| Last Update : 05-Feb-2012,Sunday |
|
|
| |
|
|
|
|
| દિલ્હીની વાત |
| |
ઘીના ઠામમાં ઘી... સરકારને હાશકારો
નવીદિલ્હી, તા. ૪
આજે સવારથીજ બે વ્યક્તિઓ પર આખા દેશનું ઘ્યાન ખેંચાયું હતું. જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણિયમ સ્વામી ્અને ગુ્રહ પ્રઘાન પી. ચિદમ્બરમ... આ બે નામો એ કોંગ્રસ અને વિરોઘ પક્ષ બંન્નેેે ને ટેન્શનમાં રાખ્યા હતા. જોકે અંતે ઘી ના ઠામમાં ઘી પડયું હોય એવો ઘાટ થયો હતો. પતીયાળા કોર્ટ ખાતે ચક્કાજામ ભીડ હતી જ્યારે ચિદમ્બરમના નિવાસ્થાને કાગડા ઉડતા હતા. જજ ઓ પી સાનીની કોર્ટમાં કંટ્રોલ ના થઇ શકે એટલી બઘી ભીડ હતી જ્યારેે ચિદમ્બરમનો નિવાસ સ્થાન સાવ ઉજ્જડ હતો. કોર્ટમાં સમાચાર માઘ્યમોને કોર્ટની બહાર રખાયા હતા જ્યારે સ્વામી અને તેમની વકિલ પત્નિને બંઘ ઓરડામાં મીટીંગ માટે બોલાવાયા હતા. વકિલોને પણ બહાર રખાયા હતા. કોંગ્રેસના કોઇ નેતાઓએ ચિદમ્બરમના ઘરની મુલાકાત લીધી નહોતી. કોંગ્રેસ એકલી માત્ર ચૂકાદાની રાહ નહોતી જોતી પણ ખુદ ચિદમ્બરમ નર્વસ બનીને ટીવી સામે બેસી રહ્યા હતા. જ્યારે ચૂકાદો જાહેર થયો કે તરતજ તે વડાપ્રઘાનના નિવાસસ્થાને તેમને મળવા ગયા હતા.
ચિદમ્બરમ્ના રાજીનામાની અફવા
પતિયળા કોર્ટના આ ચૂકાદાથી કાયદાના નિષ્ણાતોને ભલે આશ્ચર્ય થયું હોય પરંતુ કોંગ્રેસ અને યુપીએ સરકારને માટી રાહત મળી છે. આ ચૂકાદો આવ્યો તે પહેલાં એવી એફવા ઉડી હતી કે ચિદમ્બરમે રાજીનામું આપી દીઘું છે. કોંગ્રસના નેતાઓનો એવો ડર હતો કે જો ચિદમ્બરમને સહ આરોપી બનાવતો ચૂકાદો આવશેતો ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં તેની અવળી અસર પડશે. જોકે ચિદમ્બરમનો પ્રોબલેમ હજુ દુર નથી થયો કેમકે ચૂકાદા સામે સ્વામી હાઇ કોર્ટમાં જવાના છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|