મુંબઈ,તા.૩
'રોક સ્ટાર'ના અભિનય માટે એવોર્ડ મેળવનારા રણબીર કપૂરનું ગુરુવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક ઓપરેશન થયું હતું. સર્જન ડૉ. રૃષાદ ટી. ઉદવાડિયાએ ઓપરેશન કરીને અભિનેતાની પીઠ પર થયેલો એક ફોેલ્લો દૂર કર્યો હતો.
ગણતરીના કલાકોમાં જ અભિનેતાને રજા આપવામાં આવી હતી
રણબીરના એક અંગત મિત્રે જણાવ્યા પ્રમાણે, 'ચરબીની એક ગાંઠની સમસ્યાને કારણે રણબીર પર એક નાનકડું ઓપરેશન કરવામાં આવ્યું હતું.પરંતુ ગણતરીના કલાકોમાં જ તેને રજા પણ આપી દેવામાં આવી હતી.'
ઓપરેશન પછી ગણતરીના કલાકોમાં જ રણબીર ઘરે પાછો ફર્યો હતો. બપોરે બાર વાગ્યા સુધીમાં તો તે ઘરે પહોંચી ગયો હતો. તેના એક મિત્રે જણાવ્યા પ્રમાણે તેની ઈચ્છા થાય ત્યારે રણબીર તેનું કામ પણ શરૃ કરી શકે છે. 'તેની સહકલાકાર ઈલેનાએ ખોરાકી ઝેરની અસર થઈ હોવાથી તેની ફિલ્મ 'બરફી'નું શૂટિંગ કેન્સલ થયું હતું. તેની ઈચ્છા હોય તો તો તે શૂટિંગ શરૃ કરી શકે છે.'
નામ નહીં આપવાની શરત સાથે એક ડોક્ટરે જણાવ્યા પ્રમાણે, 'આવા ફોલ્લા જોખમી હોતા નથી. પરંતુ તેને દૂર કરવામાં આવે નહીં. તો તે વધી શકે છે અને અસુખ ઊભું કરી શકે છે. સંતઃસ્રાવી ગ્રંથિની (ગાંઠનો) અવરોધ આવતા આ સમસ્યા ઉત્પન્ન થાય છે.'
'આ ઓપરેશન સાવ મામુલી હતું અને હમણાં રણબીર ઘણો ખુશ છે. હમણા તે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'રોકસ્ટાર'ના અભિનય માટે એવોર્ડ ભેગા કરી રહ્યો છે. 'રોક-સ્ટાર' પછી તેણે એક પણ ફિલ્મ સાઈન કરી નથી. પરંતુ તે સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. ટૂંકસમયમાં જ તે એક મોટી ફિલ્મ સાઈન કરવાનો છે.' એમ તેના મિત્રે ઉમેર્યું હતું.
ડૉ. રૃષાદે આ બાબતે મૌન સેવવવાનું પસંદ કર્યું હતું. જ્યારે હોસ્પિટલના એક અધિકારીએ નામ નહીં જણાવવાની શરત સાથે રણબીર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ગુરુવારે સવારે તેનું ડૉ. રૃષાદની મદદથી જરૃરી એવા પગલાં લેવામાં આવ્યા હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.