| (પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૪
૨-જી સ્પકટ્રમ કૌભાંડમાં ચિદમ્બરમ્ને સહઆરોપી બનાવવાના પોતાના પ્રયાસો પડતા નહીં જ મૂકે, તેમ કહેતાં જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, તેઓ દિલ્હીની કોર્ટના ચુકાદાને એક મહિનામાં જ સુપ્રીમ કોર્ટમાં પડકારશે કારણ કે, તેમની પાસે એક ''ઘણ ઘણો મજબુત'' કેસ છે.
''જજ સૈની સારા માણસ છે. તેમનો ચુકાદો ખરાબ છે.''
સીબીઆઈના સ્પેશ્યલ જજ ઓ. પી. સૈનીને એક ''ઘણા સારા માણસ'' તરકે જણાવતાં, તેમણે કહ્યું કે, ''તેઓ એક ઘણા સારા માણસ છે, પરંતુ તેમનો ચુકાદો ખરાબ છે.''
''હું તે ચુકાદાને સુપ્રીમ ક ોર્ટમાં પડકારવાનો છું, આ ઓર્ડર ખરાબ છે કારણ કે, ચિદમ્બરમ્ અને એ. રાજા (પૂર્વ ટેલીકોમ પ્રધાન) બંનેએ સંયુક્ત રીતે ૨૦૦૧ની, 'વહેલો તે પહેલો'ની નીતિ સ્પેક્ટ્રમ વેચાણ અંગે અપનાવી હતી.'' તેમ આ ચુકાદા પછી થોડા કલાકે, પત્રકારોને સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું.
આ ચુકાદો તો, ચિદમ્બરમ્ માટે 'વચગાળાની રાહત' સમાન છે, તેમ કહેતાં તેઓએ જણાવ્યું હતું કે, ચિદમ્બરમ્ અને રાજા બંને ઈક્વીટી-ડાઈલ્યુશન અંગે સહમત હતા. તેમ છતાં આ આરોપોસર માત્ર રાજાને જ શા માટે જેલમાં મોકલવાયામાં આવ્યા. તેનું જ મને આશ્ચર્ય થાય છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જજે તેમ કહ્યુ ંહતું કે, હું તેવું સાબિત કરી શક્યો નથી કે, સ્પેક્ટ્રમની કિંમત ૨૦૦૧ના દરે નિશ્ચિત કરવામાં ચિદમ્બરમે કોઈ દુષ્ટબુદ્ધિપૂર્વકનું પગલું લીધું ન હતું. પરંતુ તે હકીકત તો માત્ર ટ્રાયલ સમયે જ બહાર આવી છે. તેમ કહેતાં પત્રકારોના એક પ્રશ્ન કે, તેઓ હાઈકોર્ટમાં અપીલ કરશે કે, સુપ્રમ કોર્ટમાં, ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે પૂર્વે તેમ કહ્યું છે કે, તેઓ ચુકાદાને સીધો તે કોર્ટમાં (સુપ્રીમ કોર્ટમાં) પણ પડકારી શકશે. |