| Last Update : 05-Feb-2012,Sunday |
|
|
| |
|
|
|
|
ઉનાઇ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવમાં મુખ્યમંત્રી આવશે
|
| |
| વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ જાતિના દાખલા મળશે ઃ સંકલન સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારીની જાહેરાત
વાંસદા, શનિવાર
વાંસદા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવમાં તા. ૨૬ ફેબુ્રઆરીના રોજ મુખ્યમંત્રી મોદી હાજરી આપશે. તથા તાલુકાના બાળકોને સ્કૂલમાંથી જાતિના દાખલા મળશે એવી જાહેરાત આજે સંકલન સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારીએ કરી હતી.
વાંસદા મામલતદાર કચેરી ખાતે આજે પ્રાંત અધિકારી તન્નાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં તાલુકાની ૨૯ જેટલી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા બાદ એડમિશન માટે લેવા પડતા જાતિના દાખલા માટે ફરજીયાત મામલતદાર કચેરીમાં બેથી ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાની રજૂઆત થઇ હતી. જેના અનુસંધાને પ્રાંત અધિકારી તન્નાએ તાલુકાની દરેક હાઇસ્કૂલમાં કર્મચારી જશે અને વિદ્યાર્થીઓના પોટા પાડી લેશે. પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓની જાતિના દાખલા માટેની અરજી આચાર્ય હસ્તક લઇ દાખલા સ્કૂલમાંથી જ આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
ઉપરાંત તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ માતાના મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવમાં તા. ૨૬ ફેબુ્રઆરીના રોજ રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપનાર હોવાની માહિતી પ્રાંત અધિકારીએ આપી હતી. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |