
મુંબઈ, તા. ૪
બોલિવૂડની હસ્તીઓ સાથે 'અટકળો' અને 'ચર્ચા' શબ્દ અભિન્ન અંગ તરીકે જોડાયેલો છે. અભિનેત્રી કરીના કપૂરને લગતી વધુ એક 'અટકળ' સપાટી પર આવી છે. આ વખતે અટકળોમાં બેબો 'ગર્ભવતી' હોવાનો દાવો કરાયો છે. તાજેતરમાં જ મુંબઈમાં હવાઈ મથકે કરીના તથા ગર્ભસ્થ બાળકને શાલ વડે ઢાંકી રહી હોય તેવી તસવીરોએ આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ઉલ્લેખનીય છે કે ૧૦મી ફેબુ્રઆરીના રોજ કરીનાની સગાઈ છે ત્યારે આ તસવીરો કંઈક જુદી જ 'ઘટના' રજૂ કરી રહી છે.
એરપોર્ટ પર પેટના ભાગે કંઈક ઢાંકવાનો પ્રયત્ન કરતી કેમેરામાં ઝડપાઈ
સૂત્રોના જણાવ્યા મુજબ કરીનાએ લીલા રંગનું મોટી સાઈઝનું ટીશર્ટ પહેર્યું હતું અને કરીના કંઈક સંતાડવાનો પ્રયત્ન કરતી હોય તેવું લાગતું હતું. પેટના ભાગને ઢાંકતા કરીના સડસડાટ નીકળી ગઈ હતી અને તેણે આસપાસ જોવાનું પણ ટાળ્યું હતું. બીજી બાજુ કરીના ખૂબ થાકેલી લાગતી હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.
સેફ અને કરીનાની સગાઈ માટે ૧૦મી ફેબુ્રઆરીનો દિવસ નક્કી કરાયો છે અને સેફની ફિલ્મ 'એજન્ટ વિનોદ'ની રિલીઝ પછીના એક સપ્તાહ બાદ તેઓ પરણી પણ જશે. કરીના આજકાલ તેના શાહી લગ્નમાં વ્યસ્ત છે અને તેણે રૃા. ૪૦ લાખના ગળાના હારનો ઓર્ડર પણ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ખરેખર ગર્ભવતી છે કે પછી આ પણ બોલીવૂડની અન્ય અટકળોની જેમ જ માત્ર વધુ એક 'અટકળ' છે તેની હજુ પુષ્ટિ થઈ નથી.