| Last Update : 05-Feb-2012,Sunday |
|
|
| |
|
|
|
|
મહેમદાવાદ હાઈવે પર અકસ્માત ઃ૬નાં મોત
|
|
ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં સાતનાં મોત
નડિયાદ,તા. ૪
ખેડા જિલ્લાના બે સ્થળોએ વાહન અકસ્માતના બે બનાવો સર્જાયા હતા. જેમાં મહેમદાવાદ નજીકના એકસપ્રેસ હાઈવે પર આવેલ માંકવા ગામની સીમ નજીક એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતથી પોતાની દીકરીના લગ્ન પતાવી પરત આવતા એક જ પરીવારના ચાર તથા ગાડીમાં બેઠેલ અન્ય ૨ મળી કુલ ૬ વ્યક્તિઓના બનાવ સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.તથા કપડવંજના દંતાલી વડાલી રોડ પર એક ટ્રકે સ્કુલે આવતા શિક્ષકના બાઈકને ટક્કર મારતા તેઓનું બનાવ સ્થળે કરૃણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ હદ ધરાવતા પોલીસ મથકોએ થતા બનાવોની ફરિયાદો નોધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
કપડવંજના દંતાલી-વડાલી રોડ પર ટ્રકની ટક્કરે બાઈક ચાલક શિક્ષકનું મોત
વાહન અકસ્માતનો પ્રથમ બનાવ મહેમદાવાદ પંથક નજીકથી પસાર થઈ રહેલ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર આજ રોજ વહેલી સવારના સુમારે બન્યો હતો. જેમાં એક ટાટા સ્પેસિયો ગાડી નં. જી.જે.૨ એ.પી. ૩૨૫૭ ના ચાલકે પોતાની ગાડી બેફીકરાઈ તથા ગફતલ ભરી રીતે પુર ઝડપે હંકારી હતી. જેમાં ઉપરોક્ત અમદાવાદ - વડોદરા એકસ્પ્રેસ હાઈવે ના માંકવા સીમ નજીક પોતાની ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ગાડી રસ્તાની સાઈડે ઉભેલ એક ટ્રક નં. આર.જે.૧૯ જી.સી. ૫૭૭૮ ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં થયેલા જોરદાર અવાજથી માંકવા સીમ આવેલ ખેતરમાં રહેતા વ્યક્તિઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તથા એક્ષપ્રેસ હાઈવે પર આ અકસ્માતથી ભારે ટ્રાફીક જામ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ મહેમદાવાદ પોલિસને થતા તુરંતજ બનાવ સ્થળે દોડી આવી હતી. તથા એક્ષપ્રેસ હાઈવે પર અકસ્માત સહાય કર્મીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ગાડીમાંથી લોહી લુહાણ વ્યક્તિઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ બનાવમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.કે, ઉપરોક્ત ગાડીમાં બેઠેલ વ્યક્તિઓ સુરત પોતાની દિકરીના સમૂહ લગ્નમાં પતાવી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
ઉપરોક્ત બનાવમાં ગાડી માંથી વસંતભાઈ સોમચંદભાઈશાહ (ઉ.વ.૫૦) રમીલાબેન વસંતભાઈ શાહ (૪૭), નિકુંજ વસંતભાઈ શાહ (ઉ.વ.૧૬),રીટાબેન હિતેશભાઈ શાહ(ઉ.વ.૪૫) તથા જીનાલીબેન મેવાડા સુથાર (ઉ.વ. ૧૭) તમામ રહે વાવ જેઓનું બનાવ સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પ્રેક્ષા બેન વસંતભાઈ વસંતભાઈ શાહ (ઉ.વ.૧૮)ને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેણીનું સારવાર દમ્યાન કરૃણ મોત નિપજ્યું હતું. આ બનાવનથી શાહ પરિવારમાં શોકનું વાતવરણ સર્જાયું હતું. મહેમદાવાદના માંકવા સીમ નજીક ૧૨ કલાકમાં બીજો વાહન અકસ્માતનો બનાવ સર્જાવાથી મહેમદાવાદ પંથકમાં અનેક વાતો ચર્ચાના ચગદોળે ચઢી હતી. ૧૨ કલાક પહેલા ટેન્કર પાછળ એક ગાડી ઘુસી જતા ૧ વ્યક્તિનું બનાવ સ્થળે મોત નિપજ્યું હતું. વાહન અકસ્માતનો બીજો બનાવ કપડવંજ પંથકના દંતાવી-વડાલી રોડ પર આજરોજ બપોરના સુમારે બન્યો હતો.જેમાં એક ટ્રકનં. જી.જે.૩ ઈ. ૯૭૩૮ના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ તથા ગફલત ભરી રીતે હંકારી હતી. જેમાં કપડવંજની થવાદ હાઈસ્કુલમાં ભણવવા આવતા શિક્ષકના બાઈકને અડફેટે લીધું હતું જેમાં વિઠ્ઠલભાઈ કાંન્તીભાઈ પટેલ(ઉ.વ.૪૦) પોતાનું બાઈક નં.જી.જે.૧ ડી.એચ.૩૯૭૬લઈ સ્કુલ આવી રહ્યા હતા તે સમયે આ કાળમુખી ટ્રકે તેઓને ટક્કર મારી હતી જેથી રસ્તામાં પટકાતા તેઓને ગંભીર ઈજા તથા બનાવ સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવોની જાણ હદ ધરાવતા પોલીસ મથકોએ થતા ફરિયાદ નોંધી કાયદાકીય તપાસ હાથ ધરાઈ હતી.
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |