| (પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
ત્રીજી સદીના ઓરીજીનલ 'મમી' સહિત વર્ષો જુના પ્રાચીન નમુનાઓને સાચવવા માટે બરોડા મ્યુઝિયમમાં રાસાયણિક સારવાર કરવામાં આવતી હોય છે. આ નમુનાઓનું વધુ સારી રીતે જતન થઇ શકે તે માટે લખનૌ ખાતેની ઇન્ડિયન કોન્ઝર્વેશન ઇન્સ્ટીટયુટ - ઇન્ટેકના તજજ્ઞાો હાજર રહી ત્રણ દિવસ સુધી માર્ગદર્શન આપશે.
સેન્ટ્રલ કન્ઝર્વેશન લેબોરેટરી નમૂનાઓની સમયાંતરે રાસાયણિક ટ્રીટમેન્ટ કરે છે ઃ ત્રણ દિવસની કાર્યશાળા યોજાશે
બરોડા મ્યુઝિયમ અને પિકચર ગેલેરીમાં ભારતીય અને વિદેશી કળા તેમજ સંસ્કૃતિના બેનમૂન અસંખ્ય નમૂનાઓના સંગ્રહ પ્રખ્યાત છે. બરોડા મ્યુઝિયમમાં સાચવવામાં આવેલા નમૂનાઓ જેવા કે હસ્તપ્રતો, ચિત્રો, વસ્ત્રકળાના નમૂનાઓ, ધાતુ અને પથ્થરની મૂર્તિઓ, જૈવિક નમૂનાઓ તૈલચિત્રોને વર્ષો સુધી સાચવવા ખુબ જરૃરી છે. આ નમૂનાઓ તેના મુળ સ્વરૃપમાં જ રહે તે માટે રાસાયણિક સારવાર જરૃરીયાત મુજબ આપવામાં આવે છે. મ્યુઝિયમ ખાતેના કળાત્મક નમૂનાઓ વિવિધ પરિબળોથી નુકસાન ના પામે તે માટે સંરક્ષણાત્મક પગલા તરીકે પણ વિવિધ આગમચેતીઓ રાખવામાં આવે છે.
બરોડા મ્યુઝીયમ ખાતેના કળાત્મક નમૂનાઓ વિવિધ પરિબળોથી નુકસાન ના ુપામે તે માટે સંરક્ષણાત્મક પગલા રાખવા ખુબ જરૃરી છે. આ મ્યુઝિયમના કળાત્મક અને પ્રાચીન નમૂનાઓના જતન અને સારસંભાળ માટે સંરક્ષણાત્મક સારવાર મળી રહે તે માટે રાજયના સંગ્રહાલય ખાતા દ્વારા ત્રિ દ્વિસીય કાર્યશાળાનું આયોજન તા.૭ થી ૯ ફેબુ્રઆરી સુધી કરવામાં આવ્યુંછે. ઇન્ટેકના કોન્ઝર્વેશનના તજજ્ઞાો ઉપસ્થિત રહીને બરોડા મ્યુઝિયમના સદીઓ જુના નમૂનાઓને વિવિધ પરિબળોની અસરથી સુરક્ષિત રાખવા ક્યાં કયાં પગલાંઓની જરૃરીયાત છે. તેનું નિરિક્ષણ કરી વિસ્તૃત અભ્યાસ કરશે નમૂનાઓનો બગાડ કરતાં પરિબળો, જૈવિક નમૂનાઓના બગાડ, કળાના નમૂનાઓની સંભાળ, આ નમુનાઓના રક્ષણ માટે જરૃરી પ્રકાશ વ્યવસ્થા, ભેજથી થતાં નુકશાન, નમુનાઓના સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા, કુદરતી આપત્તી પુનઃ વ્યવસ્થાપન વગેરે બાબતો ઉપર તજજ્ઞાો નિર્દેશ આપસે.
ભવિષ્યમાં સંગ્રહાલયોના નુકશાન ગ્રસ્ત નમૂનાઓને પણ રાસાયણિક સારવાર મળે તેની જાણકારી મળી રહે તેવું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બરોડા મ્યુઝિયમમાં સેન્ટ્રલ કન્ઝર્વેશન લેબોરેટરી છે જે કળાત્મક અને પ્રાચિન નમૂનાઓના જતન માટે ભારે જહેમત ઉઠાવે છે. નમૂનાઓ મુજબ નિયત સમયાંતરે તેની રાસાયણિક સારવાર કરવામાં આવતી હોય છે. |