Last Update : 05-Feb-2012,Sunday
 

ટીવીના ‘નેવર ફેવરીટ’ એવોર્ડઝ !

 

ટીવી ચેનલો દર વરસે ફેવરીટ એવોર્ડઝનો પ્રોગ્રામ રાખે છે જેમાં ફેવરીટ સાસુ, ફેવરીટ બહુ, ફેવરીટ દેવર, ફેવરીટ જેઠાની... એવી ૩૯ સગાઈઓના એવોર્ડો આપ્યા કરે છે. (સાલું, આમાં ‘ફેવરીટ સાલી’નો એવોર્ડ કેમ નથી હોતો ?)
એની વે, અમને એમ વિચાર આવે છે કે અમુક ફેવરીટ એવોર્ડો તો એ લોકો કદી આપતા જ નથી...
* * *
ફેવરીટ ઘરઘાટી
યાર, આટલા બધાં અબજપતિ પરિવારો છે, એકાદ બે ઐતિહાસિક સિરીયલોમાં તો એક મિનીટ ‘હમ લોગ’ કે ‘બુનિયાદ’ને ઐતિહાસિક કહેવાય કે સાત વરસ ચાલેલી ‘ક્યું કિ સાસ...’ને ઐતિહાસિક કહેવાય ?) એની વે, એ ઐતિહાસિક સિરીયલોમાં તો રાજવી પરિવારો પણ છે છતાં ક્યાંય કોઈ ઘરઘાટી કેમ નથી દેખાતા? શું સોમનાથના રાજા ભીમદેવ કે પેલા ચોટલીવાળા ચાણક્ય જાતે જ રાંધીને ખાતા હતા ?
* * *
ફેવરીટ કામવાળી ઃ
આ એવોર્ડ આપવામાં પેલા શાઈની આહુજાએ એટલી ઉતાવળ કરી કે બિચારાને ૧૬ મહિના જેલમાં જવાનો વારો આવ્યો !
પણ સિરીયસલી યાર, કોઈ સિરીયલમાં ‘પતિ પત્ની ઔર કામવાલી બાઈ’ ટાઈપની સ્ટોરી કેમ નથી હોતી)
* * *
ફેવરીટ બ્યુટી-પાર્લરવાળી ઃ
તમામ સિરીયલની એકટ્રેસો (ડોશીનો રોલ કરતી હોય તો પણ) આઈબ્રો, ફેસિયલ, સ્કીન પોલીશ, ગુ્રમંિગ, મેનીક્યોર, પેડિક્યોર... એવી સત્તર જાતની ટ્રિટમેન્ટો દર પંદર દહાડે કરાવવા જતી હોય એવું દેખાઈ આવે છે. પણ જે બ્યુટિ-પાર્લરમાં છ-છ કલાક બેસીને આ મેડમો ગામ આખાની ગોસિપો કરતી રહે છે ત્યાંની બ્યુટી પાર્લરવાળીને કેમ કોઈ દહાડો બતાડતા નથી?
* * *
ફેવરીટ છાપાંવાળો ઃ
આવડું મોટું ફેમિલી હોય, ૨૫ કરોડનો બંગલો હોય, અને એમાં છાપું જ ના આવતું હોય? ચલો, ૫૦ તોલા સોનાનાં ઘરેણાં પહેરેલી જેઠાણી છાપામાંથી કુપન કાપતી હોય એવો સીન ના બતાડો તોય વાંધો નથી, પણ સવાર સવારના કોઈ છાપાંવાળો છાપું નાંખી જતો હોય એવું તો બતાડો ?
* * *
ફેવરીટ ટીવી, યાર !
ચલો, બિચારા ઉપર લખેલાં પાત્રો ધનવાન પરિવારો માટે ગરીબ અને મામૂલી હશે પણ સાહેબો, એમના આવા તોતંિગ બંગલાઓમાં ૬૨ ઈંચનાં હાઈ ડેફિનેશન થ્રીડી ટીવી તો બતાડો ?

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

દેશી બીટ પર લેવાતો એરોબિક્સનો આનંદ
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડમાં બેડો પાર કરવા લાતૂર પેટર્ન ફોલો કરો
ફાઈવ સ્ટાર હોટેલના શેફે શિખવાડી આંગણવાડીની બહેનોેને રેસીપી
હેરિટેજની બાંગો મારતા મ્યુનિ.પાસે સાઈનબોર્ડના પૈસા નથી
હવે ડક્ટ ટેપ પેર્ટન ફેશનમાં ઈન
પરીક્ષાની તૈયારી કરતી સમયે શું વાંચવું યોગ્ય છે?
સ્પેશિયલ હોમ ડેકોર ઈન એવરી સીઝન
  More Stories
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

facebook twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved