વિવિધ કરન્સી વાયદાઓમાં રૃપિયો ડોલર, યુરો અને પાઉન્ડ સામે મજબૂત, યેન સામે નરમ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૨૭ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી) સપ્તાહ દરમિયાન ડોલર, યુરો, બ્રિટીશ પાઉન્ડ અને યેનના કરન્સી વાયદાઓમાં ૪,૬૭,૦૬૭ સોદામાં કુલ રૃ.૬૩,૭૦૨.૪૫ કરોડનું ૧,૨૬,૭૧,૪૪૯ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. વિવિધ કરન્સી વાયદાઓમાં રૃપિયો ડોલર સામે ૨૦ પૈસાથી રૃ.૧.૩૪, યુરો સામે ૯થી ૬૯ પૈસા અને પાઉન્ડ સામે ૩૯થી ૫૩ પૈસા મજબૂત હતો, જ્યારે યેનના વાયદાઓમાં ૧૪થી ૩૬ પૈસા નરમ રહ્યો હતો.
ડોલરના વાયદાઓમાં ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૦.૩૯૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૦.૬૦૦૦ અને નીચામાં રૃ.૪૯.૨૧૨૫ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૪૯.૪૦૭૫ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના ફેબ્રુઆરી વાયદામાં રૃ.૧.૧૬ જેટલો મજબૂત હતો. ડોલરનો સપ્ટેમ્બર વાયદો સૌથી વધુ રૃ.૧.૩૪ વધી રૃ.૫૧.૦૫૦૦ રહ્યો હતો, જ્યારે ઓક્ટોબર વાયદો સૌથી ઓછો ૨૦ પૈસા સુધરી રૃ.૫૧.૫૦૦૦ બંધ હતો. ડોલરના વાયદાઓમાં ૪,૦૭,૧૯૨ સોદામાં રૃ.૬૧,૨૦૨.૦૫ કરોડનાં ૧,૨૩,૦૦,૨૬૫ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૫.૫૦૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૪.૯૦૨૫ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૬૬.૦૪૭૫ અને નીચામાં રૃ.૬૪.૭૯૦૦ બોલાયો હતો. યુરોના ફેબ્રુઆરી વાયદામાં રૃપિયામાં ૬૩ પૈસાની વૃદ્ધિ થઈ હતી. યુરોનો માર્ચ વાયદો ૬૯ પૈસા વધી રૃ.૬૫.૩૧૦૦ રહ્યો હતો. યુરોના વાયદાઓમાં કામકાજ ૩૭,૪૯૧ સોદામાં રૃ.૧,૫૮૮.૦૧ કરોડનાં ૨,૪૨,૯૪૯ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૭૮.૫૫૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૮.૭૭૭૫ અને નીચામાં રૃ.૭૭.૫૦૦૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૭૮.૧૬૭૫ બંધમાં રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના ફેબ્રુઆરી વાયદામાં ૫૩ પૈસા સુધર્યેે હતો. માર્ચ વાયદામાં ૪૬ પૈસાનો સુધારો રહી રૃ.૭૮.૬૩૭૫ બંધ રહ્યો હતો. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ ૧૨,૭૧૪ સોદામાં કુલ રૃ.૪૬૫.૩૨ કરોડનું ૫૯,૩૮૯ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૪.૬૭૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૪.૮૭૫૦ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૬૫.૬૮૦૦ અને નીચામાં રૃ.૬૪.૪૨૦૦ના સ્તરને સ્પર્શ્યેે હતો. રૃપિયો યેનના ફેબ્રુઆરી વાયદામાં ૩૦ પૈસા નરમ હતો. યેનનો માર્ચ વાયદો સૌથી વધુ ૩૬ પૈસા વધી રૃ.૬૫.૨૪૦૦ અને એપ્રિલ સૌથી ઓછો ૧૪ પૈસા વધી રૃ.૬૫.૭૦૦૦ના સ્તરે રહ્યા હતા. યેનના વાયદાઓમાં ૯,૬૭૦ સોદામાં રૃ.૪૪૭.૦૭ કરોડનાં ૬૮,૮૪૬ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૨૭ જાન્યુઆરીએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૪૯.૬૪૮૦, યુરો સામે રૃ.૬૫.૦૪૯૨, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૭૭.૭૯૮૪ અને ૧૦૦ યેન સામે રૃ.૬૪.૪૫૦૦નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૨ ફેબ્રુઆરીએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૪૯.૧૨૮૮, યુરો સામે રૃ.૬૪.૭૪૮૦, પાઉન્ડ સામે રૃ.૭૭.૮૪૯૫ અને ૧૦૦ યેન સામે રૃ.૬૪.૫૪૦૦નો નિશ્ચિત કરાયો હતો.