એક રીતે જોવા જઈએ તો ટોપી શબ્દ ઘણો જૂનો થઈ ગયો છે. પરંતુ હવે જે ટોપી મળે છે તેમાં અનેક પ્રકારની વિવિધતા પણ જોવા મળે છે. આ નવી ફેશનેબલ ટોપી તમારા માથાને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે અને મફલર કે સ્કાર્ફની સરખામણીએ તમને વધારે સ્ટાઈલિશ લૂક પણ આપે છે. ગુલાબી ઠંડીમાં આ વુલન કેપ્સ વધારે સુરક્ષિત રહી છે. આ વુલન કેપ્સના બે પ્રકાર હોય છે. એક કેપ એવી હોય છે કે જે ફક્ત માથાને જ ઢાંકે છે અને બીજી એવી હોય છે કે તે માથાની સાથે ગળાને પણ ઢાંકી દેતી હોય છે. તે દરેક પ્રકારના પરિધાન સાથે પહેરી શકાય છે. આ બંને પ્રકારની કેપ્સને અનેક પ્રકારની ડિઝાઈનની સાથે બનાવવામાં આવી છે. ક્રોશિએ અને લેસથી બનાવેલા હલકા ફૂલકા કેપ્સ સિવાય મફલર કેપ પણ બજારમાં મળે છે. જેને મફલર સાથે જોડીને પહેરવામાં આવે છે. ટુક કેપ જે ઠંડા સ્થાનોએ પહેરી શકાય છે અને તે ફરના મટિરિયલથી બનાાય છે. આ સિવાય વુલન બિની કેપ કે જે માથા સાથે ચોટીં જાય તેવી હોય છે. ટુક કેપની ઉપર ફૂંદા કે પોમપોમ લગાવી દેવાયા હોય છે. આ સિવાય મોટરસાઈકલ કેપ, ન્યૂઝબોય હેટ, પ્રિંસેસ હેટકફ હેટ, બકેટ હેટ વગેરે ખૂબ જ પ્રચલિત છે. ફૂટપાથથી લઈને બ્રાંડેડ કંપનીઓ પણ આ પ્રકારની હેટ અને વુલન કેપ્સ રાખતી હોય તેવું જોવા મળ્યું છે. ઘરના બનાવેલા સ્વેટર કે કેપથી ઠંડી રોકી શકાય છે પરંતુ જો તમારે તમારા લૂકમાં કંઈક પરિવર્તન લાવવું હોય તો બજારમાં મળતી આ ટોપીઓને ખરીદી શકાય છે. આ કેપ્સ કે હેટ તમને ફકત્ ઠંડીથી બચાવતી નથી પણ તે એક પ્રકારની ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. તો લઈ આવો અને પહેરી લો આ કેપ્સ કે હેટ અને બનાવી દો તમારી જાતને એક સ્ટાલિશ લૂકથી ભરપૂર.
|