| Last Update : 05-Feb-2012,Sunday |
|
|
| |
|
|
|
|
| બાલારામ પૂલ પાસે જીપ અને કાર ટકરાતાં ૧૬ ઘાયલ |
|
| |
રોષે ભરાયેલા લોકોએ ૨૦ કિ.મી. સુધી વાહનો થોભાવી રોડ બ્લોક કર્યો
અમીરગઢ,તા.૪
અમીરગઢ તાલુકા અને પાલનપુરની હદ દર્શાવતા બાલારામ પુલ પાસે રોંગ સાઈડમાં નવી જીપ અને સામા છેડે પુરઝડપે આવતી કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિને આંખના ભાગે વધુ ઈજા થતાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ છે.
સવારના આઠેક વાગ્યાના સમયે અમીરગઢ તાલુકાના કરજા ગામથી જીપ ભરીને પાલનપુરના ઘોરી ગામે લોકાચારા માટે જવા નિકળેલ વ્યક્તિઓની જીપનો અકસ્માત બાલારામ પુલ ચઢતા એક કાર સાથે થતાં તેમાં બેઠેલા ૧૬ મુસાફરોને નાની મોટ ઈજાઓ થયેલ છે. હાઈવે રોડ ઉપર સર્વિસ રોડના મુકાતા રોંગ સાઈડમાં જવાની ફરજ પડતા જીપનો અકસ્માત થયેલ હોઈ રોષે ભરાયેલા લોકોએ નેશનલ હાઈવે નંબર ૧૪ને બ્લોક કરતા ત્યાંથી સાધનોને પસાર ન થવા દેતાં વાહનોની લાંબી કતારો ૨૦ કિ.મી. સુધી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.
અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે નંબર ૧૪ પર આવતા ડબલ ફાટક પાસેના વિસ્તારમાં વસ્તા દસેક ગામડાઓને આ રોડ પર પસાર થવા માટે સિંગલ રોડ પરથી હાઈવે પર આવવા માટેનો સર્વિસ રોડ ન મુકાતા આ લોકોને રોંગ સાઈડમાં ત્રણ કિલોમીટર સુધી જવુ પડતુ હોઈ કોઈવાર ગમખ્વાર અકસ્માત ન સર્જાય તે માટે આ વિસ્તારના લોકોએ સર્વિસ રોડ મુકવા માટે અસંખ્ય રજૂઆતો કરેલ હોવા છતં તેઓની રજૂઆતો ધ્યાને ન લેવાતા આ લોકો ચાર કલાક બાદ ભારે જહેમતથી આશ્વાસનો દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા.
પરંતુ હજુ સુધી સર્વિસ રોડનો પ્રશ્ન હલ ન થતાં આજે આ અકસ્માત સર્જાતા લોકો રોષે ભરાયા હતા. અમીરગઢ તથા પાલનપુરની પોલીસ આ રોડ ઉપર સુતેલા લોકોને હટાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ નિવડતા વધુ ગંભીર સમસ્યા ઉભી થયેલ હતી.
ઘટના સ્થળ ઉપર એલ.એન્ડ.ટી.ના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ દોડી આવતા તેઓને ઘણા આશ્વાસનો બાદ સવારના આઠ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી એટલે કે આઠ કલાક બાદ લોકોને સમજાવવામાં સફળ થતા રોડ ચાલુ કરવામાં આવતા વાહન ચાલકોની અકળામણ દુર યેલ હતી.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |