંધણ ગેસના
ભાવ હજી વધારાયા નથી અને આટલા ભાવ વધારા પછી પણ પેટ્રોલિયમ
પેદાશોનું ઉત્પાદન કરતી કંપનીઓની ખોટ સંપૂર્ણ સરભર નહીં
થાય. તેથી બીપીસીએલ, ઓએનજીસી, એચપીસીએલ જેવી કંપનીઓના શેરના
ભાવ તૂટ્યા હતા.
વિશ્વબજારોમાં પણ શેરબજારો
ઘટ્યા હતા. અમેરિકાના વ્યાજદર ફરીથી વધારવાનો સંકેત ફેડરલ
રિઝર્વના અઘ્યક્ષ બેન બર્નેકે આપતા તેના ઘેરા પ્રત્યાઘાત વૈશ્વિક શેરબજારો
પર પડ્યા હતા. લંડનનો એફટીએસઈ ૧૦૦ આંક ૧.૧ ટકા ઘટ્યો હતો. હોંગ
કોંગ, જાપાન, સીંગાપોર, ઈન્ડોનેશિયા, મલયેશિયાના શેરબજારો ઘટ્યા હતા.
વ્યાજદર વધે
તેમ ભારતના શેરબજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની
વેચવાલીનું દબાણ વધશે.
મેટલ શેરોમાં સૌથી
મોટો ઘટાડો આવ્યો હતો. બીએસઈનો મેટલ આંક ૩૩૫.૬૫ પોઈંટ ઘટ્યો
હતો. કેપિટલ ગુડઝનો આંક ૩૦૦.૨૨ પોઈંટ, પીએસયુ શેરોનો આંક
૧૫૧.૮૯ પોઈંટ ઓટો શેરોનો આંક ૧૧૧.૨૮ પોઈંટ ઘટ્યો હતો. હેવીવેઈટ
શેરોમાં મોટાં ગાબડાં હતાં. લાર્સન એન્ડ ટુબ્રો રૂા.૧૩૪.૮૦ ઘટીને
રૂા.૨૧૨૮.૬૫, સ્ટાર લાઈટ ઓપ્ટીકલ રૂા.૭.૯૦ ઘટીને રૂા.૧૧૬.૮૦, પ્રોક્ટર
એન્ડ ગેમ્બલ રૂા.૫૨.૩૦ ઘટીેને રૂા.૭૯૪, બોમ્બે ડાઈંગ રૂા.૮૨.૬૦ ઘટીને
રૂા.૫૪૩.૬૫, હંિદુજા ટીએમટી રૂા.૭૧.૦૫ ઘટીને રૂા.૫૫૩, રેમંડ રૂા.૩૬.૮૦
ઘટીને રૂા.૩૭૯.૩૦ થયો હતો.
આ ઘટાડાના માહોલમાં
પણ બર્જર પેઈન્ટસ ૪.૭૩ ટકા વઘ્યો હતો. બીએસઈ પર તેના ૧.૧૯ લાખ શેરના
કામકાજ થયા હતા. કંપનીની બોર્ડે આજે ૫ શેર દીઠ ૩ શેર બોનસની
અને વર્ષ ૨૦૦૫-૦૬ માટે ૫૦ ટકાના આખરી ડિવિડંડની જાહેરાત કરતા શેરનો
ભાવ રૂા.૭૧.૯૦થી વધીને રૂા.૭૫.૩૦ થયો હતો. આલ્ફા લાવલમાં બીએસઈ
પર આજે ૩૭,૧૫૦ શેરનું બ્લોક ડીલ થતાં ભાવ ૨ ટકા વધીને રૂા.૯૪૭.૯૫
થયો હતો. કુલ ૩૮,૧૮૦ શેરના કામકાજ બીએસઈ પર થયા હતા.
અન્ય શેરોમાં ડાબર ઈન્ડિયા
૪ ટકા વધી રૂા.૧૩૪ થયો હતો. બીએસઈ પર ૫.૪૦ લાખ શેરનું વોલ્યુમ
થયું હતું. સ્ટેટ બેન્કનો શેર ૧.૭ ટકા વધી રૂા.૮૨૮.૯૦, બેન્ક ઓફ
ઈન્ડિયા ૧.૮ ટકા વધી રૂા.૧૧૪.૨૦, પંજાબ નેશનલ બેન્ક ૦.૭ ટકા વધી
રૂા.૩૯૧ અને બેન્ક ઓફ બરોડા વધીને રૂા.૨૨૪ થયો હતો. બેન્કો
ધિરામ પરના વ્યાજદર વધારશે તો તેમની નફાશક્તિ સુધરશે
તેવી ધારણાએ આ શેરોમાં આકર્ષણ હતું. પેટ્રોલ-ડિઝલના ભાવ
વધારી અસર હેઠળ બજાજ ઓટોનો ભાવ રૂા.૨.૯ ટકા ઘટીને રૂા.૨૬૦૧,
ટાટા મોટર્સ ૨.૭ ટકા ઘટીને રૂા.૭૬૧, ટીવીએસ મોટર ૧.૭ ટકા ઘટીને
રૂા.૧૧૮, હીરો હોન્ડા ૦.૮ ટકા ઘટીને રૂા.૭૫૦ થયો હતો. મહિન્દ્ર એન્ડ
મહિન્દ્ર ૬.૮ ટકા ઘટીને રૂા.૫૬૩ થયો હતો. જોકે, મારુતિ ઉદ્યોગનો શેર
સાધારણ સુધરીને રૂા.૭૪૪ થયો હતો. બીએસઈ પર કેશનું ટર્નોવર
રૂા.૩૦૦૪ કરોડનું અને એનએસઈનું રૂા.૬૬૩૨.૪૧ કરોડનું ટર્નોવર થયું
હતું. બીએસઈનું ટર્નોવર ૨૫ મે થી ઘટતું રહ્યું છે. ૧ જૂનથી સિક્યોરિટીઝ
ટ્રાન્ઝેક્શન ટેક્ષ (એસટીટી) અમલી બનવાથી ટર્નોવર ઘટ્યું હોવાયું કહેવાય
છે.