Last Update : 05-Feb-2012,Sunday
 

ભંવરી દેવી જેવા પ્રકરણોથી પરેશાન
અશોક ગેહલોતને મુખ્ય પ્રધાન તરીકેની બીજી મુદત ફળી નથી

 

માજી મુખ્ય પ્રધાન વસુંધરા રાજે રાજસ્થાનમાં ફરીથી સત્તા પર આવવા થનગની રહ્યા છે

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની છેલ્લા ઘણા સમયથી સાડાસાતી ચાલી રહી છે. વિવાદો અને મુસીબતો એમનો પીછો છોડવાનું નામ નથી લેતી. અત્યારે રાજસ્થાનની કોંગ્રેસી સરકાર હોસ્પિટલમાં છે એમ કહીએ તો ચાલે.ભંવરી દેવીના સનસનાટીભર્યા કેસથી ગેહલોતને એક પછી એક હોસ્પિટલ સંબંધી આંચકા લાગવાની શરૃઆત થઈ હતી. વિવાદાસ્પદ નર્સ-કમ-મિડવાઇફ (દાયણ) ભંવરી જોધપુરમાંથી ગાયબ થઈ હતી. ત્યાર પછી રાજસ્થાનમાં સરકારી ડોક્ટરોએ હડતાળ પાડી, જેમાં ૪૦ દરદીઓના મૃત્યુ થતા એ આંતરરાષ્ટ્રીય હેડલાઇનોમાં ચમકી હતી. અને હવે જોધપુરની હોસ્પિટલોમાં ઉંદરો દરદીઓને કરડી ખાતા હોવાના સમાચાર આવ્યા છે.
જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલના આઇસીયુમાં રખાયેલા ૭૦ વરસના એક દરદી કોમામાં સરી પડયા છે. તાજેતરમાં એક રાતે હોસ્પિટલના એટેન્ડન્ટ્સે જેવી આઇસીયુની લાઇટો બંધ કરી કે તરત ઉંદરોનું એક ટોળું વૃદ્ધ દરદી પર તૂટી પડયું. ઉંદરોએ કરડીને એમનો ચહેરો લોહીલુહાણ કરી નાખ્યો. સદ્ભાગ્યે રૃમમાંથી કશુક ખખડવાનો અવાજ આવતા એટેન્ડન્ટ્સ પાછા આવ્યા અને દરદીનો જીવ બચી ગયો. આ કેસની હજુ તો સરકારી અમલદારો તપાસ કરી રહ્યા છે ત્યાં બીજા એક દરદી પર મૂષકોએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે.
રાજસ્થાનના વિપક્ષ ભાજપે તરત ગેહલોત સામે એમ કહીને તીર તાક્યું કે ઉંદરોના હુમલા રાજ્ય સરકારની નિષ્ક્રિયતા અને બેરવાહીની ચાડી ખાય છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ રાજ્ય વ્યાપી યાત્રા પણ શરૃ કરી દીધી છે. 'રાજસ્થાનના લોકો ગેહલોત સરકારના ગેરવહીવટ, કૌભાંડો અને ભ્રષ્ટાચારથી તોબા પોકારી ગયા છે,' એમ વસુંધરા રાજે કહે છે. ભંવરી દેવીના કિસ્સાને 'રાજસ્થાનની શરમ' ગણાવી રાજેએ કોંગ્રેસી સરકાર સામે બરાબરનો મોરચો માંડી દીધો છે. આબરૃને જ્યા ંસૌથી વધુ મહત્ત્વ અપાય છે એવા રાજસ્થાની સમાજમાં રાજેની ટીપ્પણ બરાબર નિશાના પર લાગી છે.
સપ્ટેમ્બર, ૨૦૧૧થી ગુમ થયેલી ભંવરી દેવી એના એક દાંતના ફોરેન્સિક એનાલિસિસ બાદ મૃત્યુ પામી હોવાને સમર્થન મળ્યું છે. ભંવરીના દીકરાએ પણ એની બંગડીઓ, કાંડા ઘડિયાળ અને દુપટ્ટો ઓળખી કાઢ્યા છે. પોલીસે રાજ્યના માજી જળસ્ત્રોત પ્રધાન મહિપાલ મદેરનાની ગેંગસ્ટરોને ભંવરીનું કાસળ કાઢી એની લાશનો કોઈ સગડ ન બચે એ રીતે નિકાલ કરવાનો આદેશ આપવા બદલ ધરપકડ કરી છે. ભંવરી પણ કાંઈ ઓછી માયા નહોતી. એ મદેરના સાથેની પોતાના શારીરિક સંબંધો પુરવાર કરતી સીડી મારફત એમને બ્લેકમેલ કરતી હતી.
અધૂરામાં પૂરું, તાજેતરમાં ભારતીય વંશના બ્રિટિશ લેખક સલમાન રશદીને લઈને જયપુર લિટરરી ફેસ્ટિવલમાં વિવાદ ઊભો થયો હતો. એક તરફ, રશદીએ પોતાને જયપુર લિટરરી ફેસ્ટિવલમાં હાજરી આપતા રોકવા રાજસ્થાન પોલીસ પર ખોટો હાઉં ઊભો કરવાનો આરોપ મૂક્યો છે. જ્યારે બીજી તરફ રશદીની મુલાકાત પડતી મૂકાવાથી મુસ્લિમ નેતાઓ લગીરે ટાઢા નથી પડયા. તેઓ ગયા વરસે ભરતપુરમાં થયેલા કોમી રમખાણોનો ભોગ બનેલા લોકો માટે ન્યાય માગી રહ્યા છે. આ રમખાણોમાં ૧૦ જણનો ભોગ લેવાયો હતો.
ગેહલોતની ઇમેજને દેખીતી રીતે ઘસારો લાગ્યો છે. જયપુરના હર્ષ શેઠી કહે છે, 'વસુંધરા રાજેના શાસનમાં રાજસ્થાનમાં ગુજ્જરો અને મીનાઓની જાતિ આધારિત સમસ્યાઓ હતી. જ્યારે ગેહલોતના રાજમાં કૌભાંડો, ભ્રષ્ટાચાર અને કોમી હુલ્લડો જેવી જુદા પ્રકારની સમસ્યાઓ લોકોને પજવી રહી છે. પોતાની મુખ્ય પ્રધાન તરીકેની પહેલી મુદત (૧૯૯૮થી ૨૦૦૩) દરમ્યાન ગેહલોત પોતાનું ધાર્યું કરી શકતા હતા. પરંતુ બીજી મુદતમાં તેઓ સંકટોથી ઘેરાયેલા છે.'
ટીકાકારો કહે છે કે વિવિધ જાતિ સમૂહોના જોરુકા માણસોએ ગેહલોત પર કબ્જો જમાવી લીધો છે. આ સંબંધમાં તેઓ કોંગ્રેસના ગુજ્જર નેતા રાજેન્દ્ર સિંઘ બિધૂરીનો દાખલો આપે છે, જે વિધ્વંસક પ્રવૃત્તિઓ બદલ રાજસ્થાન પોલીસની વોન્ટેડની યાદીમાં છે. એમ છતાં પોલીસે હજુ સુધી બિધૂરીની ધરપકડ કરી નથી. ઉલ્ટાના તેઓ ટેસથી કોંગ્રેસના મોટા માથાઓ સાથે હરેફરે છે અને એમની સુરક્ષા માટે એક પોલીસ પણ હાજર હોય છે.
રાજસ્થાનના ઊર્જા પ્રધાન જિતેન્દ્ર સિંઘ કબુલે છે કે રાજસ્થાનના જાતિને લગતા પ્રપંચો સંભાળવા અઘરા છે. અશોક ગેહલોતે શરૃમાં પોતાની કેબિનેટમાં ગુજ્જરો, મીનાઓ, રાજપૂતો અને મુસ્લિમોનો સમાવેશ કરી એને બધી જ જાતિઓનું પ્રતિનિધિત્વ કરતું પ્રધાનમંડળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડા જ વખતમાં એમના છ પ્રધાનો સામે ગંભીર આક્ષેપો થતાં મુસીબતના શ્રી ગણેશ થયા હતા.
પાંચ ખરડાયેલા પ્રધાનોને પડતા મૂકવા મુખ્ય પ્રધાને ભંવરી દેવી પ્રકરણ બહાર આવવા સુધી રાહ જોવી પડી હતી. ગૃહ પ્રધાન શાંતિ ધારીવાલને પણ ભરતપૂરના રમખાણો સંબંધી આરોપોને પગલે નવેમ્બરમાં પાણીચું પકડાવાયુ હતું. ખાસ કરીને ભંવરી દેવી પ્રકરણને કારણે ગેહલોત સરકારની આબરૃના ચીંથરા ઊડી ગયા હતા. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે ત્યારે કોંગ્રેસને એવો ભય સતાવી રહ્યો છે કે આ પ્રકરણમાં મોટા નામો બહાર આવશે તો ૨૦૧૪ની સામાન્યચૂંટણીઓમાં પક્ષ માટે મોટાપાયે નીચાજોણું થશે અને રાજસ્થાનમાં ભાજપ પોતાની ગુમાવેલી સ્પેસ પાછી મેળવશે.
અત્રે યાદ અપાવવું ઘટે કે ભંવરી દેવી નામની નર્સને રાજ્યના આજી-માજી પ્રધાનો સહિત ઘણાં રાજકારણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. એની હત્યાનો કહેવાતો આદેશ આપવાના આરોપ હેઠળ રાજ્યના માજી જળસ્ત્રોત પ્રધાન મહિપાલ મદેરના હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. સીબીઆઇએ ભંવરીના અવશેષો શોધી કાઢ્યા એ પહેલા મહિનાઓ સુધી પોલીસના ચોપડે એને 'લાપત્તા' બતાવાઈ હતી.
રાજસ્થાનના રૃઢિચુસ્ત પુરુષ પ્રધાન સમાજમાં ભંવરી જેવી શિથિલ ચારિત્ર્યની સ્ત્રીઓનું ગુમ થવું કોઈ નવી વાત નથી. નવેમ્બરમાં કેબિનેટમાંથી હાંકી કઢાયેલા રાજ્યના જંગલ ખાતાના માજી પ્રધાન રામલાલ જાટનું નામ બિલવાડા જિલ્લાની બીજી એક સુંદરી પારસ દેવીના રહસ્યમય સંજોગોમાં ગુમ થવા સાથે જોડાયું હતું. ભંવરીના કેસમાં પણ હજુ પૂર્ણવિરામ નથી આવ્યું. સીબીઆઇએ હજુ ભંવરીની વિવિધ રાજકારણીઓ સાથેની બાકીની સીડીઝ જોવાની બાકી છે. એ પૈકીની એક સીડી તો બેન્કના લોકરમાં છે. એમાંથી વધુ હાડપિંજરો બહાર આવી શકે છે.
ગેહલોત પર પાછા ફરીએ તો રાજસ્થાનની બે આગેવાન જાતિઓ ગુજ્જરો અને મીનાઓ મુખ્ય પ્રધાન માટે માથાનો દુખાવી બની ગઈ છે. વસુંધરા રાજેને પણ આ બંને જાતિઓ સારી પેટે નડી હતી. કર્નલ (નિવૃત્ત) કે. એસ. બૈંસલા જેવા ગુજ્જર નેતાઓ ગેહલોત સામે પોતે આપેલા વચનોમાંથી ફરી જવાનો આક્ષેપ કરતા રહે છે. બૈંસલા ૨૦૧૧ના અંતે ગુજ્જરોનું આંદોલન શરૃ કરવાના હતા પણ એમની માંદગીને કારણે આંદોલન મોકૂફ રખાયું. હવે એમના જમણાં હાથ સમા ડો. રૃપ સિંહ ગુજ્જરોને એમની માગણીઓ માટે રસ્તા ઉપર ઉતારવાની ધમકી આપે છે.
આ બધાની ઉપર છોગામાં ગેહલોત પર સગાવાદનો આરોપ છે. તેઓ રિયલ એસ્ટેટ કંપની કલ્પતરું માટે ખાસ પક્ષપાત રાખતા હોવાનો આક્ષેપ થાય છે. આ કંપનીને ગેહલોતો સાથે ઘનિષ્ટ કૌટુંબિક સંબંધો છે.
દેખીતું છે કે ગેહલોતની ઇમેજ જેટલી ખરડાય એટલી રાજેના લાભમાં છે. વળી, રાજેને અત્યારે એમની પાર્ટી ભાજપમાં પડકારનારું કોઈ નથી. એમના વિરોધી ભૈરૌસિંહ શેખાવત હવે હયાત નથી અને રાજસ્થાનમાં ભાજપના બીજા જાણીતા નેતા જસવંત સિંહ હાલ દિલ્હીમાં એકેડેમિક કામમાં ખૂંપેલા છે. એટલે વસુંધરા રાજે વિધાનસભાની આવતી ચૂંટણીની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. 'હાલ હું રાજસ્થાનમાં ભાજપના ગ્રાસરૃટ નેટવર્કને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું,' એમ તેઓ કહે છે.
બીજી તરફ ગેહલોત કાયદો અને વ્યવસ્થા જાળવવા ફાંફાં મારે છે. ઘાતકી ટ્રિપલ મર્ડરને પગલે જોધપુરના બિલાડા વિસ્તારમાં લોકો અવારનવાર વિરોધ પ્રદર્શન કરે છે. દેખાવકારો પર પોલીસે દમનનો કોરડો વીંઝતા પરિસ્થિતિ વધુ વણસી હતી.
યોગાનુયોગે, ભંવરી દેવી બિલાડા નજીકના બેરુન્દા ગામમાં જ રહેતી હતી અને ૨૦ વરસ પહેલા, બિલાડાની એક બીજી ભંવરી દેવી પણ સનસનાટીભર્યા સમાચાર બની ગઈ હતી. રાજ્ય સરકારના મહિલા વિકાસ પ્રોજેક્ટ હેઠળ 'સાથીન' (વોલન્ટરી વર્કર) તરીકે કામ કરતી.
આ દલિત સ્ત્રી પર સામુહિક બળાત્કાર થયો હતો. ભંવરી દેવીએ બાળલગ્નો જેવા કુરિવાજો અને નારીઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો ત્યારે એની સજારૃપે એની સાથે આવું અધમ કૃત્ય કરાયું. ત્યાર પછી તો ન્યાય માટેનો ભંવરીનો જંગ એક દંતકથા બની ગયો અને ૨૦૦૧માં એના પર 'બવંડર' નામની ફિલ્મ પણ બની. હવે બિલાડાની દીવાલો પર લખેલાં સૂત્રો ન્યાય માટેના વધુ એક જંગનો નિર્દેશ કરી રહ્યા છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

દેશી બીટ પર લેવાતો એરોબિક્સનો આનંદ
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડમાં બેડો પાર કરવા લાતૂર પેટર્ન ફોલો કરો
ફાઈવ સ્ટાર હોટેલના શેફે શિખવાડી આંગણવાડીની બહેનોેને રેસીપી
હેરિટેજની બાંગો મારતા મ્યુનિ.પાસે સાઈનબોર્ડના પૈસા નથી
હવે ડક્ટ ટેપ પેર્ટન ફેશનમાં ઈન
પરીક્ષાની તૈયારી કરતી સમયે શું વાંચવું યોગ્ય છે?
સ્પેશિયલ હોમ ડેકોર ઈન એવરી સીઝન
  More Stories
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

facebook twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved