| કિન્નરી સિનેમા સામે લોકોની હાજરીમાં ધમકી આપી રોકડૃૃ-મોબાઇલ મળી રૃ।. ૬૬૦૦ લૂંટયા હતાં
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
નોકરી માટે જતા રેલ્વેના ડ્રાઇવરને કિન્નરી સિનેમા સામે બે દિવસ અગાઉ સવારે રોકી એક યુવાને લોકોની હાજરીમાં ધમકી આપી મોબાઇલ ફોન અને રોકડા રૃ।. ૬૦૦ મળી કુલ રૃ।. ૬૬૦૦ની મત્તાની લૂંટ કરી હતી. પોલીસે લૂંટ કરનારને આજરોજ ઝડપી પાડયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા મસ્કતિ હોસ્પિટલની ગલી, માળીફળીયા સ્થિત ભગવતીકૃપા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૨૦૨માં રહેતો જયેશ જીતેન્દ્રભાઇ રંગુનવાલા રેલ્વેમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. નંદુરબાર ખાતે ડયુટી હોવાથી તે રોજ પોતાની મોટરસાયકલ ઉપર ભાઠેના રોડથી ઉધના જાય છે.
ગત ગુરૃવારે સવારે પોણા દશ વાગ્યાના અરસામાં તે મોટરસાયકલ ઉપર ઘરેથી નોકરીએ ઉધના જતો હતો ત્યારે કિન્નરી સિનેમા સામે ઉધના તરફ જતા રોડ પાસે ચાર રસ્તા આગળ અચાનક ૨૦ થી ૨૨ વર્ષનો એક યુવાન આગળ આવી ચઢયો હતો. અજાણ્યા યુવાને જયેશની મોટરસાયકલનું સ્ટીયરીંગ પકડી લીધું હતું અને ઝઘડો કરી ધમકી આપવા માંડયો હતો. આથી આજુબાજુના રાહદારીઓ પણ દોડી આવ્યા હતા. અને અજાણ્યા યુવાનને અટકાવવા પ્રયાસ કરતરા તેણે તમામ રાહદારીઓને પણ ધમકાવી તગેડી મુકયા હતા. બાદમાં તે જયેશના ખિસ્સામાંથી રૃ. ૬૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન અને રોકડા રૃ. ૬૦૦ લૂંટી ભાગી છુટયો હતો.
બનાવ અંગે જયેશે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સલાબતપુરા પોલીસે આજે બપોરે મળેલી બાતમીના આધારે વાડીવાલા દરગાહ પાસેથી જયેશને લૂંટનાર આબીદ કાદર શેખ (ઉ.વ. ૨૨) (રહે. એ/૯૫/ રૃમ નં. ૧૨, એસએમસી કવાર્ટર્સ, ભેસ્તાન)ની ધરપકડ કરી હતી. અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આબીદ પાસેથી પોલીસે મોબાઇલ ફોન અને રોકડા રૃ।. ૪૦૦ કબજે કર્યા હતા. વધુ તપાસ પી.એસ.આઇ. એ.યુ. ટાપરીયા કરી રહ્યાં છે. |