Last Update : 05-Feb-2012,Sunday
 
સંિગતેલના ભડકે બળતા ભાવો પ્રજાના ખિસ્સા પર સીધી અસર
- કપાસિયા તેલનો વપરાશ વઘ્યો છે મગફળીના ઉત્પાદનકારો ઠેરના ઠેર
તેલના ભાવોમાં ફરી ભડકો થયો છે. તેલના ભાવ જ્યારે પણ વધે છે ત્યારે તેલિયા લોબી અને તેની પાછળનું રાજકારણ સપાટી પર આવે છે.
રોજીંદા જરૂરિઆતની ચીજોના ભાવો અચાનક વધે ત્યારે મઘ્યમવર્ગની કાગારોળ વધે છે. સંિગતેલના ભાવો માત્ર પ્રજાના ખિસ્સા પર અસર નથી કરતાં પણ ગુજરાતના રાજકારણ પર પણ અસર કરે છે. એક સમય હતો કે સંિગતેલનો કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે કપાસિયા તેલ મજબૂત વિકલ્પ બની ગયો છે. તેમ છતાં સંિગતેલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં કોઈ લાંબો ફેર પડ્યો નથી. ગુજરાતમાં અનેક કુટુંબો આજે પણ કપાસિયાનો ઉપયોગ કરે છે.
કપાસિયાના ઉપયોગ પાછળનું મુખ્ય કારણ તે હૃદયરોગના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે. કપાસિયાનો ઉપયોગ આ કારણોસર વઘ્યો છે. જ્યારે સંિગતેલના વપરાશમાં ઘટાડો થયો છે. ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો નથી પરંતુ આ ગ્રાહકો તળવામાં કપાસિયાનો ઉપયોગ કરે છે. કપાસિયાથી થતા ડબલ એડવાન્ટેજનો સૌથી વઘુ લાભ મઘ્યમવર્ગ ઉપાડે છે.
કપાસિયા તેલનો ઉપયોગ થવા પાછળના બે કારણો છે. એક તે આરોગ્યપ્રદ છે અને બીજું એ કે તે સંિગતેલ કરતા સસ્તું છે. બી.ટી. કપાસે ઉત્પાદનમાં મોટો ફાળો આપ્યો છે એમ કૃષિ ઉત્પાદકોનું માનવું છે. જ્યારે કપાસિયા અને સંિગતેલ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ત્યારે તેના બંનેના ભાવોમાં બહુ લાંબો ફેર નહોતો.
હવે બંનેના ભાવોમાં રૂા. ૭૦૦-૮૦૦નો તફાવત છે. ઓછા ભાવોની આ અસર તેને સંબંધિત ઉત્પાદનો પર પડે છે. કપાસિયા તેલનો વપરાશ છેલ્લાં બે વર્ષમાં ૧૭ ટકા વઘ્યો છે.
એક સમય હતો કે જ્યારે તલના તેલનું વર્ચસ્વ હતું. તલનું તેલ આરોગ્યની દ્રષ્ટિએ આવકાર્ય હતું પરંતુ મગફળીના મબલક ઉત્પાદન બાદ સર્વત્ર સંિગતેલ છવાઈ ગયું હતું. તલનો ઉપયોગ ધાર્મિક પ્રસંગો અને ઉતરાયણ જેવા પર્વોમાં વધવા લાગ્યો હતો. જોકે હજુ એક વર્ગ એવો છે કે જે તલ પીસતી ચક્કીઓ પર જઈને તાજું તલનું તેલ મેળવે છે. શહેરની ગાંધીહાટમાં પણ તલનું તેલ ઉપલબ્ધ હોય છે. જેમને પગના સાંધાના દુઃખાવાની સમસ્યા હોય છે તેઓ તલનું તેલ ઘસીને રાહત મેળવતા હોય છે. બાજરીની ખીચડી જેવી પરંપરાગત વાનગીમાં પણ તલનું તેલ વપરાય છે.
સંિગતેલના ઉત્પાદનની સાથે તેલિયા લોબી અને સટ્ટાખોરો સંકળાયેલા છે. ભૂતકાળમાં ગુજરાતના રાજકારણીઓ તેલિયા લોબીની કૃપા મેળવવા સૌરાષ્ટ્રના રાજકારણને સમજવા પ્રયાસ કરતા હતા પરંતુ કપાસિયાના વધતા વપરાશે આ તેલિયા લોબીને ઢીલી પાડી દીધી હતી. કપાસિયાનું વઘુ ઉત્પાદન કૃષિ સંશોધન આધારિત છે એવું મગફળીના ઉત્પાદન માટે સંશોધન ચાલે છે.
મગફળીનું ઉત્પાદન સતત મળી રહે તેવા સંશોધન માટે પ્રયાસ ચાલે છે. જેમ બીટી કપાસે ચમત્કાર સર્જ્યો છે એમ બીટી મગફળીની રાહ જોવાય છે.
સંિગતેલના વપરાશ પર એક નજર કરીએ તો ૧૯૭૨માં તેનો વપરાશ ૧૦૬૦ મે.ટન હતા, જે ૧૯૯૬માં ૨૧૦૮ મે.ટન પર પહોંચ્યો હતો. ૨૦૧૧માં તે ઘટીને ૧૩૨૩ મે.ટન થઈ ગયો હતો.
જ્યારે કપાસિયા તેલનો વપરાશ ૧૯૬૪માં ૪૪૪ મે.ટન હતો જે ૨૦૧૧માં વધીને ૨૪૮૦ મે.ટન પર પહોંચી ગયો છે. કપાસિયાનું ઉત્પાદન વધતાં કપાસિયા તેલના ભાવોમાં કોઈ મોટો ઉછાળો નથી આવતો. લોકો પણ આરોગ્ય પ્રત્યે સજાગ બનતાં કપાસિયાનો વપરાશ વઘ્યો છે. સંિગતેલનો વપરાશ ઘટવા પાછળનું અન્ય એક કારણમાં નવા આવતા ખાધ તેલો પણ છે. જેમ કે સનફલાવર ઓઈલ, મકાઈનું તેલ રસોઈમાં વપરાતા ઓલીવ ઓઈલ વગેરે.
ગુજરાતના રાજકારણ પર તેલિયા લોબીનો પ્રભાવ લાંબા સમય સુધી રહ્યો હતો પરંતુ મગફળી ઉત્પાદન કરતા કિસાનોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. એક વાત એ પણ સ્પષ્ટ છે કે અન્ય તેલોનો વપરાશ વધતાં સંિગતેલની લોબીનું પ્રભુત્વ ઘટી ગયું છે.
સંિગતેલના ભાવો જ્યારે ભડકે બળતા ત્યારે તેલ લોબી સામે આંગળી ચીંધાતી હતી પરંતુ હવે રાજકીય સમિકરણો બદલાઈ ગયા છે. હવે કોઈ લોબીનું સરકાર પર પ્રભુત્વ રહ્યું નથી તેની પાછળ બિઝનેસનું વિસ્તરેલું ફલક છે.
મગફળી તેલ ઉપરાંત અન્ય ખાધ પ્રોડક્ટમાં વપરાવા લાગી છે. શંિગદાણાના વઘુ ભાવ મળી રહ્યા છે. તે પીલવા ઉપરાંત અન્ય બનાવટોની વપરાશમાં આવતા કિસાનોને આવકનો વઘુ એક માર્ગ ખુલ્યો છે. તાજેતરમાં સરકારે મલ્ટી રીટેલ પર એફડીઆઈ લાવવા પ્રયાસ કર્યો હતો. આ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં મગફળી જેવી ખાધ બીજો પણ આવી જાય છે. જો આવી સ્થિતિ થાય તો મગફળી ઉત્પાદન કરનારાઓનું સીંગતેલ બજાર પરનું પ્રભુત્વ ઘટી જાય અને અચાનક આસમાને ચઢી જતા ભાવો પર પણ નિયંત્રણ આવી શકે.
મંગળવારે આ લખાય છે ત્યારે સંિગતેલના ડબ્બાનો ભાવ રૂા. ૧૮૦૦ હતો જ્યારે કપાસિયાનો ભાવ રૂા. ૧૦૦૦ હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુરોપમાં ઠંડીનો મૃત્યુઆંક વધીને ૨૫૦ થયો ઃ બચાવ કામગીરી પર અસર
સિરિયામાં લશ્કરના આક્રમણમાં ૨૦૦નાં મોત થયાનો દાવો
પાકિસ્તાન સરકાર અને લશ્કર વચ્ચે નવેસરથી ટક્કરની શક્યતા
અમેરિકા દ્વારા સ્વીસ બેન્કો ઉપર ફોજદારી કાર્યવાહી
ભારતીય મૂળના અમેરિકન પ્રીત ભરાડા 'ટાઈમ' મેગેઝિનના કવર પર
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૯૬૬થી ૧૭૨૪૪, નિફટી ૫૪૪૪થી ૫૧૮૮ વચ્ચે અથડાશે
દેવાના પુનઃગઠન અંગે ટેક્સટાઈલ કંપનીઓની પરિસ્થિતિ અવઢવભરી
સોનામાં રૃ.૬૦૦નો કડાકો ઃ દિલ્હી બજારમાં ચાંદીના ભાવો રૃ.૧૬૦૦ તૂટયા
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન રૃ.૨,૯૮,૭૩૩ કરોડનું જંગી ટર્નઓવરઃ
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૩,૭૦૨ કરોડનું ટર્નઓવરઃ
બોલીવૂડમાં પુનરાગમન કરનારી કરિશ્મા કપૂરનો ધડાકોઃ આઈટમ ગીત કરવા તૈયાર
બોલીવૂડને અનેક સ્ટાર-કલાકારની ભેટ આપનારા રાજ કંવરનું આકસ્મિક નિધન
દુબઈ જતી અને આવતી વખતે મુગ્ધા ગોડસેને થયો કડવો અનુભવ
દીપિકા પદુકોણે પણ રમેશ તૌરાનીની 'રેસ-ટુ' છોડી દેતાં ફિલ્મ મુશ્કેલીમાં
રણબીર કપૂરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક નાનકડું ઓપરેશન કરાવ્યું
આઇપીએલની હરાજીમાં ફાવી ગયેલા ટોચના ૧૨ ખેલાડીઓ
ભારતીય ક્રિકેટને ઝટકોઃસહારાએ બોર્ડ સાથેના સંબંધોનો અંત આણ્યો
બોર્ડનો બચાવ ઃ અમે કોઇના માટે નિયમોમાં ફેરફાર નથી કર્યા
આજે ત્રિકોણીય જંગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મુકાબલો
આખરી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની મજબુત સ્થિતીમાં
૧૩/૭ બ્લાસ્ટ્સ કેસમાં પકડાયેલો હારૃન ઈન્ડિયન મુજાહિદીનનો ટોચનો સભ્ય
પતિની લાશ લઈ જતી વૃદ્ધાની એબ્યુલન્સને અકસ્માત ઃ પાંચનાં મોત
૩૩૭ પૈકી ૧૧૮ ઉમેદવારો સામે ગુન્હાઇત કેસ પડતર
રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ મારા જાહેર જીવનનું સ્વપ્ન ઃ અડવાણી
હજુ તો ૧૦મી ફેબુ્ર.એ સગાઈ થવાની છે ત્યારે કરીના ગર્ભવતી હોવાની અટકળો
મહેમદાવાદ હાઈવે પર અકસ્માત ઃ૬નાં મોત
રેડ રિબન એક્સપ્રેસ ટ્રેન ગુજરાતમાં ૧૭ દિવસ રોકાશે
ઇજનેરી-મેડિકલનાં પ્રવેશ ફોર્મથી સરકારને ૧૧ કરોડની આવક
જિલ્લા પંચાયતો ૧૪૦ કરોડની ગ્રાન્ટ હજી વાપરી શકી નથી
બાલારામ પૂલ પાસે જીપ અને કાર ટકરાતાં ૧૬ ઘાયલ
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

દેશી બીટ પર લેવાતો એરોબિક્સનો આનંદ
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડમાં બેડો પાર કરવા લાતૂર પેટર્ન ફોલો કરો
ફાઈવ સ્ટાર હોટેલના શેફે શિખવાડી આંગણવાડીની બહેનોેને રેસીપી
હેરિટેજની બાંગો મારતા મ્યુનિ.પાસે સાઈનબોર્ડના પૈસા નથી
હવે ડક્ટ ટેપ પેર્ટન ફેશનમાં ઈન
પરીક્ષાની તૈયારી કરતી સમયે શું વાંચવું યોગ્ય છે?
સ્પેશિયલ હોમ ડેકોર ઈન એવરી સીઝન
  More Stories
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

facebook twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ